દેસી વૈદું – કોરોના કાળ માં પોતાની જાત ને આવી રીતે રાખો શરદી તાવ થી દૂર.

શિયાળા નું આગમન થઈ ગયું છે. તેવામાં આરોગ્ય નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાતાવરણ મા બદલાવ ને લીધે શરદી તાવ જેવી ઘણી સમસ્યાઓ થવા લાગે છે અને વાત કોરોનાકાળ ની ચાલી રહી હોય તો રોગપ્રતિારકશક્તિ ને મજબૂત રાખવી વધુ જરૂરી બની જાય છે.

નિષ્ણાંતો માને છે કે આ સીઝન માં કોરોના ખૂબ ઝડપ થી ફેલાઈ શકે છે. એટલા માટે શરીર મા રોગપ્રતિકારક શક્તિ નું મજબૂત રહેવું ખુબ જ જરૂરી છે જેનાથી તમે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકો.

અત્યાર સુધી તમે ઘણા પ્રકારના ઉપાયો અજમાવેલા હશે જેમ કે ગરમ પાણી પીવું, ગરમ પાણી અને મધ નું મિશ્રણ વગેરે જેવી બીજી ઘણી વસ્તુઓ, પરંતુ આજે અમે તમને આ બધા થી કઈક અલગ એવી વાતો બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી રોગપ્રિકારક શક્તિ મજબૂત બનશે સાથે જ તમે વાયરલ ચેપ ના ખતરા થી પણ બચી શકો છો.

લસણ.


લસણ ની તાસીર ગરમ હોય છે. લસણ માં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ મળી આવે છે જે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ન ખતરા ને ઓછો કરે છે. આ ઉપરાંત તેનું સેવન શરીર ની રોગપ્રતિકારક શક્તિ પ્રતિરક્ષા કરવામાં મદદ કરે છે.

હળદર વાળું દૂધ.

આયુર્વેદ માં હંમેશા હળદર ને દવા ના રૂપ માં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે જે શરીર ને કેટલાય પ્રકારના ચેપ ના ખતરા થી બચાવે છે. દૂધ મા હળદર ભેળવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ શરદી તાવ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

કિશમિશ.

Image source

કિશમિશ શરીર માટે ખૂબ જ ફાયદા કારક હોય છે. કિશમિશ ને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી પાચનતંત્ર સારું રહે છે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

મધ.

મધ માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર માત્રા મળી આવે છે. તેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ શરીર ને શરદી, તાવ અને વાયરલ ચેપ જેવા ખતરા થી બચાવે છે.

ગોળ

Image source

ગોળ ની તાસીર ગરમ હોય છે. તેમાં મળતાં પોષક તત્ત્વો શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારી તેને ચેપ ના ખતરા થી દુર રાખે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment