ઘણા પુરુષોનું સ્વાસ્થ્ય ૪૦ પછી ઘટવા લાગે છે, તેથી આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરો તો વધુ સારું

જો તમારી ઉમર લગભગ ૪૦ વર્ષની આસપાસ છે, તો તમારા આહારમાંથી કેટલાક ખાદ્ય પદાર્થોને હંમેશા માટે વિદાય આપો. તેને ખાવાથી તમને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જે આગળ જતા તમારા માટે જોખમી બની શકે છે.

જો તમે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે પહેલેથી જ સજાગ છો, તો વિશ્વાસ કરો કે તમે જ્યારે ૪૦ વર્ષ ના થશો ત્યારે તમારે કોઈપણ પ્રકારના રોગોનો સામનો કરવો પડશે નહીં. જો તમે ૪૦ના સ્થાન પર છો તો હવે તમારે સંભાળીને ચાલવું પડશે કારણકે તમારા શરીરની જરૂરિયાતો બદલશે.

૪૦ વર્ષ પછી આપણા શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે, જેમકે થાક, મેદસ્વિતા, વાળનું ખરવું, ઉચ્ચ બ્લડ પ્રેશર, શુગર, આંખો અને હાડકાનું નબળું પડવું વગેરે. આવી સ્થિતિમાં, તમારા માટે જરૂરી છે કે તમે તમારા આહારમાં અમુક એવી વસ્તુઓ રાખો, જેનાથી કાયમ માટે અંતર જાળવી રાખવું સારું છે. અહી જાણો એ વસ્તુઓ કઈ છે.

Image Source

વાઈટ પાસ્તા અને બ્રેડ:

સફેદ બ્રેડ અને પાસ્તા ને શુદ્ધ અનાજમાંથી બનાવવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમાંથી બધા જ ફાઇબર અને પોષક તત્વો છીનવી લેવામાં આવે છે અને તે ઉચ્ચ ગ્લાઇસેમીક બની જાય છે. તેને તમે જો નિયમિત ખાશો તો તમારું બ્લડ પ્રેશર વધી જાય છે અને એટલી જ ઝડપથી ઘટી પણ જાય છે.

Image Source

સલાડ ડ્રેસિંગ:

બની શકે કે તમે એવું વિચારીને સલાડ ખાઇ રહ્યા છો કે તે સ્વસ્થ હોય છે.પરંતુ તમે તેમાં જે સલાડ ડ્રેસિંગ નાખી રહ્યા છો, તે તમને ગુપ્ત રૂપે નુકસાન પહોંચાડી શકે છે. ટ્રાન્સ ફૈટ, ખાંડ અને કૃત્રિમ રંગો અને સ્વાદથી ભરપૂર આ ફક્ત તમારા હૃદય માટે જ નહીં પરંતુ હોર્મોન્સ માટે પણ નુકસાનકારક છે. ઘરે જૈતુનનું તેલ, લીંબુનો રસ, સંચળ અને મધ સાથે તાજુ ડ્રેસિંગ બનાવો.

Image Source

વનસ્પતિ તેલ:

વનસ્પતિ તેલ ઘણી શુદ્ધિકરણ અને વિરંજન પ્રક્રિયામાંથી પસાર થાય છે અને અંતે જે ઉત્પાદન આપણને મળે છે તે ચરબીનું એક ખરાબ ગ્રુપ હોય છે, જે સારા કરતા વધારે નુકશાન કરે છે. સોયાબીન, મકાઈ અને તાડનું તેલ તમારા માટે નુકસાનકારક બની શકે છે. કોલ્ડ પ્રેસ્ડ ઓઈલ અને મગફળીનું તેલ, જૈતુનનું તેલ અને ઘરે બનાવેલું ઘી અને માખણનું સેવન કરી શકાય છે પરંતુ તે પણ સીમિત માત્રામાં.

Image Source

કૃત્રિમ પ્રોટીન:

આ પ્રકારના પ્રોટીનને બજારમાં વે પ્રોટીન અને પ્લાન્ટ પ્રોટીનના નામે વેચવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે હોતા નથી. તેમાં પુષ્કળ પ્રમાણમાં ચરબી, કૃત્રિમ મીઠાશ, હાઈડ્રોજન યુક્ત તેલ અને સ્વાદ હોય છે, જે તમારા યકૃત અને હૃદય માટે ખરાબ હોઇ શકે છે.

Image Source

કોકટેલ:

કોકટેલ એક એવું પીણું છે જેની મજા તમે તમારા ૩૦ના દસકામાં ખૂબ લીધી હશે, પરંતુ હવે તેનું સેવન તમારા જીવનને જોખમમાં નાખી શકે છે. હકીકતમાં, કોકટેલનું સેવન કરતી વખતે તમે વધુ પડતી ખાંડ, ખાદ્ય રંગો અને કૃત્રિમ સ્વાદનું જ સેવન નથી કરતા, પરંતુ તમે વધારે પડતા આલ્કોહોલનું સેવન પણ કરો છો. જો તમે લાંબુ અને સ્વસ્થ જીવન ઈચ્છું તો અઠવાડિયામાં ત્રણ વાર એક ગ્લાસ વાઈન લેવું.

Image Source

કૃત્રિમ સ્વિટનર:

ઘણા લોકો ખાંડથી બચવા માટે કૃત્રિમ સ્વિટનરનો ઉપયોગ કરે છે, પરંતુ તે ખાંડની સરખામણીમાં વધારે નુકશાનકારક છે. આ અંગે ઘણા સંશોધન છે, જે સાબિત કરે છે કે સુક્રાલોઝ અને સ્ટીવિયા વજન વધારવા અને જીવનશૈલીને લગતી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. તેનાથી શુગર ક્રેવિંગ્સ પણ વધે છે. તમે તેમને બ્રાઉન શુગર અને કાચા મધ સાથે બદલી શકો છો.

Image Source

સોફ્ટ ડ્રિંક્સ:

આપણે બધા જાણીએ છીએ કે ઠંડા પીણા  કેટલા નુકસાનકારક હોય છે. કેન્સર કાઉન્સિલ વિક્ટોરિયા અને યુનિવર્સિટી ઓફ મેલબોર્નના સંશોધન મુજબ, ખાંડવાળા પીણાના વધુ પડતા સેવનથી કેન્સરનું જોખમ વધી શકે છે. સાથે તે મેદસ્વિતાનું કારણ પણ બને છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અમે ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે અને તમારી સુધી પોહચાડવાનો પ્રયત્ન કરેલ છે, ફક્તગુજરાતી કે ફક્તફૂડ આનું સમર્થન નથી કરતું.

Author: FaktGujarati Team

Leave a Comment