પારલેજી બિસ્કીટ થી બનાવો કંઈક અલગ જ પ્રકારની ઉત્તમ સ્વાદિષ્ટ બરફી

Image Source

આજે આપણે બનાવીશું પાર્લેજી બિસ્કીટ થી એકદમ નવી મીઠાઈ જેને બનાવવા મટે આપણે ગેસ સળગાવવાની પણ જરૂર પડતી નથી. જોવામાં તે એકદમ ચોકલેટ મીઠાઈ જેવી લાગે છે. સૌથી સારી વાત આ સ્વાદિષ્ટ મીઠાઈને ૧૫ દિવસ સુધી સંગ્રહ કરીને પણ રાખી શકો છો.

જરૂરી સામગ્રી.

  • પાર્લેજી બિસ્કીટ -૨ પેકેટ ૧૦ વાળા
  • ખાંડ – બે ચમચી
  • કોકો પાવડર – બે ચમચી
  • ચોકલેટ સીરપ – ૧/૪ કપ
  • દૂધ – ૧/૪ કપ
  • માખણ – બે ચમચી, ઓરડાના તાપમાને હોવું જોઈએ.

રીત

પાર્લેજી બિસ્કિટની મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા બિસ્કીટ ના નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં નાખી બારીક પાવડર બનાવી લો.

બિસ્કીટ ના પાવડરને ચાળણી વડે ચાળી લો. જેથી તેમાં જો બિસ્કીટ ના ટુકડા રહી ગયા હોય તો નીકળી જાય. બિસ્કિટની સાથે કોકો પાવડર અને ખાંડના પાવડરને પણ ચાળી લો.

હવે તેમાં માખણ અને ચોકલેટ સીરપ અને થોડું દૂધ નાખી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. (દૂધને એક સાથે ન નાખતા થોડું થોડું નાખવું.) થોડું થોડું દૂધ નાખી ૫ મિનિટ માટે ભેળવીને કણક તૈયાર કરી લો. હવે તેને ૫ મિનિટ માટે ઢાંકીને રાખી દો.

ભરવા માટેની સામગ્રી.

  • નાળિયેર પાવડર – અડધો કપ•ખાંડ પાવડર – ૩ ચમચી
  • માખણ – એક ચમચી
  • વેનીલા એસેન્સ – બે ટીપાં
  • દૂધ -બે ચમચી

ભરવા માટે એક વાસણમાં નારિયેળ પાવડર, ખાંડ પાવડર, માખણ, બે ટીપા વેનીલા એસેન્સ અને બાંધવા માટે બે ચમચી દૂધ નાખીને ભેળવી લો. આપણું ભરવા માટેનું મિશ્રણ તૈયાર છે.

મીઠાઈ બનાવવા માટે એક માખણ પેપર પર થોડું માખણ લગાવો. સાથે વેલણ પર પણ માખણ લગાવો. હવે કણકને માખણ પેપર પર રાખી વેલણ વડે રોટલીની જેમ વણી લો. તેને થોડું મોટું જ વણવાનું છે કેમકે આપણે મીઠાઈ બનાવી રહ્યા છીએ. જો તમારી કિનારી ફાટી રહી હોય તો હેરાન થવાની જરૂર નથી.

તેને ચોરસ આકારે વણી લો હવે તેના ચારેય કિનારાને કાપીને કાઢી લો. હવે તેને વચ્ચે થી કાપી લો અને બંને વચ્ચે થોડું અંતર રાખો.

Image Source

હવે એક ભાગ પર નારિયેળનું મિશ્રણ રાખીને એક સરખું કરી લો અને માખણ પેપરને વાળતા બીજા ભાગને તેની ઉપર રાખી દો. હવે હળવેથી તેને દબાવો જેથી કરી ત્રણેય પડ એકબીજા સાથે સરખા ચોંટી જાય.

પછી માખણ પેપરથી સારી રીતે વાળી લો. હવે તેને બે થી ત્રણ કલાક માટે ફ્રીઝર માં રાખી દો જેથી તે સારી રીતે સેટ થઈ જાય. નક્કી કરેલા સમયે ફ્રિઝર માંથી કાઢી માખણ પેપર કાઢી લો. આપણી મીઠાઈ બનીને તૈયાર છે.

હવે મીઠાઈને લંબાઈમાં વચ્ચે થી કટ કરી લો. પછી તેને નાના નાના ટુકડામાં કટ કરી લો. આ સ્વાદિષ્ટ મીઠાઈને ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં પણ રાખી શકો છો. આ એકદમ ચોકલેટ બરફી જેવી લાગે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment