ઘરે જ બનાવો આ રીતે સુંદર અને રંગબેરંગી સ્ક્રન્ચીઝ

Image Source

વાળમાં લગાવવામાં આવતા સ્ક્રન્ચીઝ જે આ સામગ્રીથી ઘરે જ બનાવી શકાય છે. અને તે જોવામાં ખુબ જ સુંદર પણ હોય છે.

અત્યારની છોકરીઓ ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય તેવુજ કરવામાં માને છે અને તેમાં પણ આજકાલ વાળમાં લગાવવામાં આવતા સ્ક્રન્ચીઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે.  મહિલાઓ હવે રબર બેન્ડને બદલે સ્ક્રન્ચીસનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તે વાળ ઉપર ખૂબ જ સુંદર લાગે છે અને તેની સાથે જ તેનો ઉપયોગ કરવાથી આપણા વાળ પણ ખૂબ જ ઓછા તૂટે છે.

આમ તો બજારમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કલરફુલ સ્ક્રન્ચીઝ આસાનીથી મળી જાય છે પરંતુ જો તમે ઈચ્છો તો ઘરે જ રહેલા સામાનથી તમે તેને બનાવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો.

આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ રીતથી તમે ઘરે સ્ક્રન્ચીઝ તૈયાર કરી શકો છો એટલું જ નહીં ગિફ્ટ આપવા માટે પણ સ્ક્રન્ચી એક ખૂબ જ સારો ઓપ્શન છે કે જે તમે તેને બનાવી ને કોઈને પણ ગિફ્ટ કરી શકો છો.

Image Source

જુના ડ્રેસમાંથી બનાવો સ્ક્રન્ચીસ

તમારા ઘરમાં એવી ઘણા બધા ડ્રેસ મુકેલા હશે જેને તમે પહેરતા હશો નહીં. તમે ઈચ્છો તો એ જુના ડ્રેસ ની મદદથી તમારા માટે સ્ક્રન્ચીસ તૈયાર કરી શકો છો.

સામાન

 • જૂના ડ્રેસનું ફેબ્રિક – 56 સે.મી
 • સોય – 1
 • કાતર – 1
 • દોરો – 1
 • ઇલાસ્ટિક  – 6 મીમી

બનાવવાની રીત

 • સૌ પ્રથમ, ડ્રેસના કાપડને ને સ્કેલથી માપો અને ત્યારબાદ તેને 51 સેમી લાંબો અને 9 સેમી પહોળો કાપો.
 • ત્યારબાદ કપડાને ઉંધી તરફથી ફોલ્ડ કરીને લંબાઈવાળા ભાગના તરફ થી સીવો.
 • સિલાઈ કર્યા બાદ સેફટીપીન ની મદદથી કપડાં ને સીધું કરો.
 • ત્યારબાદ પીનની મદદથી જ કપડાં ના અંદર ઇલાસ્ટિક નાખો. અને તેની સાથે જ તેના બંને છેડાને એકબીજા સાથે જોડીને સિલાઈ કરો.
 • છેલ્લે કપડાંના છેલ્લા ભાગ ને એકબીજા સાથે જોડીને અને દોરા ની મદદથી સીવો.
 • આ આસન સ્ટેપની સાથે તમારુ સ્ક્રન્ચી તૈયાર થઈ જશે તમે ઈચ્છો તો એવી ઘણી બધી મેચિંગ કલર ની સ્ક્રન્ચીસ તૈયાર કરી શકો છો.

Image Source

જુના રબરબેન્ડ ની મદદથી બનાવો સ્ક્રન્ચીસ

 તમારી પાસે ઘણા સાદા બોરીયા હશે જેનો તમે હવે વધુ ઉપયોગ કરતા હશો નહીં તમે એવા રબર બેનને મદદથી ખુબ જ આસાનીથી પોતાના માટે સ્ક્રન્ચીસ તૈયાર કરી શકો છો.

સામાન

 • રબર બેન્ડ- 1
 • જુનુ કાપડ- 55 સેન્ટીમીટર
 • કાતર -1.
 • સોઈ- 1
 • દોરો- કપડાંના મેચિંગનો

બનાવવાની રીત

 • સૌપ્રથમ કપડાને લંબાઈ અને પહોળાઈ ના હિસાબથી કાપી લો. ત્યારબાદ રબરબેન્ડ ને કપડા ની મદદથી ચારેબાજુ કવર કરો.
 • ત્યારબાદ સિલાઈ મશીન અથવા તો દોરડાની મદદથી કપડાની કિનારીઓને સારી રીતે સીવો.
 • છેલ્લે કપડાની બંને કિનારીને એકબીજા સાથે જોડીને સીવો.
 • આ આસાન રીત થી તમારી રબર સ્ક્રન્ચી તૈયાર થઈ જશે.

Image Source

સિલાઈ વગર સ્ક્રન્ચીઝ બનાવો

જો તમને સિલાઈ અને કડાઈ આવડતી નથી તો પણ તમે તમારા માટે સ્ક્રન્ચીસ તૈયાર કરી શકો છો. સિલાઈ કરવાની જગ્યાએ તમે ગુંદરના ઉપયોગથી પણ સ્ક્રન્ચીસ ને ચોંટાડી શકો છો બસ તેની માટે ધ્યાન રાખો કે ગુંદર મજબૂત હોય.

સામાન

 • ઇલાસ્ટિક – 15 સેન્ટીમીટર
 • સેફટીપિન એક
 • કપડું એક
 • કાતર એક
 • ગુંદર એક

બનાવવાની રીત

 • સૌપ્રથમ કપડાને માપીને યોગ્ય રીતે કાપી લો ત્યારબાદ કપડાંને પ્રેસ કરો.
 • તેના પછી ગુંદરની મદદથી કિનારીને એકબીજા સાથે જોડી દો ધ્યાન રાખો કે ચોટાડવા માટે તમે મજબૂત ગુંદર નો ઉપયોગ કરો જેનાથી મજબૂતીથી કિનારીને જોડી શકાય.
 • ત્યારબાદ પીનની મદદથી ઇલાસ્ટિક ને કપડા ની અંદર નાખો અને પ્લાસ્ટિકની બંને કિનારી ઉપર ગાંઠ લગાવો.
 • ત્યારબાદ ગુંદરની મદદથી કપડાના બંને છેડાને પણ જોડો.

આ 3 રીત થી તમે ઘરે જ તમે તમારી માટે સ્ક્રન્ચીસ બનાવી શકો છો.એટલું જ નહીં તમે સ્ક્રન્ચીસને અલગ-અલગ ફાઇબરના કપડા સાથે બનાવી શકો છો. જેમાં કાટીન સિલ્ક અને પોલિસ્ટર ના સ્ક્રન્ચીસ બનાવી શકો છો જે ખૂબ જ સુંદર લાગે છે લગ્ન અને પાર્ટી માટે તમે નેટ અને થી બનેલા સ્ક્રન્ચીસનો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment