જાણો સવારે ઉઠી ને અંગડાઈ લેવાના ફાયદા,શું તમને ખબર છે ?

વધારે પડતાં લોકો ને સવારે ઊંઘ ઉડ્યા પછી જલ્દી થી પથારી માંથી ઊઠવાનું મન થતું નથી. અહી આવા લોકો માટે ઉઠ્યા પછી પથારી માં પડ્યા રહેવાનું સૌથી સારું કારણ છે. કેમ કે સવાર ના સમયે ઊંઘ ઉડ્યા પછી જલ્દી થી પથારી છોડાવી એ કઈ આળસ નથી પરંતુ એ તો એક સારી વાત છે.

આમ તો તમે તમારી આજુબાજુ ક્યારેક ને ક્યારેક તો જરૂર જોયું હશે કે ફક્ત માણસો જ નહિ પરંતુ પ્રાણીઓ પણ ખેંચાણ કરે છે કેમ કે આ એક પ્રાકૃતિક ક્રિયા છે જે ખૂબ જ જરૂરી છે. નિષ્ણાંતો નું કેહવુ છે કે સવારે ઉઠ્યા પછી તરત જ ખેંચાણ કરવાના એક નહિ અનેક ફાયદા છે, જે આજે અમે તમને બતાવવાના છીએ.

૧.ઊંઘ ઉડી જાય

સવારે આંખો ખુલ્યા પછી પણ ઘણી વાર એવું થાય છે કે આંખો માં ઊંઘ ભરેલી હોય છે અને ઊઠવાનું બિલકુલ મન નથી થતું. ઉઠ્યા પછી આળસ મરડવી કે પછી ખેંચાણ કરવું મગજ ને એ સંકેત આપે છે કે હવે પથારી છોડવાનો સમય થઈ ગયો છે.

૨.ઊર્જા મળે છે

જ્યારે સવારે ઉઠી ને પોતાની જાત ને ખેંચાણ કરો છો ત્યારે તમારા સ્નાયુઓ અને સાંધાઓ ની સુગમતા વધે છે.

૩.પરિભ્રમણ વધુ સારું

સૂતી વખતે આપણે ઘણીવાર એક જ સ્થિતિ મા સૂતા રહીએ છીએ. આ કારણે સવારે ઊઠીને ખેંચાણ કરવાથી લોહી નું પરિભ્રમણ સરખું રહે છે.

૪. આ રીતે કરો ખેંચાણ

સવારે સુઈ ને ઉઠો ત્યારે ખેંચાણ કરો તો ઓછામાં ઓછી ૩૦ સેકંડ સુધી આ સ્થિતિ મા રહો. આ તમારા સ્નાયુઓ માંથી તણાવ ને દૂર કરે છે. ત્યાર બાદ એક ઊંડો શ્વાસ લો અને એક વાર ફરી થી ખેંચાણ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment