નાના બાળકોના ઘૂંટણિયે ચાલવાથી થાય છે આ અદભુત ફાયદા 

માતા-પિતા બનવાના સુખ ને પરમ સુખ માનવામાં આવે છે. બાળકોના જન્મ પછી ઘરે તેમની કિલકારી અને તેમનો અવાજ સંપૂર્ણ વાતાવરણને ખૂબ જ ખુશનુમા બનાવી દે છે. સમયની સાથે-સાથે બાળકોના શરીરનો પણ વિકાસ થવા લાગે છે. ખાસ કરીને બાળક જ્યારે છ મહિનાનું થાય ત્યારે તેમને આપણે બેસાડવાનું શરૂ કરીએ છીએ. જ્યારે આપણે બાળકને બેસાડવાનું શરૂ કરીએ છીએ ત્યારે તે ઘૂંટણના બળે ચાલવા પણ લાગે છે, આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે બાળકોને ઘૂંટણના બળે ચાલવાથી અમુક ફાયદા થશે. તો આવો જાણીએ કેમ છે જરૂરી તમારા નાના બાળકનું ઘૂંટણના બળે ચાલવું.

જ્યારે બાળકો ઘૂંટણના બળે ચાલવા લાગે છે ત્યારે તેમને ન માત્ર શારીરિક લાભ મળે છે, પરંતુ તેમનો માનસિક અને સંવેદનાત્મક વિકાસને પણ થતો જોવા મળે છે. ઘણી વખત આપણે જોયું હશે કે અમુક બાળકો ઘૂંટણના બળે ચાલવાની જગ્યાએ સીધા ઉભા થઈ જાય છે અને ચાલવાનું શરૂ કરી દે છે.

એવી પરિસ્થિતિમાં માતા-પિતાના દિમાગમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગે છે કે, શું ખરેખર બાળકોમાં ઘૂંટણના બળે ચાલવું જરૂરી હોય છે? તમારી આ દુવિધાને દૂર કરવા માટે અમે તમને જણાવી દઈએ કે ઘૂંટણના બળે ચાલવાથી બાળકોને ખૂબ જ ફાયદા થાય છે. તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે અને તેમના પગમાં તાકાત આવે છે.

બાળકના આવવાથી સંપૂર્ણ ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે, પરંતુ જ્યારે તે પોતાના ઘૂંટણના બળે ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેમની ખુશી નું કોઈ ઠેકાણું રહેતું નથી, બાળકોનું ઘૂંટણના બળે ચાલવું ખૂબ જ જરૂરી હોય છે. જે રીતે બાળક ધીમે ધીમે ચાલવાનું શરૂ કરે છે તે જ રીતે તેમના શરીરની લંબાઈ વધવા લાગે છે. તે સિવાય બાળકોના શરીરને ઘણા બધા લાભ થાય છે આજે અમે તમને તેના વિશે જણાવીશું.

તમારા બાળકને આપો પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત આહાર

બાળકોના વિકાસ માટે તેમનો આહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેમને તે બધા જ જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ જેનાથી તેમની શારીરિક અને માનસિક માનસિક વિકાસ ખૂબ જલદીથી સારો થાય એવામાં જ્યારે તમારું બાળક ઘૂંટણના બળે ચાલવા લાગે છે, ત્યારે તે પોતાના પગની સાથે સાથે તેમના હાથ નો પણ ઉપયોગ કરે છે. અને તેનાથી તેમના પગની સાથે સાથે હાથ ના હાડકા અને સ્નાયુઓ પણ ખૂબ જ મજબૂત થવા લાગે છે. આ સમયે બાળકને પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત આહાર આપવો ખૂબ જ જરૂરી હોય છે. જેથી તેમના આ હાડકાંને મજબૂતી મળે અને સ્નાયુઓના વિકાસમાં તીવ્રતાથી ગતિ થતી રહે.

બેલેન્સ બનાવતા શીખવવું

જ્યારે નાનું બાળક ઘૂંટણના બળે ચાલવાનું શરૂ કરે છે ત્યારે ક્યાંક આ બાજુ પડે છે અથવા તો ક્યાં પેલી બાજુ પડે છે, ત્યારબાદ તે ધીમે ધીમે બેલેન્સ બનાવતા શીખી લે છે પરંતુ ધ્યાન રાખો કે જ્યારે બાળક ઘૂંટણના બળે ચાલતું હોય ત્યારે તમારે તેની આસપાસ જ રહેવું જોઈએ.

દ્રષ્ટિ ના નિયમોની સમજ

જ્યારે બાળક ઘૂંટણના બળે ચાલવા લાગે છે ત્યારે તેના પગ અને હાથના સ્નાયુઓ મજબૂત થાય છે અને તેની સાથે સાથે તેની દૃષ્ટિને ક્ષમતામાં પણ વિકાસ થાય છે, તેનો અર્થ એ છે કે આ દરમિયાન તેને નજીક અને દુરની સમજ પણ વધે છે, તેટલું જ નહીં આ સમય દરમિયાન તે પોતાની ગતિ ઉપર નિયંત્રણ કરવાનું પણ શીખી શકે છે.

આત્મવિશ્વાસમાં વધારો થાય છે

આમ તો બાળકો માટે ઘૂંટણના બળે ચાલવાના અનેક ફાયદા થાય છે, પરંતુ શું તમે એ જાણો છો કે આ દરમિયાન તમારા નાના બાળકનો આત્મવિશ્વાસ પણ વધી શકે છે. તે સ્વયં પોતાનો નિર્ણય લેવા લાગે છે એટલે કે જ્યારે તે ઘૂંટણના બળે આમતેમ જાય છે ત્યારે તે નક્કી કરવા લાગે છે કે તેને કઈ દિશામાં જવું છે, અને કેટલી દૂર સુધી જઈને ઊભા રહેવું છે આ પ્રકારના નિર્ણય લેવા માટે તેની વિચારવાની અને સમજવાની શક્તિ નો પણ વિકાસ થવા લાગે છે.

એવી પરિસ્થિતિમાં જ્યારે તેને વાગી જાય છે અને આજ રીતે આવતી દરેક નાની-મોટી બધાનો સામનો કરીને તે દરરોજ આગળ વધતો જાય છે, અને એક દિવસ તે પોતાના પગ ઉપર ઊભુ રહીને ચાલવા લાગે છે.

મગજનો વિકાસ

જેમ કે અમે તમને જણાવ્યું કે બાળકોના ઘૂંટણના બળે ચાલવાથી માત્ર તેમનો શારીરિક નહિં પરંતુ માનસિક વિકાસ પણ થાય છે. આ સમય દરમિયાન તેમને ડાબા અને જમણા મસ્તિષ્કમાં એક બીજાને સમજણ બનાવવાનું શીખવે છે, તે એટલા માટે કારણ કે બાળક એક સાથે ઘણા બધા કામ કરે છે અને તે તેમના દિમાગના અલગ-અલગ ભાગનો ઉપયોગ કરતા હોય છે.

શારીરિક વિકાસ માટે

જ્યારે બાળક ઘૂંટણના બળે ચાલવાનું શીખે છે ત્યારે તેમને માટે શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય છે. આ જ રીતે ચાલવાથી તેમના શરીરના હાડકા મજબૂત બને છે અને શરીરમાં લચીલાપણું આવે છે, આ જ કારણ છે કે જ્યારે નાનું બાળક ઘૂંટણના બળે ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેમને પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત આહાર આપવો જોઈએ.

પોતાની રક્ષા કરતા શીખવું

જ્યારે બાળક જમીન ઉપર ચાલવાનું શરૂ કરે છે ત્યારે તે કોઈ પણ કીડાને જોઈને તેનાથી બચવા માટે તેને મારી નાખે છે અથવા તો ઘણી વખત તે કીડાને જોઈને પોતાનો રસ્તો બદલી નાખે છે, કારણ કે આ સમય સુધી તેમને આ વાતની જાણકારી થઈ જાય છે કે કઈ વસ્તુ તેમની માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment