શું વાળ ખરવાનું કારણ ક્યાંક સ્કીન તો નથી? નિષ્ણાંત પાસેથી જાણો ડ્રાય સ્કીનના કારણો અને ઉપાયો

શું તમને પણ માથામાં શુષ્કતા નો અનુભવ થાય છે? જો હા, તો તે ડ્રાય સ્કેલ્પ હોય શકે છે. ખોડો અને હેર પ્રોડક્ટ્સ ને કારણે પણ ડ્રાય સ્કેલ્પના કિસ્સાઓ વધ્યા છે. તેને યોગ્ય કરવા માટે તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ. લોકો ઘણીવાર વાળમાં તેલ લગાવતા નથી. તમે આવી ભૂલ ન કરો. તેલની સાથે તમારે સ્કેલ્પને ડ્રાય થતી અટકાવવી જોઈએ, તેથી સાફ સફાઈ પર પણ ધ્યાન આપો. ડ્રાય સ્કેલ્પના કારણો, ઓળખ અને સારવાર જાણવા માટે અને ઓમ સ્કિન ક્લિનિક, લખનઉના વરિષ્ઠ કન્સલ્ટેન્ટ ત્વચારોગ ના ડોક્ટર દેવેશ મિશ્રા સાથે વાત કરી.

Image Source 

શું ડ્રાય સ્કેલ્પથી વાળ ખરી રહ્યા છે?:

ડ્રાય સ્કેલ્પને લીધે તમારા વાળમાં ખંજવાળ, બળતરા, ખોડો થઈ શકે છે જે લાંબા સમય સુધી રહેવાને લીધે વાળ ખરવાનું કારણ બને છે. તેથી તમારે ખરતા વાળથી બચવાનું છે અને સ્કેલ્પને ડ્રાય થવા ન દો. ચિંતા પણ ડ્રાય સ્કેલ્પનું એક કારણ હોઇ શકે છે. તમારે સ્વસ્થ વાળ માટે ચિંતા ઓછી કરવી જોઈએ.

કેવી રીતે ઓળખવી ડ્રાય સ્કેલ્પ?

તમને માથું ડિહાઇડ્રેટ લાગશે. ખોડો પણ થઈ શકે છે. ઘણીવાર બળતરા અને ખંજવાળની સમસ્યા પણ વાળમાં થાય છે, તેનો ઉપચાર ન કરીએ તો મુશ્કેલી વધતી જાય છે. તેથી જો તમને વાળના ખંજવાળ નો અનુભવ થાય તો ડોક્ટર પાસેથી સલાહ લો કે હોમ રેમેડી અપનાવો. હેર સ્કેલ્પમા હેર ફોલિક્સ, રક્તવાહિનીઓ હોય છે તેથી ત્યાં કોઈ પણ પ્રકારની સંવેદના વધુ થાય છે. જોકે ખંજવાળ નું કારણ ફક્ત ડ્રાય સ્કેલ્પ નથી હોતું પરંતુ ચિંતાના કારણે પણ ખંજવાળ આવી શકે છે કે પછી કોઈ એવા પ્રોડક્ટના ઉપયોગથી જેમાં ક્લોરિન ભેળવેલું હોય.

Image Source

શા માટે થાય છે ડ્રાય સ્કેલ્પ?

ડ્રાય સ્કેલ્પના ઘણા કારણો હોય છે. વધુ સમય તડકામાં રહેવાથી પણ વાળને નુકશાન થાય છે. જો તમે હિટિંગ મશીનનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તોપણ આવું બની શકે છે. શિયાળાના દિવસોમાં પણ માથામાં ઠંડી હવાને લીધે ડ્રાય સ્કેલ્પની(સુકી ચામડી) સમસ્યા થઈ શકે છે. તમે એમ સમજી શકો છો કે જેમ તમારા હોઠ સુકાઇ જાય છે તેવી રીતે તમારી સ્કેલ્પ પણ ડ્રાય થઈ જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે ખોડો અને ડ્રાય સ્કેલ્પ એક જ છે પરંતુ એવું નથી. ખોડો તૈલીય હોય છે શુષ્ક નહિ. ખોડો ચીકણો હોય છે જ્યારે ડ્રાય સ્કેલ્પમા તમને શુષ્કતા નો અનુભવ થાય છે. તેમજ બીજી બાજુ ખોડો વધે છે. તે તમારા હોર્મોન્સના સ્તરના ઉતાર ચઢાવ પર આધારિત છે કે પછી જો તમે ચરબી યુક્ત ચીજોનું સેવન કર્યું છે તો પણ ખોડો થઈ શકે છે.

શું હેર પ્રોડક્ટથી ડ્રાય સ્કેલ્પ થાય છે?

નહિ! હેર પ્રોડક્ટ્સથી સીધુ ડ્રાય સ્કેલ્પ થતું નથી પરંતુ હા તમે કહી શકો કે હેર પ્રોડક્ટસ પણ એક કારણ હોઇ શકે છે. હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી જો તે તમારા વાળમાં રહી જાય તો તે ત્વચાના કોષોને નુકસાન કરે છે. હેર પ્રોડક્ટમાં સૌથી વધારે નુકસાનકારક ડ્રાય શેમ્પૂ છે. તેના કણો સરળતાથી વાળમાંથી નીકળતા નથી. આ દરેક ડ્રાય સ્કેલ્પના કારણો હોઈ શકે છે.

ડ્રાય સ્કેલ્પ માટે શું કરવું?

જો તમને પણ ડ્રાય સ્કીન  સમસ્યા હોય તો માથામાં સાદુ તેલ લગાવીને મસાજ કરો. ડ્રાય સ્કેલ્પ ફક્ત તેલ લગાવવાથી સરખું નથી થતું. મોઈશ્ચરના ઉણપને કારણે પણ થઈ શકે છે. જો તમારી ત્વચામાં પાણીની ઊણપ હોય તો ડ્રાય સ્કીન સમસ્યા થઈ શકે છે. ડ્રાય સ્કેલ્પને લીધે તમને ખોડા જેવા સફેદ કણો વાળમાં જોવા મળશે અને તેલ લગાવવાથી તે કણો વધારે દેખાશે તેથી તમારે તમારા ડોક્ટર પાસેથી સલાહ લઈને સારા હેર ટોનરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ખંજવાળ અને બળતરા ઓછી થશે. તમારે તમારા સ્કેલ્પને એક્સ્ફોલિયેટ પણ કરવો પડશે અને ગુંચવાય નહીં તેવા કાંસકાથી વાળની ગૂંચ કાઢવી પડશે.

બ્રાઉન રાઈસ વાળ માટે ફાયદા કારક છે.

વાળના સારા સ્વાસ્થ્ય માટે તમે બ્રાઉન રાઈસ નો ઉપયોગ પણ કરી શકો છો.તેમાં વિટામિન બી ૧, વિટામીન બી૩, વિટામિન બી૬ વિટામિન ઈ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. ડ્રાય સ્કેલ્પને લીધે વાળમાં સફેદ કણો જામી જાય છે. જો તમે આખી રાત બ્રાઉન રાઈસને પલાળીને તેનું પાણી સવારે વાળમાં લગાવશો તો આ સમસ્યા દૂર થશે. બ્રાઉન રાઈસ માં સેલેનિયમ હોય છે તેનાથી ખોડો દૂર થાય છે. તેના નિયમિત ઉપયોગથી વાળનો વિકાસ પણ સારો થાય છે. તમારે ફક્ત અઠવાડિયામાં એકવાર ચોખાના પાણીથી સ્કેલ્પનું માલિશ કરવાનું છે. તેનાથી વાળમાં લોહીનો પ્રવાહ સરખો રહે છે અને વાળ સ્વસ્થ બનશે.

ડ્રાય સ્કેલ્પથી બચવા માટે શું ખાવું જોઈએ?

તમારા વાળને બિન જરૂરી પેશી માનવામાં આવે છે તેથી તમે જે કંઈ પણ ખાશો તેનાથી વાળને અંતે ફાયદો થશે પરંતુ તમારા શરીરમાં જે વસ્તુની ઉણપ હશે તેના લીધે વાળ પર તેની અસર સૌથી પહેલા પડશે. એકંદરે વાળ માટે સારો આહાર જરૂરી છે. વાળ માટે એક સંતુલિત આહારમાં પ્રોટીન, આયર્ન અને કોમ્પ્લેક્સ રીચ ફૂડ હોવું જરૂરી છે.

વાળ માટે આહારમાં પ્રોટીન, આયર્ન અને કોમ્પ્લેક્સ કાર્બ નો સમાવેશ કરો:

આપણા વાળ પ્રોટીનથી બને છે તેથી આપણા વાળ ના સારા સ્વાસ્થ ્ય માટે પ્રોટીન યુક્ત આહાર જરૂરી છે. ઈંડા, માછલી, માંસ, ઓછી ચરબી વાળી કુટીર ચીજ પ્રોટીન આહાર ના સારા ઉદાહરણ છે. તમે તેને તમારા આહારમાં સમાવેશ કરો. જે લોકો શાકાહારી છે તેઓ બદામ, ટોફુ ખાઈ શકે છે. આ ઉપરાંત તમારે આયર્ન નો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ. તેના માટે તમે લાલ માસ, બટાકા, પાલક, સફરજનનું સેવન કરો. ત્રીજી જરૂરી વસ્તુ છે કોમ્પ્લેક્સ કાર્બ. તેના માટે તમે બ્રાઉન રાઈસ, હોલ – વિટ ટોસ્ટ ને તમારા આહારમાં સમાવેશ કરો.

Image Source

ડ્રાય સ્કેલ્પ માટે ચારકોલ હેર પેક લગાવો.

વાળ માં ફોડલી અને તેલ દૂર કરવા માટે ચારકોલ અસરકારક માનવામાં આવે છે. તમે તમારા શેમ્પુ સાથે ચારકોલ ભેળવીને વાળમાં લગાવી શકો છો. સ્કેલ્પ એકદમ સાફ થઈ જશે. સ્કેલ્પ પર ચારકોલ લગાવવાથી દુર્ગંધ અને ગંદકી પણ દૂર થઈ જશે. ચારકોલ લગાવવાથી ફંગલ ચેપ પણ દૂર થાય છે. તેનાથી ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. તમે શેમ્પૂ કરતા પહેલા ચારકોલને માથા પર હળવા હાથેથી ઘસી શકો છો કે પછી તમે ચારકોલ પાવડરને શેમ્પૂમાં ભેળવીને લગાવી શકો છો.

હેર પેક બનાવવાની રીત:

ચારકોલ નો તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તમે તેને હેર સ્ક્રબ રીતે પણ ઉપયોગ કરી શકો છો. બે ચમચી ચારકોલ નાળિયેરના તેલમાં ભેળવીને સ્કેલ્પ પર લગાવો અને માલિશ કરો. વીસ મિનિટ પછી માથું ધોઇ લો. તમે માઈલ્ડ શેમ્પૂમાં ચારકોલ પાવડર ભેળવી શકો છો. આ વાતનું ધ્યાન રાખવું કે એક્ટિવેટડ ચારકોલ થોડો અવસ્થિત હોય શકે છે તેથી તેનો ઉપયોગ ધ્યાનથી કરવો.

વાળને સારો આહાર આપવા અને સાફ રાખવાની સાથે આ સરળ રીતો અપનાવીને તમે ડ્રાય સ્કેલ્પની આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment