પાકિસ્તાન ના સિંધ પ્રાંત માં એક હિન્દુ મંદિર માં થઈ તોડ ફોડ.. ચાલો જાણીએ શું છે હકીકત

કડિયું ઘનોર શહેર માં હિન્દુ સમુદાય ના કોહલી, મેઘવાડ, ગુવારિયા, અને કરિયા સમુદાય ના લોકો રહે છે. અને તેઓ બધા રામ પીર મંદિર માં પૂજા અર્ચના કરે છે.

સ્થાનીય પ્રાથમિક વિધ્યાલય ના શિક્ષક, મનુ લાંજર એ કહયું કે, મંદિર નું નિર્માણ દાન ના પૈસા થી કરવામાં આવ્યું હતું. એટલા માટે તેમણે ફેસબુક પર પોસ્ટ કરી હતી અને તેના પછી લોકો એ તેમને આર્થિક રીતે મદદ કરી હતી. અને લગભગ દોઢ વર્ષ પહેલા જ તેનું નિર્માણ પૂર્ણ થયું હતું.

Image Source

મંદિર ના મુખ્ય પૂજારી એ મનુ લાંજર ને બધી ઘટના વિશે કહ્યું. તેના પછી મનુ તેના મિત્ર એ ત્યાં જઈને તેની પુષ્ટિ કરી. તેમનું કહેવું હતું પોલીસ અને સ્થાનીય લોકો ની મદદ થી એક સન્ગધિત ને પકડી લીધો.

આ ઘટના ની પ્રાથમિકતા માં, વાદી અશોક કુમાર એ કહ્યું કે, તેમની સાથે બીજા ત્રણ લોકો આ મંદિર ની રક્ષા કરતાં હતા.

અશોક કુમાર એ કહ્યું કે તેઓ બધા જ શનિવારે મંદિર ના પ્રાંગણ માં બેઠા હતા. જ્યારે એક વ્યક્તિ સવારે 10 વાગે ત્યાં આવ્યો. આ વ્યક્તિ પહેલા પણ ત્યાં આવતો-જતો હતો. થોડી વાર પછી,મંદિર માંથી એક આવાજ આવ્યો. તે મૂર્તિ ને પાડી રહ્યો હતો. અને તેને સળિયા થી તોડી રહ્યો હતો. જ્યારે તેને જોઈ ને લોકો એ બૂમ પાડી તો તે ભાગી ગયો.

અશોક કુમાર નું કહેવું છે કે,  એ વ્યક્તિ એ  ધાર્મિક મૂર્તિ ને પાડી ને તેને નુકશાન પહોંચાડ્યું છે અને સમુદાય ને અપમાનિત કર્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જોઈએ.

કડિયું ગનોર પોલીસ એ પાકિસ્તાન દંડ સંહિતા અનુસાર, ધારા 295(એ) ના અંડર માં મામલો નોંધી લીધો. અને એ વ્યક્તિ ને પકડી લીધો.

અશોક એ  કહ્યું કે એ વ્યક્તિ પોતાનું બયાન બદલી રહ્યો છે. પણ તેનો સંબંધ કોઈ ચરમપંથી સંગઠન સાથે નથી. તેને અદાલત માં હાજીર કરવામાં આવે. અને પૂછતાછ માટે રિમાન્ડ પર લેવામા આવે.

રામ પીર મંદિર નું નિર્માણ કેવી રીતે થયું?

રામ પીર નો જન્મ પાંચસો વર્ષ પહેલા જોધપુર થી દોઢ સો કિલોમીટર દૂર રાનો જય શહેર માં થયો હતો અને ત્યાં જ તેમની સમાધિ છે.

તેમના અનુયાયી માં નીચલી જાતિ ના લોકો જેવા કે, મેઘવાડ, કોલહી, ભીલ સન્યાસી, જોગી,બાગડી ,ખત્રી, અને લોહાર જેવા લોકો સામેલ છે. જે ભારત ની સાથે સાથે પાકિસ્તાન માં આવેલા છે.

Image Source

સિંધ ના હૈદરાબાદ શહેર થી 30 km દૂર ટંડવાળિયા નામની જગ્યા છે. જય રામ પીર નું એક મોટું મંદિર છે.

મંદિર વિશે ત્યાં ના એક ધાર્મિક નેતા ઈશ્વર દાસ કહે છે. સો વર્ષ પહેલા ખત્રી સમુદાય નો એક વ્યક્તિ સંતાન પ્રાપ્તિ માટે રામ પીર ની સમાધિ પાસે ગયા હતા.

ત્યાં એમને એવું લાગ્યું કે તેમણે કોઈ આવજ સાંભળ્યો. જેનાથી તેમણે પોતાના શહેર ટંડવાળિયા માં એક મંદિર બનાવા માટે પ્રેરિત કરવામાં આવ્યું. કારણકે તીર્થયાત્રી માટે અહી આવું મુશ્કેલ હતું.

ત્યાં પણ લોકો ની બાધા પૂરી થાય છે. ખત્રી સમુદાય નો એ વ્યક્તિ એક જોડી ચંપલ જોડે આવ્યા અને અહી એક મંદિર બનાવ્યું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ ન્યુજ અમે https://www.bbc.com/hindi/international-54499047 માથી લીધેલ છે.

1 thought on “પાકિસ્તાન ના સિંધ પ્રાંત માં એક હિન્દુ મંદિર માં થઈ તોડ ફોડ.. ચાલો જાણીએ શું છે હકીકત”

Leave a Comment