કાંડાના દુખાવા અને સોજાથી જો તમે પરેશાન હોય, તો આ ૧૦ સરળ રીતોથી છુટકારો મેળવી શકો છો.

કાંડામા દુખાવો થવો એ લોકોની એક સામાન્ય સમસ્યા છે, જેના લીધે મોટાભાગે લોકો પરેશાન રહે છે.

Image Source

કાંડા માં દુખાવાનું કારણ દરેક માટે જુદું હોય છે, ઘણા કલાકો સુધી કમ્પ્યુટર અને લેપટોપ ઉપર કામ કરવાને લીધે દુખાવાનો શિકાર બને છે તો કોઈ હાથથી કરતાં ભારે કામને લીધે. આ પ્રકારના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો ઘણીવાર ઘણા પ્રકારની રીતો અજમાવે છે કે પછી દુખાવાથી રાહત આપતી ગોળીઓનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સરળતાથી આ દુખાવો અને દુખાવાથી થતા સોજાથી છુટકારો મેળવી શકશો. જીહા, આપણે ડો. અનાર સિંહ આયુર્વેદિક કોલેજ તેમજ હોસ્પિટલના પ્રોફેસર તેમજ વિભાગના અધ્યક્ષ, શલ્ય તંત્ર ના ડોક્ટર રાખી મહેરા સાથે આ વિષય ઉપર વાત કરી. તેમણે જણાવ્યું કે કાંડામાં થતા દુખાવા અને સોજા થી કેવી રીતે રાહત મેળવી શકાય છે.

કાંડામાં થતા દુખાવાના ઘરેલુ ઉપાયો:

૧. હળદર:

Image Source

હળદર તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે એ તો તમે બધા જ જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે હળદર તમારા કાંડાના દુખાવા અને સોજામાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જીહા, હળદરમાં એવા ગુણો મળી આવે છે જે ફક્ત તમને બેક્ટેરિયા અને ચેપથી જ દૂર નથી રાખતું, પરંતુ તે તમારા શરીરમાં થતા સોજાને દૂર કરવાની સાથે સાથે દુખાવાને પણ દૂર કરવાનું કામ કરે છે. તમે હળદરનું સેવન કરીને પણ તેનો લાભ મેળવી શકો છો કે પછી તમે હળદર અને મધનો લેપ લગાવીને પણ તેનાથી તમારા દુખાવાને શાંત કરી શકો છો. ડોક્ટર રાખી મહેરા નું કહેવું છે કે જ્યારે તમારા કાંડામાં દુખાવો અને સોજો થવા લાગે ત્યારે તમે હળદરનો લેપ તમારા કાંડા ઉપર રાત્રે લગાવીને સૂઈ જાઓ. તેનાથી તમને સવાર સુધી માં ઘણી રાહત જોવા મળશે. તેમજ, જો તમે હળદર વાળું દૂધ પીઓ છો તો તેનાથી પણ તમારા શરીરમાં થતા સોજાને સરળતાથી દૂર કરી શકાય છે.

૨.ગરમ થેરાપી:

ગરમ થેરાપી શિયાળામાં ઘણા પ્રકારના દુખાવા, સોજા અને ઘાનો ઉપચાર કરવા માટે એક અસરકારક વિકલ્પ રૂપે આપણી સામે છે. તેની મદદથી કોઈપણ સરળતાથી પોતાનો દુખાવો અને સોજા ઓછા કરી શકે છે. નિષ્ણાંત રાખી મહેરાના મત મુજબ, જે લોકોના કાંડામાં દુખાવો અને સોજા લાંબા સમય સુધી રહે છે અને દૂર થવાનું નામ નથી લેતા તેવા લોકોએ દરરોજ ગરમ થેરાપી લેવી જોઇએ. તમે હિટિંગ પેડની મદદથી તમારા કાંડાને શેકી શકો છો કે પછી તમે ગરમ પાણી સાથે તેનો ફાયદો લઈ શકો છો. નિયમિત રીતે આમ કરવાથી તમે તમારા કાંડાના દુખાવા અને સોજાને સરળતાથી દૂર કરી શકો છો.

૩.બરફનો શેક:

બરફ પણ તમારા કાંડાના દુખાવાને સરળતાથી ઓછો કરવાની સાથે તેને કાર્યરત રાખવામાં મદદ કરી શકે છે. તમે બરફને એક ટુવાલમાં લઈને વીંટાળી લો. ત્યારબાદ તમે તેને સરખી રીતે કાંડાના તે ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો અને સોજાનો અનુભવ થાય છે. તમે લગભગ ૧૫ થી ૨૦મિનિટ સુધી બરફનો શેક કરો ત્યારબાદ તમને તમારા કાંડા પરથી સોજા દૂર થતાં જોવા મળશે. તમે દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ સુધી બરફથી તમારા કાંડાને શેકો.

૪. આદુનું સેવન જરૂર કરો:

Image source

આદુ પણ હળદરની જેમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેનું સેવન નિયમિત રીતે કરવાથી તમે તમારા શરીરના કોઈપણ ભાગમાં થતાં દુખાવા અને સોજાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આદુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા કાંડામાં થતા દુખાવાને સરળતાથી દૂર કરી શકે છે. ડોક્ટર રાખી મહેરાનું કહેવું છે કે તમે આદુનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે તેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો કે પછી આદુવાળી ચા પણ પી શકો છો. આ ઉપરાંત તમે આદુંને પાણીની સાથે ઉકાળી લો અને તેને ઠંડુ કરીને ગાળી લો. ત્યારબાદ તમે સરળતાથી આ પાણીને પી લો, તેનાથી તમે સરળતાથી તમારા દુખાવામાં રાહત અનુભવશો.

૫.ચેરી:

ડોક્ટર રાખી મહેરા જણાવે છે કે ચેરીમાં એન્થોસીયાનિન, ફાયટોન્યુટ્રિએન્ટ્ હોય છે જે ખૂબ જ અસરકારક એન્ટીઓક્સીડેન્ટ રૂપે માનવામાં આવે છે. આ ગુણોની મદદથી તમારા કાંડામાં થતો દુખાવો ઓછો કરી શકાય છે. સાથે જ તે તમારા સોજાને પણ વધતા રોકે છે. નિષ્ણાંત જણાવે છે કે દરરોજ એક ગ્લાસ ચેરી પીવાથી તમારા શરીરના બધા જ સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

૬. લસણનો ભોજનમાં સમાવેશ કરો:

Image source

લસણ ઘણા યોગિક ગુણો સાથે આપણી સામે છે, તે તમને ઘણા પ્રકારના ગંભીર રોગોથી દૂર રાખવાની સાથે તમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં આયુર્વેદમાં લસણને ઘણા ચેપ વિરુદ્ધ અસરકારક માનવામાં આવે છે જેની મદદથી ઘણા બેક્ટેરિયા અને ચેપ તમારાથી દૂર રહે છે. આવી જ રીતે કાંડાના દુખાવાને દૂર કરવા માટે પણ લસણ ઘણુ ફાયદાકારક છે. તમે લસણનો તમારા ભોજનમાં સમાવેશ કરીને પોતાને સ્વસ્થ રાખી શકો છો કે જો તમારે તેનાથી માલિશ કરવું હોય તો તમે દરરોજ નવશેકા સરસવના તેલમાં લસણને નાંખીને સરખી રીતે ગરમ કરી લો. હૂંફાળું હોવાથી તેને તમે તમારા કાંડા ઉપર લગાવીને હળવા હાથથી માલિશ કરો.

૭. જૈતુનનું તેલ:

Image source

જૈતુનનું તેલ પણ તમારા કાંડાના દુખાવા અને સોજાને ઓછા કરવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે. જીહા, જૈતૂનના તેલમાં પુષ્કળ પ્રમાણમાં એવા ગુણો હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરી શકે છે. જૈતૂનના તેલમાં ઔલિયોકૈથલ ગુણ મળી આવે છે જેને ડોક્ટર સોજા ઓછા કરવા રૂપે જાણે છે. તેના માટે તમે તમારા ભોજનમાં જૈતુનના તેલનો સમાવેશ કરી શકો છો કે પછી જો તમારે ઝડપથી રાહત મેળવવી હોય તો તમે જૈતૂનના તેલથી દરરોજ માલિશ કરો. જૈતુનના તેલ થી માલિશ કરવા માટે તમે જૈતુનના તેલને થોડું ગરમ કરી લો જેથી તે તમારા સ્નાયુઓ અને હાડકા સુધી સરળતાથી પહોંચીને તેને રાહત આપી શકે.

૮. ભોજનમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરો:

પોતાને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ભોજનમાં બધા પૌષ્ટિક આહારનો સમાવેશ કરો. જ્યારે તમે તમારા શરીરમાં બધા જ પોષણની પૂર્તિ કરો છો ત્યારે તેનાથી તમને કોઈપણ રોગ કે સ્થિતી સામે લડવામાં મદદ મળી શકે છે. આવી જ રીતે કાંડાના દુખાવામાં રાહત મેળવવા માટે પણ જરૂરી છે કે તમે તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, પ્રોટીન અને બીજા પોષણની ઉણપને દૂર કરો. નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા લોકોના સાંધાના દુખાવાનું કારણ તેમનો આહાર પણ હોય છે જેમાં પોષણની ઘણી ઉણપ જોવા મળે છે.

૯. સફરજનનો સિરકો:

સફરજનનો સિરકો ઘણા પ્રકારના ચેપને દૂર કરવાની સાથે તમને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સફરજનના સિરકામાં એવા ગુણો મળી આવે છે જે તમારા શરીરમાં આવેલા સોજા, બળતરા અને દુખાવાને ઓછા કરવાનું કામ કરે છે. તમે તેના માટે ગરમ પાણીમાં એક ચમચી સફરજનનો સિરકો ભેળવો અને તેમાં મધનો સમાવેશ કરો અને તેનું સેવન કરી લો. જોકે ડોક્ટર રાખી મહેરા કહે છે કે જો તમારા કાંડામાં દુખાવો હોય તો તમે સફરજનના સિરકાનો ઉપયોગ કરવા માટે કોઇ ડોક્ટરનો સંપર્ક જરૂર કરો.

૧૦.વ્યાયામ જરૂર કરવો:

દરરોજ કમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવાને લીધે તમારા કાંડા ખૂબ મહેનત કરે છે જે પછી ખૂબ જ થાક નો સામનો કરે છે. આ દરમિયાન જો તમે તેને સરખી રીતે એક્ટિવ કે આરામ નથી આપતા તો તેનાથી તમારા કાંડામાં સોજા અને દુખાવો થઈ શકે છે. તે માટે જરૂરી છે કે તમે દરરોજ કાંડા માટે થોડી હળવી કસરત જરૂર કરો. આ ઉપરાંત જો તમે કસરત નથી કરી શકતા તો કાંડાના અમુક મૂવમેન્ટને જરૂર અપનાવો જે તમને દુખાવા અને સોજા જેવી પરિસ્થિતિથી દૂર રાખી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment