ઘરેલું ઉપચાર ગરમી માં ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી છૂટકારો મળી રહેશે…વાંચો જાણવા જેવી માહિતી…

Image Source

ગરમીઓમાં આપણાને મોટા ભાગે પાણીની જરૂર રહેતી હોય છે. પરંતુ જો યોગ્ય પ્રમાણમાં આપણા શરીરને પાણી ન મળે તો આપણા શરીરમાં ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. તેમા પણ ડિહાઈડ્રેશન જેવી સમસ્યા આપણા માટે ભારે સાબિત થઈ શકે છે. ગરમીઓમાં ખાસ કરીને આપણાને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે અમે તમને ડિહાઈડ્રેશન વીશે સંપૂર્ણ માહિતી આપીશું ..

Image Source

શું છે ડિહાઈડ્રેશન ?

શરીરમાં જ્યારે પાણીનો અભાવ સર્જાય ત્યારે ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને આ સમસ્યા સામાન્ય નથી હોતી પરંતુ તેને સામાન્ય ગણીશું તો આ સમસ્યા આપણા માટે ગંભીર સાબિત થઈ શકે છે. જોકે ડિહાઈડ્રેશનના બીજા ઘણા બધા કારણોને લીધે પણ થઈ શકે છે. જે વીશે અમે નીચે તમને વીગતવાર રીતે જણાવીશું

Image Source

ડિહાઈડ્રેશન શા માટે થાય છે ?

ખાસ કરીને જો તમને પરસેવો થતો હોય તો તમને ડિહાઈડ્રેશન થઈ શકે છે. પાણીના અભાવને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાતી હોય છે. જો તમે વધારે પડતી કસરત કરશો તો પણ તમને ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ સીવાય જો તમને તાવ આવ્યો હોય, ઉલ્ટી થઈ હોય કે પછી ઝાડા થયા હોય તો પણ તમને ડિહાઈડ્રેશન થઈ શકે છે.

Image Source

શું છે ડિહઈડ્રેશનના લક્ષણો ?

ડિહાઈડ્રેશનના લક્ષણો વીશે જો આપણે વાત કરીએ તો મોટા ભાગે ડિહાઈડ્રેશનમાં તરસ વધારે લાગતી હોય છે. સાથેજ મોઢું પણ વધારે સુકાઈ જાય છે. પેશાબ નથી આવતી. આ ઉપરાંત તમારા પેશાબનો રંગ પણ પીળાશ પડતો થઈ જાય છે અને માથામાં પણ તમને ભયંકર દુખાવો થાય છે.

ડિહાઈડ્રેશન થાય ત્યારે આપણા સ્વભાવમાં ચીડીયાપણું આવી જાય છે અને ઘણી વખત ચક્કર પણ આવતા હોય છે. ઉપરાંત આપણું હ્રદય પણ ઝડપથી ધબકવા લાગે છે. આપણાને જોર જોરથી શ્વાસ લેવો પડે છે. સાથેજ ઘણી વખત લોકો ડિહાઈડ્રેશનને કારણે બેભાન પણ થઈ જતા હોય છે.

આતો થઈ ડિહાઈડ્રેશન કેવી રીતે થાય છે. તેના લક્ષણો શું છે અને સમસ્યા કેવી છે. પરંતુ હવે અમે તમને જણાવીશું કે તમે ઘરેલું ઉપચાર દ્વારા પણ ડિહાઈડ્રેશનથી બચી શકો છો,

છાશ

ડિહાઈડ્રેશનથી બચવા માટે છાસ સચોટ ઉપાય છે, એક કપ છાશ માં થોડીક સુંઠ નાખીને તેને મીકસ કરો અને તેનું સેવન કરો આવું કરવાથી તમને ડિહાઈડ્રેશનથી રાહત મળશે કારણકે છાસમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા સારા છે. સાથેજ તેના કારણે આપણા પેટને ઠંડક મળે છે.

લીબુંનું તેલ

એક ગ્લાસ તેલમાં લીંબુના તેલના બે ટીપા નાખજો અને તેને પી જજો. જો આવું નિયમીત રીતે કરશો તો તમને ડિહાઈડ્રેશન ક્યારેય પણ નહી થાય કારણકે તેમા એંટી ઓક્સીડેંટ ગુણો રહેલા હોય છે. જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહેતું હોય છે.

આજ રીતે તમે વાઈલ્ડ ઓરેન્જ એસેન્સીઅલ ઓઈલ, પેપરમિંટ એસેન્સીઅલ ઓઈલ પણ પાણીમા નાખી પી  શકો છો. કારણકે તેના દ્વારા પણ તમને ઘણો ફાયદો મળી રહેશે.

નારીયેળ પાણી

1 ગ્લાસ નારિયેળ પાણીમાં ઘણાજ પૌષ્ટીક તત્વો રહેલા હોય છે. દિવસમાં જો તમે 4 થી 5 ગ્લાસ નારીયેળ પાણી પીશો તો તેના કારણે તમને સોડિયમ અને પૌટેશિયમ જેવા તત્વો મળી રહેશે. જેના કારણે તમારા શરીરમાં ક્યારેય પણ ડિહાઈડ્રેશનની સમસ્યા નહી સર્જાય.

 

સૂપ

અલગ અલગ પ્રકારના સૂપ લોકો પીવાનું પસંદ કરતા હોય છે. સૂપ પોષક તત્વો ખજાનો છે. જો સૂપ પિવાનું તમે નીયમીત રીતે રાખશો તો તમને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી રાહત મળી રહેશે. કારમકે તેમા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. ખાસ કરીને જો તમે ચીકન મટન ખાવાના શોખીન છો તો તમારે પહેલા ચીકન અથવા મટનનો સુપ પીવો જોઈએ…

 

કેળા

રોજના બે થી ત્રણ કેળા ખાવાથી આપણા શરીરને પુષ્કળ પ્રમાણમાં લાભ મળી રહેતા હોય છે. ખાસ કરીને જો તમે કસરત કરવાના શોખીન છો તો તમારે કસરત કરતા પહેલા કેળા ખાવા જોઈએ. તેમા પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી કેળા ખાવાથી તમારા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા નહી સર્જાય..

Image Source

ઓઆરએસ

ચાર કપ પાણીમાં અડધી ચમચી મીઠું અને 6 ચમચી ખાંડ નાખીને તેને યોગ્ય રીતે મિક્સ કરીને પીજો. આ પ્રવાહીને તમે દિવસમાં ત્રણ લિટર જેટલું પી શકો છો. આના સેવનને કારણે તમારા શરીરમાં ક્યારેય પણ ડિહાઈડ્રેશન જેવી સમસ્યા નહી સર્જાય. કારણકે ઓઆરએસને કારણે શરીરમાં સોડિયમનું સ્તર વધી જતું હોય છે.

Image Source

જવનું પાણી

એક કપ જવના પાણીમાં ત્રણથી ચાર કપ પાણી નાખજો અને બાદમાં સ્વાદ અનુસાર તેમા મધ નાખજો આ પાણીને 30 થી 40 મીનીટ સુધી ઉકાળજો અને પાણી ઠંડુ થાય ત્યારે તેમા લીંબુનો રસ નાખીને તેને પીજો. જવનું પાણી પીવાથી તમારા શરીરમાં એંટીઓક્સીડેંટ અને વિટામીન વધે છે. જેના કારણે તમને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી રાહત મળી રહેતી હોય છે.

અથાણાનો રસ

અથાણાનો રસ પણ તમારા માટે ઘણો ફાયદાકારક છે. કસરત કરતા પહેલા તમે અથાણાનો રસ પીજો. દિવસમાં એક વાર અથાણાનો રસ પિવાથી તમારા શરીરમાં જો વધારે પ્રમાણમાં પોટેશિયમ અને સોડિયમ હોય તો તે નિકળી જાય છે. જેથી અથાણાનો રસ પિવાથી પણ તમારા શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ક્યારેય નથી સર્જાતી…

Image Source

લીંબુ પાણી

એક ગ્લાસ પાણીમાં તમે અડધો લીંબુ નીચવજો. ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર મધ નાખજો. આ લીંબુ પાણીને તમે દિવસમાં 3 થી 4 વખત પિવાનું રાખો. જેના કારણે તામારા શરીરમાં પોટેશિયમ સોડિયમ અને મેગ્નેશીયમના સ્તરમાં વધારો થશે. જેથી જો તમે નીયમીત રીતે આ પાણી પિવાનું રાખશો તો તમારે ડિહાઈડ્રેશનનો સામનો નહી કરવો પડે…

સફરજનનું જ્યુંસ

અડધા ગ્લાસ પાણીમાં એક સફરજન જેટલું જ્યુંસ બનાવો, અને રોજ તેને બે વખત પિવાની આદત રાખજો. સફરજનમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ રહેલું હોયછે. જેથી રોજ આ જ્યુસને 2 વખત પીશો તો તમારા શરીરમાં ક્યારેય પણ ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. ખાસ કરીને બાળકોને સફરજનનું જ્યુસ પિવડાવવું જોઈએ કારણે તેમના માટે તે ઘણુંજ ફાયદાકારક હોય છે.

નારંગીનું જ્યુંસ

નારંગીને છોલીને તેમાથી 1 ગ્લાસ જેટલું તેનુ જ્યુંસ કાઢજો. આ જ્યુંસને તમે જ્યારે વ્યાયમ કરો તે પહેલા પિવાની આદત પાડજો. દિવસમાં એક કે 2 વખત તમે નારંગીનું જ્યું પી શકો છે. નારંગીમાં ખનીજ તત્વોનો ભરપૂર સ્ત્રોત રહેલો હોય છે. સાથેજ તેમા પોટેશિયમ ઈલેકટ્રોલાઈટ અને મેગ્નેશીયમ જેવા ઘણા તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ખુબજ ફાયદેમંદ છે.

Image Source

રાસબરીનું જ્યુંસ

રાસબરીનું બે ગ્લાસ જ્યુંસ દરરોજ પિવાથી આપણા શરીરને અઢળક ફાયદાઓ થાય છે. સાથેજ તેમા વિટામીન સીની માત્રા પણ મોટા પ્રમાણમાં હોય છે. અને ઈલેક્ટ્રોલાઈટ જેવા તત્વો પણ રહેલા હોય છે. જેના કારણે શરીરમાં પાણીનું સંતુલન જળવાયેલું રહે છે. અને તમારા શરીરમાં ક્યારેય પણ ડિહાઈડ્રેશનની સમસ્યા નથી સર્જાતી…

મીઠું

મીઠામાં સોડિયમ વધારે પ્રામાણાં હોય છે. સોડિયમના અભાવને કારણે પણ ઘણી વખત આપણા શરીરમાં ડિહાઈડ્રેશન થતું હોય છે. જેથી મીઠાને કારણે આપણા શરીરમાં સોડિયમની માત્રા પ્રમાણસર રહે છે. માટે પાણીમાં મીઠું નાખીને પીશો તો પણ તમને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી રાહત મળી રહેશે.

દહી

એક કપ દહીમાં એક ચપટી મીઠું નાખજો અને દિવસમાં બે વખત તે દહિનું સેવન કરજો. આવું કરવાથી શરીરમાં ઈલેકટ્રોલાઈટની માત્રા વધી જાય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા નથી સર્જાતી. સાથેજ દહી ખાવાથી આપણાને અન્ય ગંભીર બિમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે.

Image Source

સોલ્ટ બાથ

એક ચમચી મીઠું એક ડોલ પાણીમાં નાખજો. અને તે પાણથી તમે 15 થી 20 મીનીટ સુધી નાહજો. અઠવાડિયામાં તમે ત્રણથી ચાર વખત આવું કરશો તો તમને ઘણો ફાયદો થશે. ખાસ કરીને સીઘવ મીઠું નાખશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે. શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધશે અને તમને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી રાહત મળી રહેશે.

Image Source

કેવી રીતે ડિહાઈડ્રેશનથી બચશો ?

ડિહાઈડ્રેશનથી બચવા માટે ખાસ કરીને જે ફળોમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય તેવા ફળોનું સેવન કરવું જોઈએ જેમા તરબૂચ, સ્ટોબેરીનું ખાસ કરીને વધારે સેવન કરવું જોઈએ .સાથેજ જો તમને કસરત કરવાની આદત છે. તો તમારે પ્રોટીન શેક જરૂરથી પીવું જોઈએ . જોકે એક ખાસ વાત એ પણ છે કે જો તમે દારૂનું સેવન કરો છો. તે તેના કારણે પણ ડિહાઈડ્રેશન થતું હોય છે. સાથેજ જો તમને ધુમ્રપાન કરવાની આદત છે. તો તે પણ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. એ સીવાય તમે જો કસરત કરો છો તો તમારે ખાસ કરીને હલ્કા કપડા પહેરવાની આદત પાડવી જોઈએ..

તો મિત્રો આ લેખમાં તમે વાચ્યું કે ડિહાઈડ્રેશન ખરેખર શું હોય છે. અને તેના દ્વારા તમે કેવી રીતે બચી શકશો. જેમા ખાસ કરીને ઘરેલું ઉપચાર દ્વારા પણ તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. પરંતુ જો તમારી સમસ્યા વધારે પડતી ગંભીર હોય તો તમે પહેલા ડૉક્ટરની સલાહ લેવાનું રાખજો .

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” અને “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *