બાળકોથી લઈને વૃદ્ધો સુધી, કઈ વયની વ્યક્તિએ પોતાની આંખોની કાળજી કેવી રીતે રાખવી જોઈએ? તેના વિશે જાણો

Image Source

આંખ એ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. પરંતુ તેની કાળજી આપણે સૌથી ઓછી રાખીએ છીએ. આ કારણે જ આજકાલ આંખોની સમસ્યા ખૂબ વધી ગઈ છે. પહેલા આંખોની મોટાભાગની સમસ્યાઓ ૪૦ની વય પછી શરૂ થતી હતી, પરંતુ હવે નાના બાળકોમાં પણ આ સમસ્યાઓ થવા લાગી છે. આંખોની વધતી જતી સમસ્યાઓ માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમાં બદલાતી જીવનશૈલી એ સૌથી મોટું કારણ છે. પહેલા નાના બાળકો પાસે ફોન લેપટોપ હતા નહીં, જેના લીધે તેની આંખો પર વધારે દબાણ પડતું નહતું, પરંતુ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે બાળક ત્રણ વર્ષની ઉંમરથી જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આંખોને તે ઉંમરમાં જે પોષકતત્વો મળવા જોઈએ તે ન મળવાને લીધે બાળપણથી જ આંખોની સમસ્યાઓ થાય છે. સ્વસ્થ આંખો માટે જરૂરી છે કે તેની સમયસર તપાસ થાય અને લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે. કહેવાય છે જ્યારે જાગો ત્યારે સવાર. તો હજુ પણ સમય નથી વીત્યો. જો તમારે તમારી આંખો દરેક વયે સ્વસ્થ રાખવી હોય તો આ ઉપાયો અજમાવી શકો છો.

બાળપણમાં આંખોની સંભાળ:

ઘણીવાર આંખોની નાની-મોટી સમસ્યાઓ ને નજરઅંદાજ કરતા ક્યારે કોઈ મોટી સમસ્યા બની જાય છે તેની કોઈને જાણ રહેતી નથી. તેથી કહેવામાં આવે છે કે ડોક્ટર બાળકના જન્મ પછી તેની આંખોની તપાસ કરી લે, જેથી આંખોમાં કોઈ તકલીફ હોય તો તરત જાણ થાય. જો કોઈ માતાપિતા તે સમયે બાળકોના આંખની તપાસ ન કરાવવા માંગતા હોય, તો જ્યારે બાળક મોટું થાય અને સ્કૂલે જવાનું ચાલુ કરે ત્યારે તેની આંખોની તપાસ જરૂર કરાવવી. બાળકને જોવામાં જો કોઈ તકલીફ થતી હોય તો માતા-પિતાએ યોગ્ય આંખના નિષ્ણાત પાસે લઈ જવું. આ ઉપરાંત આંખમાં કોઈ બીજી નબળાઈ તો નથી તેની પણ તપાસ કરાવવી. બાળપણમાં આંખો સ્વસ્થ રહે તેના માટે નીચે દર્શાવેલી બાબતો ધ્યાનમાં રાખવી.

  1. એવા બાળકો જેનો જન્મ સમય પહેલાં થયો હોય કે વજન ઓછું હોય તેમની આંખોની તપાસ નિયમિત કરાવવી. તે બાળકોને વિટામીન એ ની સપ્લિમેન્ટ જરૂર આપવી. જો આ ઉપચાર ન કરવામાં આવે તો બાળકને રતાંધળાપણાની સમસ્યા થઈ શકે છે.
  2. જો બાળકને આંખોમાં દુખાવો કે માથાના દુખાવાની સમસ્યા છે તો તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવું.
  3. બાળકને વધારે સમય ખુરશી પર વળીને બેસવા ન દેવું.
  4. બાળકની આંખોમાંથી પાણી આવવું, કોઈપણ પ્રકારના સોજા ચડવા વગેરે થવા પર પણ ડોક્ટરને બતાવવું.
  5. બાળકોને સખત પ્રકાશથી દૂર રાખવા.

તરુણાવસ્થામાં આંખોની સંભાળ:

આજકાલ યુવાનોને દિવસ અને રાતનો ઘણો સમય કમ્પ્યુટર ઉપર વિતાવવો પડે છે. ક્યારેક નાઈટ શિફ્ટ કરવું તો ક્યારેક દિવસમાં એક્સ્ટ્રા વર્ક. દિવસનો ભાગ્યે જ કોઈ સમય હોય છે જ્યારે આપણે કમ્પ્યૂટર કે ફોનની સ્ક્રીન જોતા નથી, તેથી જ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ વધી રહી છે. તેમજ આંખોની શુષ્કતા ની સમસ્યા પણ વધી રહી છે. તરુણાવસ્થામાં આંખોની કાળજી કેવી રીતે કરવી, તેના વિશે નીચેની બાબતો પર ધ્યાન આપવું.

  1. કોમ્પ્યુટર પર કામ કરતી વખતે થોડા થોડા સમયે આંખો મીચી લો. આંખોને વચ્ચે વચ્ચે આરામ આપતા રહો અને પછી કામ કરવાનું ચાલુ કરો.
  2. કમ્પ્યૂટર સ્ક્રીનને લાંબા સમય સુધી આંખોને ઝપકાવ્યા વગર ન જોવી.
  3. આંખોને સુરક્ષિત કરવા માટે ચશ્મા પહેરો.
  4. ચાલતી વખતે કે પછી ઓછા પ્રકાશમાં વાંચવું નહીં.
  5. આંખો નીચે ડાર્ક સર્કલ ન થાય તેના માટે મોબાઇલનો ઉપયોગ ઓછો કરવો.

વૃદ્ધાવસ્થામાં આંખોની સંભાળ:

આ સમય આંખો અને સંપૂર્ણ શરીર માટે ખૂબ જ પીડાદાયક હોય છે. મોટા ભાગે ઘણી સમસ્યાઓ વૃદ્ધાવસ્થામાં થાય છે. આમ તો ૪૦ની વય પછી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. તેવા લોકોએ દર વર્ષે આંખની તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત યોગ્ય જીવનશૈલી અપનાવીને પણ આંખોની સમસ્યાથી બચી શકાય છે.

જો લોકો તેની આંખોમાં થતી પ્રારંભિક સમસ્યાઓને નજરઅંદાજ ન કરે તો પછી તેમને મોટી સમસ્યાઓ નહીં થાય કે ખૂબ જ ઓછી થશે. આંખોને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ રસ્તો ખરાબ જીવનશૈલીને પાટા પર લાવવાનો છે. પહેલા નાના બાળકોને આંખોની સમસ્યા થતી ન હતી, પરંતુ હવે થઈ રહી છે. આ બધું ખરાબ જીવનશૈલીને લીધે થાય છે. તેથી તેને સુધારવી જરૂરી છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *