કસરત કર્યા પછી આ વસ્તુ ખાવાથી તમને બે ગણો ફાયદો થશે.

ડાયટ અને તંદુરસ્તી એક સાથે ચાલે છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, તેની સીધી અસર કસરત અને તેમના પરિણામ પર પડે છે. વર્કઆઉટ નો સંપૂર્ણ લાભ ઉઠાવવો હોય તો તમારા માટે જાણવું જરૂરી છે કે કસરત પછી તમારા શરીરને ક્યારે, શું અને કેટલી માત્રામાં જોઈએ?

ઓમલેટ:

ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. એક ઈંડામાં 70 કેલેરી તેમજ 6.3 ગ્રામ પ્રોટીન મળી આવે છે. અને તેમની એ તો ખબર જ હશે કે સ્નાયુઓ બનાવવા માટે પ્રોટીનનું સેવન કેટલું જરૂરી હોય છે. અંતે વર્કઆઉટ પછી ઘણી બધી શાકભાજીવાળુ વેજીટેબલ ઓમલેટ સ્વાદિષ્ટ પણ હોય છે અને ફાયદાકારક પણ.

ઓટમીલ:

વર્કઆઉટ પછી ઓટમીલ ખાવાથી લોહીમાં સુગર નો પ્રવાહ ધીમે ધીમે થાય છે. તમે ઇચ્છો તો તેમાં ફળો પણ ભેળવી શકો છો. ફળો ભેળવવાથી તેમાં પ્રવાહી પદાર્થ ની માત્રા વધી જાય છે. જેનાથી શરીર હાઈડ્રેટ રહે છે.

કેળા:

કેળામાં ભરપૂર માત્રામાં ગુડ કાર્બ્સ મળી આવે છે, જેની વર્કઆઉટ પછી આપણા શરીરને જરૂર હોય છે. આ કાર્બ્સ શરીરમાં ગ્લાયકોઝનના સ્તરને વધારવા તેમજ ક્ષતિગ્રસ્ત સ્નાયુઓને સરખા કરવામાં મદદ કરે છે. તે આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ પણ આપે છે.

વેજીટેબલ સેન્ડવીચ કે ઇંડાની સેન્ડવીચ:

Image by LuckyLife11 from Pixabay

બ્રાઉન બ્રેડની બનેલી વેજીટેબલ સેન્ડવીચ કે પનીર સેન્ડવીચમાં કાર્બોહાઇડ્રેટની સાથે સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ મળી આવે છે. જો તમે નોનવેજ ખાવ છો તો ઈંડા કે ચિકન સેન્ડવીચ પણ એક સારો વિકલ્પ છે. તમે ઈચ્છો તો પનીર બટર સેન્ડવીચ પણ ખાઈ શકો છો.

ગ્રિલ્ડ ચિકન કે મિક્સ વેજીટેબલ:

Image source

તમે શેકેલુ ચિકન તેમજ લીલા શાકભાજી ઓ પણ ખાઈ શકો છો. ચિકન માં રહેલું લીન પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ પેટ ભરવામાં મદદ કરે છે. તેને વધુ સ્વસ્થ બનાવવા માટે ચિકનને ઓલીવ તેલમાં રાંધવું અને તેમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું. જો તમે વર્કઆઉટ પછી સલાડ ખાવા ઇચ્છો છો તો પછી અડધો કપ ઓછામાં ઓછું આખું અનાજ, જેમ કે બ્રાઉન રાઈસ, પાસ્તા કે કેનવા ખાઓ.

શેકેલા શક્કરિયા:

એક કે બે શક્કરિયાને ઓવન કે ગેસ પર શેકીને ખાઓ. શક્કરિયા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ થી ભરપૂર હોય છે. જે વર્કઆઉટને લીધે શરીરમાં ઘટતા ગ્લાયકોજનના સ્તરને ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

વે પ્રોટીન:

વે પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનના નિર્માણની ગતિ વધી જાય છે. તે મહત્વનું છે કે ઇન્સ્યુલિન ગ્લુકોઝ શોષી લેવામાં તેમજ ઉર્જા પ્રાપ્ત કરવામાં સ્નાયુઓની મદદ કરે છે. તેને તમે દૂધ કે પછી પાણી સાથે લઈ શકો છો. વે પ્રોટીન શરીરને જરૂરી એમીનો એસીડ પણ પ્રદાન કરે છે. જો તમે પ્રોટીન પાઉડર લેવા નથી માંગતા તો એક ગ્લાસ સોયામિલ્ક, સો ગ્રામ ઓછું ચરબીવાળુ પનીર, એક પ્લેટ સ્પ્રાઉટ્સ કે ૧ થી ૨ ચણાના લોટના ચીલા ખાઓ. આ ખાદ્ય પદાર્થ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

સુકામેવા:

જો તમે ખૂબ ઉતાવળમાં છો અને તમારી પાસે નાસ્તો બનાવવા માટે સમય નથી તો એક મુઠી સૂકા મેવાનું સેવન કરો. સૂકામેવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે, જે સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *