શુ તમને ખ્યાલ છે કે વધુ પડતી ભારતીય સ્ત્રીઓ બને છે આ પાંચ પ્રકારના કેન્સર નો શિકાર?

image source

મિત્રો, એફ.આઈ.સી.સી.આઈ. અને અર્ન્સ્ટ એન્ડ યંગના એક્સપાંડિંગ કેન્સર કેર ફોર વુમન ઈન ઈન્ડિયા ૨૦૧૭ના અહેવાલ મુજબ આપણા દેશમા દર વર્ષે ૧ થી ૧.૪ લાખ મહિલાઓ ને કેન્સરની બીમારી નો સામનો કરવો પડે છે. એ જ અહેવાલમા વર્ષ ૨૦૧૫ મા જણાવ્યુ હતુ કે, સ્ત્રીઓમા કેન્સર ના કુલ ૪૦ ટકા કેસોમા સ્તન કેન્સર-૧૯ ટકા , સર્વાઈકલ અને  ગર્ભાશય કેન્સર-૧૪  ટકા અને અંડાશયના કેન્સર-૭ ટકા હતા.

યુ.એસ.એ. અને ચીન બાદ હાલમા કેન્સર ભારતીય મહિલાઓને સૌથી વધુ પીડિત બનાવી રહ્યું છે. આ સાથે જ ભારત આ કિસ્સામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. અહીં અમે તમને કેન્સર ના મુખ્ય પ્રકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી મહિલાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

Image by maleni ferrari from Pixabay

બ્રેસ્ટ કેન્સર :

આ કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્તનમાં અનિયંત્રિત અથવા અસામાન્ય રીતે કોષો વધવા લાગે છે. તે સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ પોતાના ૨૦૧૬ ના અહેવાલમાં કન્સસેન્સસ મેનેજમેન્ટ ફોર બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું છે કે દર વર્ષે ૧,૪૪,૦૦૦ મહિલાઓને કેન્સર હોવાનું નિદાન થાય છે. ડોકટરો કહે છે કે, આ બીમારીથી પીડિત પ્રત્યેક બે મહિલામાંથી એકનું મોત થાય છે.

સર્વાઇકલ કેન્સર :

આ કેન્સર ગર્ભાશય અને ગર્ભાશયની નીચેના સાંકડા ભાગ સર્વાઈકલમાં થાય છે. જ્યારે સરેરાશ આ કેન્સરના કેસો ૩૮ વર્ષની ઉંમરે વધુ જોવા મળે છે પરંતુ, ૧૫ વર્ષની ઉંમરે પણ આ બીમારી થઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ  કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના એક અહેવાલ મુજબ આ કેન્સર થી પીડિત મહિલા નુ આપણા દેશમા દર આઠ મિનિટમા મૃત્યુ થાય છે. આ કેન્સર એચ.પી.વી. વાયરસ હ્યુમન પેપિલોમા વાયરસને કારણે થાય છે અને સેક્સ માણ્યા પછી આ વાયરસ જીવનસાથીમાં પણ સંક્રમિત થઈ શકે છે.

ઓવેરીયન  કેન્સર :

અંડાશય એ સ્ત્રીઓના શરીર નો એક ભાગ છે જે ઇંડા બનાવે છે. આ અંડાશય ના કેન્સરઈની સમસ્યાના લક્ષણો સરળતાથી શોધી શકાતા નથી અને આ બીમારી ખૂબ જ અંતમાં મળી આવે છે. શરૂઆતમા સ્ત્રીઓ તેની અવગણના કરે છે અને તેને અન્ય બીમારીઓ જેમકે, પેટ નુ ફૂલવુ , પેટના નીચલા વજનની નિશાની તરીકે સાબિત કરે છે. અંડાશય ના કેન્સર ની વિલંબથી થતી તપાસના પરિણામે સ્ત્રીઓમા પ્રજનન ક્ષમતા નો અભાવ થઈ શકે છે અને આ કિસ્સાઓમા તેના અસ્તિત્વ ની શક્યતા પણ ઓછી થાય છે.

ગર્ભાશય કેન્સર :

જ્યારે ગર્ભાશય ની આંતરિક સ્તરના કોષો વધવાનું શરૂ કરે છે, ત્યારે ગર્ભાશયનું કેન્સર થાય છે. જ્યારે ગર્ભાશયમાં ગાંઠ હોય ત્યારે સ્ત્રીને અસામાન્ય રક્તસ્રાવ થાય છે, જેના કારણે રોગ પ્રારંભિક તબક્કે આ કેન્સરના લક્ષણો મળી આવે છે. ડોકટરો કહે છે કે કેન્સર પ્રથમ તબક્કે એક જગ્યાએ થાય છે. જો આ તબક્કે આ રોગની તપાસ થાય છે, તો શસ્ત્રક્રિયાની મદદથી ગર્ભાશયને દૂર કરીને કેન્સરને વધતા અટકાવી શકાય છે અને પાંચ વર્ષ સુધી પીડિતના જીવિત રહેવાની સંભાવના ૯૫ ટકા સુધી વધે છે.

કોલોરેક્ટલ કેન્સર :

આ કેન્સર ગુદામાર્ગ અને આંતરડામાં વિકાસ પામે છે. આ બંને અવયવો પાચક સિસ્ટમ નો ભાગ છે. પર્યાવરણીય અને આનુવંશિક કારણો આ કેન્સર માટે જવાબદાર હોય શકે છે. તેમછતા આનુવંશિક કારણો ને તેના જોખમકારક પરિબળોમાં સૌથી સામાન્ય માનવામા આવે છે, ડોકટરો કહે છે કે, આ કેન્સરના મોટાભાગના કિસ્સા આનુવંશિક પરિબળો દ્વારા થતા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કોલોરેક્ટલ કેન્સર એ વિશ્વમાં કેન્સરથી થતાં મૃત્યુનું ત્રીજું સામાન્ય કારણ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment