શું તમે પણ રાત્રે સુતા પહેલા વાપરો છો ફોન? તો તે તમારી માટે જીવલેણ સાબિત થઈ શકે છે 

આપણામાંથી ઘણા બધા લોકો રાત્રે સૂતા પહેલાં ઘણા બધા સમય સુધી સુતા સુતા મોબાઈલ ચલાવ્યા કરે છે, સંપૂર્ણ દિવસ ની વ્યસ્તતા પછી આજ એક સમય હોય છે જ્યારે વ્યક્તિ કંઈક ને કંઈક મનોરંજન કરવા માટે થોડોક સમય ફોનમાં વ્યતીત કરે છે. ઘણી વખત મોબાઈલ જોવાનો શોખ આદતમાં બદલાઈ જાય છે, જેના કારણે પછીથી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.

ઘણી વખત રાત્રે લાંબા સમયથી ફોનનો ઉપયોગ કરવાના કારણે ઘણી બધી બીમારીઓને જોખમ રહે છે, અને આ વિષયમાં અમે ચાઈલ્ડ અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ભાવના સાથે વાત કરી તેમને રાત્રે ફોન ચલાવવાથી થતી સમસ્યાઓ વિશે ખૂબ જ જરૂરી વાત જણાવી, અને જેના વિશે તમારે જરૂરથી જાણવું જોઈએ. તો આવો જાણીએ સુતા પહેલા ફોનનો ઉપયોગ કરવાના ઘણા બધા નુકશાન વિશે.

સુતા પહેલા ફોનનો ઉપયોગ એટલે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપવું

ફોનના ઉપયોગ પર એક્સપર્ટ ડોક્ટર ભાવનાએ જણાવ્યું કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન પર આપણે લાગી રહીએ છીએ ત્યારે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ, જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારી થઇ શકે છે. ત્યાંજ વધુ સમય સુધી ફોન ચલાવવાની અસર આપણી ઉપર પણ પડે છે, એવામાં એ જ સારું રહેશે કે તમે મોડી રાત સુધી સુતા પહેલા ફોન વધુ સમય સુધી વાપરો નહિં.

આંખો થઈ જાય છે કમજોર

મોબાઈલ અથવા લેપટોપની સ્ક્રીન ને વધુ સમય સુધી જોઈએ છીએ ત્યારે આંખોની સમસ્યા આપણા શરીરમાં વધી જાય છે. તેથી જ રાત્રે ફોનનો ઉપયોગ કરવો તમારી આંખો માટે પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. ફોન માંથી નીકળતા ખતરનાક કિરણો તમારી આંખોને ધીમે ધીમે ખરાબ કરે છે, જેને લીધે અલગ અલગ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે.

માનસિક સમસ્યાઓને મળે છે વધારો

રાત્રે વધુ પડતા ફોનના ઉપયોગથી તમે ઘણા બધા પ્રકારની માનસિક સમસ્યાઓ થવાનું જોખમ રહે છે, આ જ કારણ છે કે ફોનની આદત લોકોને ખૂબ જ ચીડીયા બનાવે છે, જ્યાં લોકો અચાનક ફોન મળતો નથી ત્યારે ઘણી વખત હિંસક થઈ જાય છે.

સામે આવે છે ઘણી બીજી બધી તકલીફ

ફોન વાપરવાની આદતથી થતી બીમારીના લક્ષણો શરૂઆતથી જ સામે આવવા લાગે છે, જેમ કે કોઈ પણ વ્યક્તિને ઊંઘ ન આવવી, આંખો માં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી દર્દીને ઘણી બધી તકલીફ થઈ શકે છે.

કયા ઉંમરના લોકો થાય છે આ આદતનો શિકાર

આમતો ફોન ની આદત આજકાલ દરેક ઉંમરના લોકોમાં સામેલ છે પરંતુ તેનો સૌથી વધુ પ્રભાવ ૧૦થી ૨૫ વર્ષના લોકોમાં જોવા મળે છે. આ લોકોમાં ફોન ની આદત ભરપૂર માત્રામાં જોવા મળશે, કોરોનાવાયરસ પહેલા આ આદત નાના બાળકો માટે થોડી ઓછી હતી, પરંતુ અમુક સમયથી મોબાઇલ નાના બાળકો નો મિત્ર બની ગયો છે, એવામાં સૌથી વધુ ધ્યાન ની જરૂર આ ઉંમરના લોકો માટે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment