શું તમને પણ ટ્યુબલાઈટ અથવા બલ્બની સફાઈ કરવામાં મુશ્કેલી પડે છે?? તો આ સરળ હેક્સ અજમાવીને ઓરડાને પ્રકાશિત કરો

Image Source

મોટાભાગે લોકો જ્યારે ઘરની સફાઈ કરે છે ત્યારે તેને ટ્યુબલાઈટ અને બલ્બની સફાઈ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ તે રીત જેને જાણીને તમે થોડી જ મીનીટોમાં તેને સાફ કરી શકો છો.

દિવાળી ખૂબ નજીક આવી રહી છે. આ તહેવાર પર ઘરની સફાઈ ધામધૂમથી થાય છે. ઘરના દરેક ખૂણામાંથી ગંદકી બહાર કાઢવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ કેટલીક વસ્તુઓને સાફ કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. જેમકે ટ્યુબલાઈટ અને બલ્બ. જી હા, ટ્યુબલાઈટ અથવા બ્લબ ગંદો થવાથી તેનો પ્રકાશ ઓછો થવા લાગે છે. જો તમે આ ટિપ્સ અજમાવશો, તો દિવાળીમાં તમારો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠશે. તો ચાલો તે હેક્સ વિશે જાણીએ જેનો ઉપયોગ કરી તમે બલ્બ અને ટ્યુબલાઈટની સફાઈ સરળતાથી કરી શકો છો.

ટ્યુબલાઈટ અને બલ્બ સાફ કરવાની ટિપ્સ

1. બેકિંગ સોડાનો ઉપયોગ કરો

  • ટ્યુબલાઈટ અને બલ્બની સફાઈ કરવા માટે સૌથી પેહલા તમે એક વાસણમાં 2 કપ પાણી અને 2 ચમચી બેકિંગ સોડા નાખી સરખી રીતે ભેળવી લો.
  • હવે સફાઈ કરવાના કપડાને તે લીક્વીડમાં ડુબાડી અને નિચવી લો.
  • હવે નીચવેલા કપડાથી ટ્યુબલાઈટ અને બ્લબને સાફ કરો. આ પાણીનો ઉપયોગ 1-2 વાર કરો.
  • 30 મિનિટ પછી તેને સુકાયેલ કપડાથી લૂછી લો. તેમ કરવાથી તમારા ઘરની ટ્યુબલાઈટ અને બલ્બ તો સાફ થશે પરંતુ સાથે સાથે ઓરડામાં તેનો પ્રકાશ પણ વધી જશે.

2. સફેદ સરકાનો ઉપયોગ કરો.

  • સફેદ સરકાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી અને 2 ચમચી સફેદ સરકો નાખી સરખી રીતે મિક્સ કરો.
  • હવે નીચવેલા કપડાને તેમાં ડુબાડી ટ્યુબલાઈટને સાફ કરો.
  • દ્રાવણ સીધું ટ્યુબલાઈટ પર નાખશો નહિં. આવી રીતે કરવાથી ટ્યુબલાઈટ પેહલા ની જેમ સાફ જોવા મળશે.

3. ડ્રાય ડસ્ટિંગ કરો

  • તમારા ઘરના ટ્યુબલાઈટ અને બલ્બ ખૂબ ગંદા થઈ ગયા છે, તો તેની સફાઈ કરવા માટે એક સુકુ કપડું લો.
  • હવે તેનાથી હળવા હાથે ટ્યુબલાઈટ અને બલ્બ પર રહેલ ગંદકીને ખેરવાનો પ્રયત્ન કરો.
  • ત્યારબાદ તેને હળવા હાથથી લૂછી લો. તેમ કરવાથી ટ્યુબલાઈટ અને બલ્બ ઘણા સાફ થઈ જશે.

4. એસેન્શિયલ ઓઈલ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો

  • એસેન્શિયલ ઓઇલ અથવા સ્પ્રેથી બલ્બ અને ટ્યુબલાઈટની સફાઈ કરવા માટે સૌથી પહેલા એક સુકુ કપડું લો.
  • હવે તે કપડાં પર ઓઇલ અને સ્પ્રેના થોડા ટીપા નાખો.
  •  હવે આ કપડાથી ટ્યુબલાઈટ અને બલ્બને હળવા હાથે લૂછો.
  • લૂછ્યા પછી તેને 20-25 મિનિટ સુધી સુકાવા દો. તેમ કરવાથી તમારી ટ્યુબલાઈટ અને બલ્બ સાફ થશે અને ઓરડાનો પ્રકાશ પેહલા કરતા ઘણો વધી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment