શું તમને પણ ખૂબ વધારે ગેસની સમસ્યા છે? પેટની આ ગંભીર સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે

Image Source

આપણને દરેકને ક્યારેક તો ગેસની સમસ્યા ચોક્કસ થાય છે જે આપમેળે જ સારી થાય છે. આ કારણ છે કે મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. હંમેશા લોકો કોઈને કોઈ ઘરેલુ ઉપચાર થી ગેસથી છુટકારો મેળવી લે છે, પરંતુ જો તમને નિયમિત ગેસની સમસ્યા થાય છે અને ઘણા દિવસ સુધી રહે છે તો તે ચિંતાની વાત બની શકે છે. ખાસકરીને જો ભોજન અને લાઇફ સ્ટાઈલમાં ફેરફાર પછી પણ તમને ખૂબ ગેસ રહે છે તો તેના કેટલાક ખાસ કારણ હોઈ શકે છે.

કેટલાક ખાસ ફૂડ આઈટમને પચાવવામાં સમસ્યા

કેટલાક લોકોને ઘણા ખાસ પ્રકારના ફૂડ આઈટમ પચાવવામાં સમસ્યા થાય છે જેમકે કાર્બોહાઈડ્રેટ વાળું ભોજન જ્યારે પચતું નથી તો ગેસ અને સોજાની સમસ્યા થવા લાગે છે. આ પ્રકારની સમસ્યા ઘણા ફૂડ આઈટમ સાથે થઈ શકે છે. જેમકે ઘણા લોકોને દૂધ પચતું નથી, ઘણા લોકોને ફ્રુક્ટોઝ પચી શકતું નથી તેમજ ઘણા લોકોને ગ્લુટેન ડાયેટથી સમસ્યા થાય છે. તેવીજ રીતે ઘણા લોકોને કાર્બોહાઈડ્રેટ ફૂડ પણ પચી શકતું નથી.

ઇરિટેબલ બાઉલ સિડ્રોમ

ઇરિટેબલ બાઉલ સિડ્રોમના કારણે પેટમાં દુખાવો અને મળોત્સર્જનમાં મુશ્કેલી થાય છે. તેનાથી હંમેશા ડાયરિયા અથવા કબજિયાતની પણ સમસ્યા રહે છે. તેના કારણે પેટમાં ખૂબ ગેસ બને છે અને સોજા થાય છે જેના કારણે ઘણી સમસ્યા થાય છે. આ અમુક ખાસ ફૂડ, દવાઓ અને ક્યારેક ક્યારેક ઈમોશનલ સ્ટ્રેસના કારણે પણ થઈ શકે છે. ઇરિટેબલ બાઉલ સિડ્રોમના લક્ષણ અચાનક દેખાઈ છે અને તેની જાતે જ ચાલ્યા જાય છે. જો ખૂબ સમસ્યા ન થાય તો તેને લાઇફ સ્ટાઈલ અને ભોજનના માધ્યમે નિયંત્રિત કરી શકાય છે પરંતુ સમસ્યા વધવા પર ડોકટરનો સંપર્ક પણ કરવો પડે છે.

ગેસ્ટ્રોએસોફેજલ રિફલકસ ડીસિઝ

આ એક એવી બીમારી છે જેમાં એવું લાગે છે કે ભોજન કર્યા પછી આ ભોજન નળીથી બહાર આવી રહ્યો છે. તેના કારણે છાતીમાં બળતરા ( એસિડ રિફલકસ / હાર્ટબર્ન ) પેટમાં એસિડ ફરીથી આવવું અથવા ગળામાં ગાંઠ થવાનો અનુભવ થઈ શકે છે. ડીપ ફ્રાય ફૂડ, ચોકલેટ, કોફી અને શરાબ હંમેશા આ સમસ્યાને વધારવાનું કામ કરે છે. મેદસ્વીતા અને પ્રેગનેન્સીના સમયે પણ આ સમસ્યા વધી શકે છે.

આંતરડામાં બેકટેરિયાની સંખ્યા વધી જવી

બેક્ટેરિયાની સંખ્યા અચાનક વધી જવી અથવા નાના આંતરડામાં બેકટેરિયાના આકારમાં બદલાવ તમારા પેટના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. બેક્ટેરિયા પેટમાં વધારે ગેસ બનાવે છે જેનાથી તમને હંમેશા ગૈસી અનુભવ થઈ શકે છે. તેના કારણે ઝાડા અને વજનમાં અચાનક ઘટાડો પણ થઈ શકે છે. બેક્ટેરિયા અચાનક વધી જવાથી ડોક્ટરને જણાવવાની સ્થિતિ પણ આવી શકે છે.

પેટની અન્ય સ્થિતિ

પેટમાં વધારે ગેસ બનવો ઘણી બાબતોનું સંકેત હોઈ શકે છે જેમકે ડમ્પીંગ સિડ્રોમ ( એક બીમારી જેમાં ભોજન પાચનતંત્ર પાસેથી ખૂબ ઝડપથી પસાર થાય છે) હર્નીયા અથવા ટયુમરના કારણે આંતરડામાં અડચણ આવવા લાગે છે. તે કિડનીની પથરી, પિત્ત પથરી, પિત્તાશયની થેલીમાં સોજા, પેપ્ટીક અલ્સર અથવા ક્રોહન રોગના લક્ષણ પણ હોઈ શકે છે. જો કે આવી સ્થિતિમાં પેટના ગેસ ઉપરાંત ઘણા લક્ષણ દેખાઈ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment