ઉનાળામાં ઠંડું-ઠંડું દહીં ગર્ભાવસ્થાની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે

ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપતું દહીં ગર્ભવતી મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ઉનાળાની ઋતુમાં દહીં ખૂબ ખાવામાં આવે છે.  કેટલીકવાર દહીંમાંથી લસ્સી બનાવવામાં આવે છે અને કેટલીક વાર એક બાઉલ દહીં ખાવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સગર્ભા સ્ત્રીઓ પણ ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન દહીંનું સેવન કરી શકે છે, પરંતુ તે ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવું જોઈએ કે કેમ તે જાણવાની કોશિશ પણ કરતા નથી.

હા, ગર્ભાવસ્થાના આહારમાં કંઇપણ ઉમેરતા પહેલા, તમારે તેના ફાયદા અને ગેરફાયદા જાણવા જોઈએ.

શું તમે ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાઈ શકો છો?

દહીં પેસ્ટરાઇઝ્ડ દૂધ અથવા કાચા દૂધ માંથી બનાવી શકાય છે.  પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનેલું દહીં સગર્ભા સ્ત્રીઓ માટે સલામત છે. હવે ચાલો જાણીએ કે ગર્ભાવસ્થામાં દહીં ખાવાથી શું લાભ થાય છે.

ગર્ભાવસ્થામાં દહીં ખાવાના ફાયદા

સગર્ભા સ્ત્રીને દહીં ખાવાથી નીચેના ફાયદા મળે છે:

  •  દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડા સ્વસ્થ રાખે છે અને ખોરાકના પાચનમાં મદદ કરે છે.  તે પાચનતંત્રને પોષવામાં પણ મદદ કરે છે.  તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે તેનાથી પાચન માં સુધારો થાય છે.
  • દહીંમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે તમારી દૈનિક કેલ્શિયમ ની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. ગર્ભના હાડકા અને દાંત ના વિકાસ માટે કેલ્શિયમ આવશ્યક છે.
  • ગર્ભાવસ્થામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ હોય છે, જે માતા અને બાળક બંનેને અસર કરે છે.  દહીં બ્લડ પ્રેશર ઘટાડે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

દહીં ખાવાથી શું થાય છે?

ગર્ભાવસ્થા દરમિયાન ચિંતા અને તાણ સ્ત્રી ને ઘેરી લે છે. દહીં ખાવાથી મન શાંત થાય છે.  સગર્ભાવસ્થામાં આંતરસ્ત્રાવીય બદલાવ અને અસંતુલનને કારણે ત્વચા નો રંગ બદલાઇ જાય છે અને ડાઘ પણ થાય છે. દહીંમાં વિટામીન ઇ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને પિગમેન્ટેશન પણ થતું નથી.

જો તમે સગર્ભાવસ્થામાં વધારે વજન વધારવાનું ટાળવા માગતા હો, તો દહીં પણ એમાં તમારી મદદ કરી શકે છે.  દહીં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ને વધતા અટકાવે છે, જે વધારે વજન વધારવામાં રોકે છે.

સંશોધન શું કહે છે

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મેડલાઇન / પબમેડના ડેટાબેઝના આધારે વિગતવાર સંશોધન કરવામાં આવ્યું હતું. આ મુજબ, પ્રોબાયોટિક દહીં ખાવાથી ગર્ભાવસ્થામાં મેટાબોલિક, બળતરા અને ચેપી સમસ્યાઓ અટકાવે છે અને તેમાં સુધારો થાય છે.

આ અધ્યયનમાં, પ્રોબાયોટિક દહીં ખાવાના ઘણા ફાયદા વર્ણવવામાં આવ્યા છે જેમ કે તે પાચનમાં સુધારો કરે છે અને અકાળ જન્મનું જોખમ ઘટાડે છે. જો કે, તેના શરીરમાં કાર્ય કરવાની પ્રક્રિયા હજી સ્પષ્ટ થઇ નથી, તેથી આ દિશામાં આગળ સંશોધન કરવાની જરૂર છે.

કેટલું દહીં ખાવું જોઈએ

દહીંમાં હાજર તમામ પોષક તત્વો મેળવવા માટે, એક દિવસમાં 600 ગ્રામ દહીં ખાવું જોઈએ.  તમે તેને 200 ગ્રામ ના 3 ભાગ કરીને ખાઈ શકો છો.

આમ ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવાથી ઘણા ફાયદા થાય છે. અને તમારી અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે.

ખાસ નોંધ : કઈ પણ આરોગતા પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *