કાકડીનો રસ પીવાથી અનેક રોગો થશે દૂર, જાણો તેના ફાયદાઓ

image source

કાકડી એક એવી શાકભાજી છે જે મોટાભાગના લોકો સલાડમાં ખાવાનું પસંદ કરતાં હોય છે. આ શાકભાજી શરીરને ફીટ અને હેલ્ધી રાખવા ઉપરાંત ઘણી રીતે શરીરને સ્વસ્થ રાખે છે. તેની ચુસ્તી અને તંદુરસ્તી નો લાભ ફક્ત તેને ખાવાથી જ નહીં, પણ તેનો રસ પીવાથી પણ મળે છે. તેમાં જોવા મળતા ઘણા પોષક તત્વો જેવા કે અન્ય પ્રકારનાં વિટામિન, સિલિકા, હરિતદ્રવ્ય અને પાણી આપણા શરીરને ઠંડુ રાખવામાં ખૂબ મદદ કરે છે. વિટામિન એ એક તત્વ છે જે આપણા શરીર માટે એક ખૂબ આવશ્યક તત્વ છે.

1. શરીરમાં પાણી ઉણપ ના થાય

કાકડીમાં હાજર પાણી આપણા શરીરના ઝેરી તત્વોને ઘટાડે છે. આને કારણે શરીરને પાણીની કમીનો અનુભવ થતો નથી અને તેની ચમક આપણા ચહેરા પર પણ જોવા મળે છે.

2. વાળ ને રક્ષણ આપે

અગાઉ જણાવ્યા મુજબ કાકડી અને તેના રસમાં મોટા પ્રમાણમાં પાણી હોવાને કારણે આપણો ચહેરો ચમકે છે. કાકડી આપણા વાળને સફેદ થતા અટકાવે છે. અને કાકડી માં સલ્ફર હોવાથી વાળ એકદમ ચમકી ઉઠે છે.

Image Source

3. કેન્સર સામે રક્ષણ

આટલા બધા તત્વો જો કાકડીમાં હોય‌ તો કાકડી કેન્સર જેવા મોટા રોગો સામે લડવામાં મદદ કરે છે. અને આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે.

4. અશુદ્ધિઓ દૂર કરવી

શરીરના અંદર આવેલી અશુદ્ધિઓ કાકડી દૂર કરે છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે.

Image Source

5. મોઢા માં થી આવતી ખરાબ વાસ દૂર કરવી

જો આપણે કાકડીના ટુકડા ને 30 સેકન્ડ સુધી મોઢામાં મૂકી રાખીએ તો મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે.

Image Source

6. માથાના દુખાવાને દૂર કરવું

કાકડીના અંદર ખાંડનું પ્રમાણ હોવાથી જે માથાના દુખાવાને દૂર કરે છે અને રાતે કાકડી ખાવાની આદત દરેકે જરૂર રાખવી જોઈએ.

7. વજન ઘટાડવામાં મદદ કરશે

પાણીની વધું માત્રાને લીધે, કાકડી આપણને વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પાણીની હાજરીને લીધે કાકડીને ડાયઆઇઝેશનમાં પણ ફાયદો થાય છે, જે આપણા સ્વાસ્થ્ય પર ફરી એકવાર સારી અસર કરે છે.

image source 

8. નોંધ : કાકડીનો રસ વધારે સમય સુધી મુકી ન રાખો

કાકડીનો રસ એવી વસ્તુ છે જેને આપણે લાંબા સમય સુધી મુકી રાખી શકતા નથી. લાંબા સમય રાખવાથી તેમાંથી સારા ઘટકો નો નાશ થાય  છે અને તેના રસના ફાયદા ઘટે  છે. તેથી રસ બનાવ્યા પછી 15-20 મિનિટની અંદર, આપણે તેને પીવું જોઈએ અને તેના ફાયદા નો લાભ મેળવવો જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *