તો હવે ફેસબુક, ટ્વીટરમાં એકાઉન્ટ બનાવવા માટે આટલી ઉંમર તો જોશે જ! -વાંચો શું છે સમાચાર

Boy with laptop Fakt Gujarati

સોશિયલ મિડીયાના દૂષણથી ઘણી ભયંકર અસરો ઉભી થઇ ચુકી છે. ખાસ કરીને કુમળી વયના બાળક પર એની માઠી અસર પડી શકે છે. એનાથી એની માનસિક અવસ્થા સહિત એના અભ્યાસ પર પણ વિકૃત અસર પડી શકે છે. ટેક્નોલોજીનો સદુપયોગ કરતા આવડે તો બરોબર છે બાકી આ વ્યસન ખરે જ ખતરનાક નીવડી શકે એમ છે, ખાસ કરીને નાની વયના બાળકો માટે.

Boy with laptop Fakt Gujarati

હમણાં ‘Safer Internet Day’ ઉજવાઇ ગયો. આ પ્રસંગે નાગરીકોના એન્ગેજમેન્ટ અર્થત્ આયોજિત લોકલસર્કલ પર એક પ્લેટફોર્મમાં એક વોટિંગ આયોજન રાખવામાં આવ્યું. એમાં સિટીઝન તરીકે લોકોએ વોટ આપેલા, પોતાની સંમતિના.

વોટિંગ એ બાબતનું હતું કે બાળકોને કેટલી ઉંમર પછી સોશિયલ મિડીયામાં અકાઉન્ટ બનાવવા દેવામાં આવે અથવા કેટલી વય પછી એને સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવા દેવામાં આવે? આની બાબતમાં બધાએ અલગ-અલગ મત આપેલો.

Indian boy with laptop Fakt Gujarati

જેના તારણો રસપ્રદ છે –

પ્રથમ તો આ બાબત પર ૭૯% લોકોએ સંમતિ દર્શાવેલી. ૧૭% જેટલા સિટીઝનોએ અસંમતિ દર્શાવેલી કે ભ’ઇ આમ ન હોવું જોઇએ. જ્યારે બાકીના ૪% અસમજણમાં હતાં.

Indian children with tablet FaktGujarati

આ પ્લેટફોર્મ પર એવો આગ્રહ વડીલો દ્વારા કરવામાં પણ આવ્યો કે ગવર્મેન્ટે, સ્કુલોએ અને ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેટ વગેરેએ આ બાબત પર નિયંત્રણ લાદવું જોઇએ કે બાળકને કેટલા વર્ષ પછી સોશિયલ મિડીયામાં એકાઉન્ટ બનાવવા દેવામાં આવે.

Indian school boys with mobile FaktGujarati

અમુક દેશોમાં હાલ સ્નેપચેટ, ફેસબુક, ટ્વીટર જેવા મિડીયા પર બાળકો ૧૩ વર્ષ પછી અકાઉન્ટ ખોલી શકે એવા નિયમ પણ લાગુ છે. જો કે, જાણીતી વાત છે તેમ લોકો ઉંમર ખોટી લખીને પણ ગાડું દોડાવી લેતાં હોય છે! આવા ફેક અકાઉન્ટનો વ્યાપ પણ આજે ઘણો બધો છે.

Indian school girl with tablet Fakt Gujarati

વળી, એક પ્રશ્ન માટે પણ માર્કિંગ થયેલ જે થોડું રસપ્રદ છે –

પૂછવામાં આવ્યું કે,સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતા ભારતીય બાળકની વય કેટલી હોવી જોઇએ?૧૫% લોકોએ તે ૧૩ વર્ષની દર્શાવી જ્યારે ૩૬% લોકોએ બાળકની ઉંમર ૧૫ વર્ષની કહેલી. એ જ રીતે, બીજા ૩૬%એ એ માટે ૧૮ વર્ષની ઉંમરમર્યાદા રાખવા વોટ આપેલો. બાકીના ૧૨% આ વાતથી સંમત નહોતા.

Indian girl with tablet FaktGujarati

અન્ય એક પ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું કે શું ૧૧ થી ૧૩ વર્ષની ઉંમરમાં બાળકને સોશિયલ મિડીયામાં એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપી શકાય? ૬૧% લોકો આ બાબતમાં અસમંત હતાં. ૩૪% લોકોએ હાંનો જવાબ આપેલો. બાકીના ૫% સ્યોર નહોતાં.

Indian teenagers with mobile Fakt Gujarati

એવી પણ માંગણી છે કે, સરકારે જ આ કાયદો બનાવવો જોઇએ-શાળાઓ કે પછી જીલ્લા એડમિનીસ્ટ્રેટ વતી!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – ફક્તગુજરાતી ટીમ

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *