લગ્ન બાદ કપલ્સ વચ્ચેની આટલી વાતો ઘાતક સાબિત થઈ શકે છે, ઝઘડો થાય તો પણ ના કહેવી આટલી વાતો

લગ્ન એક અતૂટ બંધન છે જેમાં પતિ પત્નિ એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપે છે. લગ્ન જીવનમાં સતત આગળ વધતા રહેવું જોઇએ. જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે એક છોકરો અને છોકરી તો શરૂઆતમાં એ એકબીજાની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે છે, પરંતુ જેમ જેમ એમના સંબંધ જૂના થવા લાગે છે એમની વચ્ચે નાની નાની વાતોને લઇને તકરાર થતી રહે છે. પરંતુ ઘણીવાર સંબંધો તુટવાના ભયના કારણે કપલ કેટલીક વાતો છુપાવી રાખવી યોગ્ય સમજે છે. આવા જ કેટલાક સીક્રેટ્સ લવ લાઈફ અને મેરેજને તોડી દેતા હોય છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ 4 વાતો એવી છે જે સંબંધ તોડી દેતી હોય છે. 

1. પાર્ટનરના બિઝી શેડ્યુલમાંથી જ્યારે તે સમય આપી શકતાં નથી અને જ્યારે તે પોતાનો પ્રેમ દર્શાવવા નજીક આવે છે ત્યારે તેને બીજી વ્યક્તિ સ્વાર્થી કહી દેતી હોય છે. આવા શબ્દો પાર્ટનરને ડિસ્ટર્બ કરી દેતા હોય છે. એટલે ગુસ્સામાં આવા શબ્દો ક્યારેય ન બોલવા.

2. લગ્ન બાદ કપલ્સ વચ્ચે ઝઘડો થતો હોય છે. પરંતુ વારંવાર ઝઘડો થાય તો જીવનમાં સમસ્યા થવા લાગે છે. તેવામાં પાર્ટનરનું દિલ તોડે તેવા વિચાર કે શબ્દો મનમાં કે જીભ પર ન લાવવા.

3. લગ્ન પછી પણ પાર્ટનર પોતાના કામને જ પ્રાથમિકતા આપે છે. આ કારણે જીવનમાં સમસ્યા સર્જાવા લાગે છે. આવું ન થાય તે માટે જરુરી છે કે જોબની સાથે પાર્ટનરને પણ સમય આપવો.

4. ઝઘડો થાય ત્યારે પાર્ટનર એકબીજાના માતાપિતા વિશે અપશબ્દો બોલી દેતાં હોય છે. આમ કરવું યોગ્ય નથી, ગુસ્સો ગમે તેટલો હોય પણ એકબીજાના માતાપિતા વિશે કોઈ અપશબ્દો બોલવા જોઈએ નહીં. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *