ભોજન નો સ્વાદ વધારવા માટે કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જ લીંબુનો ઉપયોગ કરવાથી ત્વચા તથા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી તકલીફોને દૂર કરી શકાય છે આ બંનેનું મિશ્રણ વજન ઓછું કરવા માટે ખૂબ જ મદદરૂપ સ્થાપિત થાય છે તેની સાથે જ બીજી ઘણી બધી રીતે અને ઘણી બધી તકલીફને પણ દૂર કરવા માટે ખુબજ પ્રભાવી સાબિત થાય છે આજે અમે તમને આ લેખમાં લીંબુ અને કલોંજીથી શરીરમાં થતા લાભ જણાવીશું.
કલોંજી અને લીંબુના મિશ્રણથી તમે તમારું વજન ઓછું કરી શકો છો તે સિવાય અપચાની સમસ્યાને પણ ઓછી કરી શકાય છે આવો જાણીએ તેનાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા લાભ થાય છે.
વજન ઓછું કરે
કલોંજીના બીજનું સેવન કરવાથી વજન ઓછું થઈ શકે છે તેની માટે એક ચપટી કલોંજીના બીજ લો, હવે તેને બારીક પીસો, ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણીમાં કલોંજી પાવડર, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. હવે આ દરેક વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરીને તેનું સેવન કરો આ મિશ્રણનું સેવન કરવાથી શરીરમાં રહેલી ચરબી ખૂબ જ જલ્દી ઓગળી જાય છે અને તીવ્રતાથી વજન ઓછું કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
કલોંજી અને લીંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનું મિશ્રણ લોહીમાં રહેલ સુગરના સ્તરને કંટ્રોલ કરે છે તેની સાથે જ ઇન્સ્યુલિનને પણ પ્રભાવિત કરે છે જો તમે નિયમિત રૂપે ગરમ પાણીમાં કલોંજીનો તેલ અને લીંબુને મિક્સ કરીને તેનું સેવન કરો છો તો ડાયાબિટીસમાં થતી તકલીફને ઓછી કરી શકાય છે.
આર્થરાઇટિસની સમસ્યાને ઓછી કરે
આર્થરાઇટિસમાં થતી તકલીફમાંથી રાહત મેળવવા માટે કલંજી અને લીંબુના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ તે સાંધામાં થતા દુખાવા તથા સોજા ને ઓછો કરી શકે છે તેની સાથે જ કલોંજી ના તેલથી નિયમિત રૂપે મસાજ કરવાથી ખૂબ જ રાહતનો અનુભવ થશે.
અપચાની તકલીફ માંથી રાહત આપે
અપચા ની તકલીફને દૂર કરવા માટે કલોંજી અને લીંબુનું સેવન કરો, તેની માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બેથી ત્રણ ટીપા કલોંજીના તેલના નાખો, ત્યાર બાદ તેમાં એક ચમચી સંચળ પાવડર અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પાણીનું સેવન કરો, તેનાથી તમને અપચાની સમસ્યા ગેસ તથા બદહજમી થી રાહત મળશે.
આંખો માટે ફાયદાકારક
આંખોની તકલીફ ને ઓછી કરવા માટે કલોંજી અને લીંબુનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેની માટે કલોંજીના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો, ત્યારબાદ તેમાં થોડું મધ ઉમેરો, હવે આ ત્રણેય મિશ્રણનું સેવન કરો નિયમિત રૂપે આ મિશ્રણનું સેવન કરવાથી આંખોની સમસ્યાને દૂર કરી શકાય છે.
કલોંજી અને લીંબુનો રસ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી તકલીફને દૂર કરી શકે છે. તેનું સેવન કરીને તમે ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારી તકલીફ વધી રહી છે તો તેવી પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂરથી લો.
1 thought on “આ વસ્તુ ખાવાથી શરીરની ચરબી 10 દિવસમાં પાણીની જેમ ઓગળી જશે”