લોકડાઉનની સ્થિતિ ઘણા દેશોએ હટાવી નાખી છે પરંતુ એવામાં જો તમે હનિમૂન પર જવાનો પ્લાન કરો છો તો આ વસ્તુઓનું ધ્યાન રાખો.
કોરોના સંક્રમણે આખી દુનિયાનો જીવવાનો નજરીયો જ બદલી નાખ્યો છે અને તેની અસર માત્ર લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પર પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે.કોરોના કાળમાં લગ્ન કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. બસ તેવી જ રીતે નવ પરણિત દંપતીને હનીમૂન પ્લાન કરવામાં પણ પ્રભાવિત થઇ છે હવે કપલ પહેલાની જેમ દરેક જગ્યા પર ફરવા જઈ શકતા નથી.અમુક સમય પહેલા સુધી તો ક્યાંય પણ જવું સંભવ નહતું.
હવે તો અમુક દિશા અને નિર્દેશન ઓના અનુસાર લોકોને દેશ વિદેશમાં ફરવા ની પરમિશન મળી ગઈ છે. બની શકે છે કે હવે તમે પણ તમારા પાર્ટનર સાથે હનિમૂન પર જવાનો પ્લાન બનાવ્યો હશે પરંતુ હવે તે એટલું આસાન નથી. ટ્રાવેલ પ્લાન કરતા પહેલા તમે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ ટ્રાવેલિંગ દરમિયાન સુરક્ષાનો પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ તો આજે અમે તમને અમુક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનાથી આ કોરોના કાળમાં હનીમૂન પ્લાન કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ.
પ્લાનિંગ કરો
ટ્રાવેલિંગ પહેલા તમારે એરલાઇન કંપનીઓ થી લઈને અમુક રિસર્ચ કરવી ખૂબ જરૂરી છે ખરેખર તો કોરોના સંક્રમણના કારણે હવે ફ્લાઈટમાં બેસવાના નિયમ ઘણી હદ સુધી બદલાઈ ગયા છે તેથી જો તમે હનિમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એરલાઇન કંપનીઓ ના નવા નિયમ જાણ્યા પછી જ ટ્રાવેલ કરવું,જેથી તમારી માટે આસાન થઈ જાય.
તપાસ કરો તારીખ
કોરોના સંક્રમણ ના લીધે હવે એરલાઇન કંપની પહેલાથી ઓછા યાત્રીને લઈને ટ્રાવેલ કરે છે એવામાં જો તમે હનિમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો તો હોટલ બુકીંગ કરાવતા પહેલા તમારે ફ્લાઇટ ની તારીખ જરૂર ચેક કરવી જોઈએ, એક વખત દરેક ચેકિંગ કર્યા પછી જ બધું ફાઈનલ કરો. નહીં તો તમારી માટે સમસ્યા ઉભી થઇ શકે છે.
સેફ્ટી સાથે કોઈ જ સમાધાન નહીં
જ્યારે પણ તમે હનીમૂન પ્લાન કરો છો ત્યારે એ વાતનો ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે તમારે તમારી સેફ્ટી સાથે બિલકુલ સમાધાન કરવું જોઈએ નહીં. તમે ત્યાં જઈને કોઈ લોકલ હોટલ બુક કરો તેની જગ્યાએ ઓનલાઇન સર્ચ કરો અને એવી હોટલની પસંદગી કરો જે રેપ્યુટેડ હોય અને કોરોના સંક્રમણ ને લઈને સુરક્ષિત પણ હોય. તે સિવાય તમારી બેગમાં હેન્ડ સેનિટાઈઝર અને વધુ માસ્ક મુકી રાખો.
ટ્રીપ નાની રાખો
લગ્ન પછી શરૂઆતના દિવસોમાં તમે વધુમાં વધુ સમય તમે ફોટાના પાર્ટનર સાથે વ્યતીત કરવાની ઈચ્છા રાખો છો પરંતુ તેની માટે સુરક્ષાની સાથે સમાધાન કરવું જોઈએ નહીં તમારી માટે તે યોગ્ય રહેશે કે તમે આપણા દેશમાં જ પ્રી પ્લાન કરી શકો છો અને ધ્યાનમાં રાખો કે તમારી એન્ટ્રી નાની હોય તે સિવાય તમે એવા રાજ્યમાં પણ ફરવાનો પ્લાન કરી શકો છો જ્યાં કોરોના નું સંક્રમણ ઓછું હોય, તે સિવાય કોઈપણ હોટલ નું બુકીંગ કરાવતા પહેલા ઓનલાઈન કન્ટેન્મેન્ટ ઝોન વિશે પણ જાણકારી જરૂર મેળવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team