રસોડામાં ક્યારે પુરી ન થવા દો આ 4 વસ્તુઓ, નહીતો માં લક્ષ્મી થઈ જશે નારાજ

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય પણ આ વસ્તુને પૂરી થવા દેવી જોઈએ નહીં તેના કારણથી તમને ધનની હાનિ થઇ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં પોતાની આસપાસ નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઊર્જાનો વિકાસ કરવા માટે ના ઉપાય જણાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે જો ઘર કે ઓફિસનું વાસ્તુ ખરાબ છે તો આપણે તે સ્થાન પર રહેતા લોકોની પ્રગતિ થતી નથી અને ત્યાં હંમેશા ધનનો અભાવ રહે છે તેથી જ વાસ્તુથી સંબંધિત દરેક ઉપાય અપનાવવા માટે તૈયાર રહે છે.

દરેક વ્યક્તિ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વાસ્તુશાસ્ત્ર સંબંધિત અલગ-અલગ ઉપાય અપનાવે છે. જેનાથી તે પ્રસન્ન થઈને તમને ધનવાન બનાવે પરંતુ ઘણીવાર વાસ્તુ સંબંધિત નાનામાં નાની ભૂલ પણ તમને રાજા થી રંક બનાવી દેશે. વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ત્યાં મુકેલી દરેક વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

વાસ્તુશાસ્ત્રમાં ચાર એવી વસ્તુ છે જેના વિશે જણાવવામાં આવ્યું છે કે જે રસોડામાં ખલાસ થતાં જ તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડવા લાગે છે.

મીઠું

મીઠું જે આપણા ભોજનનો સ્વાદ વધારે છે તેજ મીઠું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની નકારાત્મક ઊર્જાને પણ દૂર કરે છે. તથા ખરાબ નજર ઉતારવા માટે પણ કામ આવે છે વાસ્તુ દોષ અને રાહુ કેતુનાં અશુભ પ્રવાહ પ્રભાવને પણ દૂર કરે છે તેથી જ ક્યારેય પણ ઘરમાંથી મીઠું ખલાસ થવા દેશો નહીં નહીં તો તમારા ઘર ઉપર નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે.

હળદર

હળદરનો ધાર્મિક મહત્વ ખૂબ જ જોવા મળે છે જીવનને સુખમય બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેમાં હળદરનો ઉપયોગ પ્રભાવી માનવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે હળદરમાં દૈવીય ગુણ જોવા મળે છે તેની લીધે જ લગ્નમાં વર અને વધૂને પિકી માં હળદર ચડાવવાનો રિવાજ હોય છે. તેની સાથે જ બૃહસ્પતિ ગ્રહની પણ હળદરનો સંબંધ હોય છે જો તમારા ઘરમાં હળદર ખલાસ થઈ ગઈ હોય તો ગુરુ ગ્રહના દોષ લાગી શકે છે જેના કારણે તમારા ઘરના દરેક કામમાં વિઘ્ન આવી શકે છે.

ચોખા

ચોખાને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે કારણ કે પૂજાના દરેક કાર્યમાં તેનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે. પૂજાના સમયે ચોખાને અક્ષત ના નામથી જાણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચોખા અને શુક્ર ગ્રહથી સંબંધ છે. માનવામાં આવે છે કે જો ઘરમાં ચોખા ખલાસ થઈ ગયા હોય તો શુક્ર ગ્રહના દોષ લાગે છે અને તેનાથી ધનને જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

લોટ

વાસ્તુશાસ્ત્રના અનુસાર લોટનો સંબંધ તમારી આર્થિક સ્થિતિ ઉપર છે. લોટ વગર ઘરમાં રોટલી બનાવી સંભવ નથી પરંતુ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે રસોડામાંથી ક્યારે લોટ ખલાસ થવા દેવો જોઈએ નહીં. તેનાથી તમારા કામમાં વિઘ્ન આવવાની સાથે સાથે ધનની પણ હાનિ થઇ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment