ચોમાસામાં થતાં અનેક સંક્રમણથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે લીમડાની લીંબોળી,જાણો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અને લાભ 

વરસાદના વાતાવરણ માં જોવા મળતી લીંબોળી એક અલગ પ્રકારની મીઠાશ રાખે છે. પરંતુ તમે જાણતા નહીં હોવ કે તમને ઘણા સંક્રમણથી બચાવી શકે છે.

ચોમાસામાં જ્યારે આપણે ત્વચા સંબંધિત સંક્રમણ તથા પેટની બીમારી અને અન્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોઈએ છીએ ત્યારે પ્રકૃતિ આપણને એક ફળ આપે છે તેના સેવનથી આ દરેક સમસ્યાઓ થી બચી શકાય છે.હા,અમે વાત કરી રહ્યા છે લીમડા ના ફળની એટલે કે લીંબોળીની. પોતાના ઔષધીય ગુણોના કારણે લીમડાનું ઝાડ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આજે અમે તેના ઉપર લાગતા નાના ફળ લીંબોળીના સેવનથી થતાં ફાયદાની વાત કરીશુ.

Image Source

આ છે લીંબોળીની ઋતુ

ચોમાસાના વાતાવરણમાં લીમડાના ઝાડ પર આના નું ફળ જોવા મળે છે પીળા રંગનું આ ફળ આપણને અનોખો સ્વાદ આપે છે અને ખૂબ જ ખાસ ફળ હોય છે.

કોલંબિયા એશિયા હોસ્પિટલ ના ડર્મેટોલૉજિસ્ટ ડૉ ભાવુક મિત્તલના અનુસાર લીમડાના ઝાડ ના પ્રત્યેક ભાગ તેમાં તેના પાંદડા, તેની ડાળી, છાલ, બીજ, જડ, ફળ,ફૂલ નો ઉપયોગ પારંપરિક આયુર્વેદિક ઉપચારમાં થાય છે અને તાવ સંક્રમણ,ત્વચા સંબંધિત રોગ, દાંતનો દુખાવો થી લઈને ઘણા રોગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

એન્ટી બેક્ટેરિયલ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક રીયલ માઇક્રોબીઅલ અને એન્ટી વાયરલ ગુણોને થી ભરપુર લીમડો આપણી લગભગ દરેક સ્વાસ્થ્યની ચિંતાઓ માટે એક બહેતરીન ઔષધિ છે.

આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે લીમડા નું ફળ એટલે કે લીંબોળી નું સેવન 

1 આપણને ઇન્ફેક્શનથી દૂર રાખે છે

જો આપણે ચોમાસાની ઋતુમાં લીમડાની લીંબોળી નું સેવન કરીએ છીએ કે પછી લીમડાનાં પાનથી નાહીએ છીએ તો આપણા શરીરમાં બેક્ટેરિયા અથવા તો ઇન્ફેક્શન પ્રવેશ કરી શકતા નથી અને તેનું રિસ્ક ઘણું ઓછું થઈ જાય છે. લીમડાના દરેક પદાર્થ માં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે આપણી ત્વચાના બેક્ટેરિયાનો વધારો થવાથી બચાવે છે.

2 ઘા ભરવામાં મદદરૂપ

જો તમને ક્યાંક વાગી ગયું છે અથવા તો વાગેલા ઉપર બેક્ટેરિયા તમારી ચામડી ની અંદર પ્રવેશ કરે છે તો તે કારણથી તમને ઇન્ફેક્શન પણ થઈ શકે છે.પરંતુ તમે ત્યાં લીંબોડી નો લેપ લગાવશો તેની સાથે જ તેનું સેવન કરશો તો આ બેક્ટેરિયાને અંદર જવાની જગ્યા મળશે નહીં લીમડામાં હીલિંગ ગુણ હોય છે જે તમારા ઘા ને જલ્દી થી જલ્દી ભરવામાં મદદ કરે છે.

3 તમારી સ્કિન માટે છે લાભદાયક

જો તમે તમારી સ્કિન માટે કોઈ એન્ટિએજિંગ સુપરફૂડ શોધી રહ્યા છો તો લીંબોડી તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિ એજિંગ ઇફેક્ટ જોવા મળે છે જે તમારી ત્વચાને ઘરડી થતાં બચાવે છે અને તેની સાથે જ તમારી ત્વચાને સૂર્ય દ્વારા થતા નુકસાનથી પણ બચાવે છે.

જો તમે લીમડાને કોઈ પણ વસ્તુની સાથે તમારી સ્કિન પર પેક ના રૂપમાં લગાવો છો, અને લીંબોળીઓ ને તમે ખાઈ શકો છો અને તમારા રિંકલ્સ થી મુક્તિ મેળવી શકો છો તમારી સ્કિન તેનાથી ટાઇટ થશે અને સ્કિન પરની લાલાશ પણ દૂર થઈ જાય છે.

 

4 તમને સોરાયસીસની તકલીફથી મુક્તિ મળશે

જો તમને એક્ઝીમા કે પછી સોરાયસિસ જેવી સ્કિનની તકલીફ છે તો તમે લીંબોળી નું સેવન કરી શકો છો, લીંબોડી તેની માટે ખૂબ જ લાભકારક છે.તે તમારી સ્કિનને અંદરથી પોષણ આપે છે અને લોહી શુદ્ધ કરે છે જેનાથી સ્કિન પર થતી આ પ્રમાણેની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

5 મોં ના ચાંદા થી બચાવે છે

મોં મા પડતા છાલા અથવા તો અલ્સર પેટની ખરાબીને કારણે થાય છેજે ખૂબ જ કષ્ટદાયક હોય છે. પરંતુ તમે લીંબોળીનું સેવન કરો છો તો તેનો મીઠો સ્વાદ અને તેના ગુણ તમારા મોં ના અલ્સરને ઓછા કરવા માટે મદદરૂપ થશે.

આ પણ ધ્યાન રાખો

પોતાના ઔષધીય ગુણોના લીધે લીમડા નું ફળ લીંબોળી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ જો તમે પ્રેગનેંટ મહીલા છો અથવા તમને કિડની અથવા તો લીવરની સમસ્યા છે તો તમારે તેનું સેવન કરવું જોઇએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment