સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય નો ખજાનો છે વટાણા,ચાલો જાણીએ તેના ફાયદા અને સાઇડ ઇફેક્ટ.

Image source

શિયાળા માં સૌથી વધુ પસંદ કરવા માં આવતું શાક છે વટાણા, જેને લોકો વધુ ખાય છે. વટાણા આમ તો દરેક સીજન માં મળે છે પણ શિયાળા ની ઋતુ માં તે એક દમ ફ્રેશ મળે છે. વટાણા ખાવા માં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ તે હેલ્થ માટે પણ ઘણા ફાયદાકારક છે. વટાણા માં વિટામિન a, b1, b6 અને k હોય છે. એટલે જ તેને વિટામિન નો પાવર હાઉસ પણ કહે છે.

બહુ જ ઓછી કેલોરી અને ફાઇબર, પ્રોટીન, મેંગેનીસ, આયરન અને ફોલેટ થી ભરપૂર વટાણા સ્વાસ્થ્ય માટે ખજાનો છે. વટાણા ન તો ફક્ત તમારા ખાવા નો સ્વાદ વધારે છે પણ સાથે જ તે હેલ્થી પણ છે. વટાણા ઘણી બીમારી ઓ ના ઉપચાર માટે સહાયક છે. વટાણા સ્કીન અને વાળ બંને માટે ફાયદાકારક છે. પણ વટાણા ના કેટલાક ગેરફાયદા પણ છે. ચાલો જાણીએ વટાણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદા કારક છે અને શું છે તેના ગેરફાયદા.

ડાયાબિટિસ નો ઈલાજ કરે છે વટાણા

વટાણા ડાયાબિટિસ નો ઈલાજ કરે છે. વટાણા માં અધિક માત્રા માં ફાઇબર અને પ્રોટીન પણ મળી આવે છે. જે શરીર માં લોહી ની માત્રા ને વધારે છે.

વટાણા હાડકાં ને મજબૂત કરે છે.

Image source

વટાણા હાડકાં ને સાચવવાનું કામ કરે છે. વટાણા માં ભરપૂર માત્રા માં વિટામિન k મળી આવે છે. જે શરીર ના હાડકાં ને મજબૂત કરે છે. સાથે જ હાડકાં માં થતાં ઓસ્ટીયોપોરોસિસ ના ખતરા ને ઓછું કરે છે.

વજન ઓછું કરવા માં મદદ કરે છે.

Image source

વટાણા ને સૌથી પહેલા વેટ લોસ ડાયટ માનવામાં આવે છે. ફાઇબર અને પ્રોટીન થી ભરપૂર હોવાને કારણે તે ખાધા પછી ભૂખ નથી લગતી. જેના થી વજન કંટ્રોલ રહે છે.

પાચન દુરુસ્ત કરે છે વટાણા

Image source

ફાઇબર થી ભરપૂર વટાણા પાચન ને દુરુસ્ત કરે છે. તે શરીર માં સારા બેક્ટેરિયા ને વધારે છે. જેનાથી આતરડા સારા રહે છે.

ઇંમ્યુંન સીસ્ટમ ને વધારે છે.

Image source

વટાણા માં એંટિ ઓક્સિડેંટ ગુણ મળી આવે છે. તો તેનાથી શરીર માં ઇમ્યુનિટી વધે છે. જેનાથી બીમારીઑ સામે લડવાની શક્તિ મળે છે.

હર્દય નો ઈલાજ કરે છે.

Image source

વટાણા માં મળી આવતા કેલ્સિયમ, પોટેસિયમ, અને મેગનેસિયમ હર્દય ને સ્વસ્થ રાખે છે. વટાણા હાઇ બ્લડ પ્રેશર ની સમસ્યા ને ઓછી કરે છે. વટાણા શરીર માંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

સ્કીન માટે પણ ફાયદાકારક છે.

Image source

વટાણા માં મળી આવતું c કોલાજન ના ઉત્પાદન માં મહત્વ ની ભૂમિકા ભજવે છે. તેનાથી ત્વચા પર દાગ નથી પડતાં. અને ફ્રેશ રહે છે. લીલા વટાણા માં ફલેવેનોઇટ્સ, કૈટેચીન, એપિકટિન અને આલ્ફા કેરોટિન મળી આવે છે. જે ઉમર વધારા ના સંકેત ને રોકે છે.

વટાણા ખાવાના સાઇડ ઇફેક્ટ

Image source

  • વટાણા ના ફાયદા જોતાં જો તે વધુ ખાવામાં આવે તો બીમાર પણ પડી શકાય છે. તેનાથી પાચન પણ ખરાબ થાય છે.
  • વધારે વટાણા ખાવાથી અપચો, ગેસ,ખટ્ટા ઓડકાર,કબજિયાત,અને પેટ ફુલવણી સમસ્યા થાય છે.
  • પેટ ની સમસ્યા થવા પર વટાણા ન ખાવા.
  • જે લોકો ને પેટ ની સમસ્યા કે પછી ગેસ ની સમસ્યા થાય છે તેમણે વટાણા નું સેવન ન કરવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment