કોરોના સામે લડવા માટે તેમ જ ઈમ્મુનિટી વધારવા માટે મદદગાર થશે સરગવો.. જાણો કેવી રીતે..

સરગવા ના પત્તા માં એંટિ ઓક્સિડેંટ ના ગુણ હોય છે. તેને ભોજન માં સામેલ કરવા થી ઈમ્મુનિટી વધે છે. કોરોનાકાળ માં તેની ડિમાંડ વધી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસર ના અધ્યક્ષ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. દયાનંદ નું કહેવું છે, સરગવો એ ઔષધીય છોડ છે. તેનું નિરંતર સેવન કરવા થી શરીર ની પ્રતિરોધક ક્ષમતા વધે છે. જે કોરોના જેવી મહામારી સામે લડવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Image Source

તેમાં બીજા ફળ અને શાકભાજી કરતાં વધુ પોષક તત્વ હોય છે.

Image Source

એક અધ્યયન ના પ્રમાણે, તેના પાંદડા માં સંતરા કરતાં 7 ગણું વધુ વિટામિન c, દૂધ થી 3 ગણું વધુ કેલ્સિયમ, ઈંડા કરતાં 36 ગણું વધુ magnesium હોય છે. ત્યાં જ પાલક કરતાં 24 ગણું વધુ આયરન, કેળા કરતાં 3 ગણું વધુ પોટેશિયમ હોય છે. તેનો ઉપયોગ શાક કે અથાણું બનાવા માટે થાય છે.

ક્યારે અને કેવી રીતે ખાવો સરગવો.

Image Source

સરગવો ખાસ કરી ને પેટ ને લગતી સમસ્યા ને દૂર કરે છે. હૈજા, જાડા,કમળો,અને કોલાઇટીસ થવા પર તેના પત્તા નો તાજો રસ,એક ચમચી મધ,અને નારિયળ પાણી ભેળવી ને લઈ શકાય છે. તે એક હર્બલ દવા ની જેમ છે . આ ઉપરાંત સરગવો શાક અને અથાણાં તરીકે લઈ શકાય છે.

કેન્સર, હર્દય રોગ, અને બ્લડ પ્રેશર જેવી બીમારી માટે તે દવા થી ઓછું નથી.

સરગવા ના પત્તા નો પાવડર કેન્સર અને હર્દય ના રોગી માટે એક ઉત્તમ દવા છે. તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ પેટ માં રહેલા અલ્સર ના ઈલાજ માટે કરવા માં આવે છે. સરગવા ના પત્તા ના પાવડર  નો ઉપયોગ નિયમિત રીતે કરવા થી એનીમિયા દૂર થાય છે. તે નાના બાળકો ને કુપોષણ થી બચાવે છે. તે સમગ્ર સ્વાસ્થ્ય માં સુધાર લાવે છે. તથા પોષક તત્વો અને ઉર્જા આપે છે.

બગીચા માં કેવી રીતે લગાવા માં આવે આ છોડ.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસર ના બાગબની વિશેષજ્ઞ ડૉ. રશીદ ખાન ના કહેવા પ્રમાણે, સરગવો કોઈ પણ પ્રકાર ની જમીન,અથવા તો કિચન ગાર્ડન માં લગાવી શકાય છે. સરગવા ની પીકેએમ-1 પ્રકાર ના રોપણ ના 8 મહિના પછી તેમા સરગવો આવા લાગે છે. સરગવો દેશી હોય તેટલો મીઠો લાગે છે.

વિશેષજ્ઞ નું કહેવું છે કે સરગવા માં કાર્બોહાયડ્રેટ, પ્રોટીન,કેલ્સિયમ,પોટેશિયમ ,આયરન, magnesium, વિટામિન e, c અને b  કોમ્પ્લેક્સ પ્રચુર માત્રા માં મળી આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment