શું તમે પણ રાખો છો ભગવાન પ્રત્યે વિશ્વાસ ? એકવાર જરૂરથી વાંચો આ સ્ટોરી

જેમકે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોઈ છે, અમુક ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે તો કોઈ ભગવાનને માનતા જ નથી. પરંતુ આજે અમે તમને ભગવાનની એક એવી કહાની વિષે જણાવીશું કે જે જાણી તમે પણ ભગવાન પર ભરોસો કરવા લાગશો. એક સમયની વાત છે કે જ્યારે એક ગરીબ મહિલા અમુક ચીજવસ્તુઓને લઇને કરીયાણાની દુકાને પહોંચી. તે ખુબ જ ગરીબ અને લાચાર દેખાઈ રહી હતી.

image source

તેણે કરિયાણા વાળા ભાઈને હાથ જોડીને વિનંતી કરી કે મારી પાસે રહેલી તાંબાની તપેલી તથા બીજા વાસણ ના બદલામાં મને ખાવા માટે અનાજ આપો. આ ગરીબ સ્ત્રી ના ઘરે તેના બાળકો ભૂખ્યા હતા તથા તેના પતિને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. ઘરની અંદર તાંબાની ધાતુની તપેલી અને બીજા વાસણો સિવાય બીજી કોઈ વસ્તુ બચી ન હતી. તેથી તે ધાતુની તપેલી ના બદલે પોતાના બાળકોનું પેટ ભરવા માટે અનાજ લેવા માટે આવી હતી.

image source

પરંતુ આ સ્ત્રીની વિનંતીથી દુકાનદારને કોઈ ફરક પડ્યો નહીં. દુકાનદારે જવાબ આપ્યો કે હું વાસણ ના બદલામાં કોઈ અનાજ કરિયાણું વેચતો નથી. ક્રોધિત થયેલા દુકાનદારે તેને કહ્યું કે સવાર-સવારમાં આવા ભિખારીઓ ક્યાંથી આવી જાય છે. દુકાનની બાજુમાં ઊભેલા એક ગ્રાહકને સ્ત્રી પર દયા આવી. તેણે દુકાનદાર ને વિનંતી કરી કે આ તપેલીના ભારોભાર તું કરિયાણું આપી દે અને જો તારા કરિયાણા નું મૂલ્ય તપેલીના મૂલ્ય કરતાં વધારે હશે તો ઉપરના રૂપિયા હું ચૂકવી દેશ. હવે કોઇપણ કાળે કરિયાણાની દુકાન વાળાએ કરિયાણું આપવો પડશે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ.

image source

પેલા વ્યક્તિના કહેવા અનુસાર દુકાનદારે ત્રાજવાની એક બાજુ તપેલી તથા ત્રાજવા ની બીજી બાજુ સામાન મુકવાનું ચાલુ કરજો. પરંતુ પેલી સ્ત્રી ની જરૂરિયાત એટલી હતી કે જો તે યાદી બનાવવા બેસે તો પણ અડધી વસ્તુઓ જ મળે. છતાં પણ સ્ત્રીએ એક નાની ચિઠ્ઠીમાં કંઈક લખ્યું હતું અને આ ચિઠ્ઠી ને તપેલીમાં રાખી દીધી. જ્યારે દુકાનદાર આ ચિઠ્ઠી લેવા આગળ વધે છે ત્યારે કોઈ કહે છે કે ભાઈ એક કામ કરો ચિઠ્ઠી વાંચવાની જરૂર નથી, મને માત્ર ચોખા, લોટ, દાળ અને ખાંડ આપી દો. તેથી દુકાનદારે દરેક વસ્તુ થોડી થોડી માત્રામાં ત્રાજવામાં મૂકી. દુકાનદારને હતું કે થોડી થોડી વસ્તુઓ મૂકવાથી ત્રાજવું નમી જશે. પરંતુ પલડું સહેજ પણ હલ્યું નહીં. તેથી તેણે થોડી વધારે વસ્તુઓ નાખી. તો પણ  ત્રાજવા માં કોઈ ફેર પડ્યો નહીં.

image source

આ દ્રશ્ય જોઈને પેલી સ્ત્રીને પણ આશ્ચર્ય લાગ્યું. તેને વિચાર આવ્યો કે એક તાંબાની તપેલી નો આટલો બધો વજન કેવી રીતે હોઈ શકે. ધીમે ધીમે વેપારી દરેક વસ્તુની માત્રા વધારો ગયો. હવે તો ત્રાજવામાં અન્ય કોઈ વસ્તુ સમાઈ શકે તેટલી પણ જગ્યા ન હતી.આ પરિસ્થિતિના કારણે વેપારી મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. તેને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. ત્રાજવામાં જગ્યા ન હોવાના કારણે તેણે દરેક વસ્તુને એક મોટા થેલામાં વ્યવસ્થિત ભરીને પેલી સ્ત્રીને આપી દીધી.

image source

સ્ત્રીએ વેપારી તથા પહેલા બાજુવાળા વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો, અને અશ્રુભીની આંખે એ ચાલતી થઈ ગઈ. પેલા ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયા ચૂકવી દીધા. પરંતુ બંનેમાંથી કોઈ વ્યક્તિને એ વાત સમજાતી ન હતી કે આ તપેલી આટલી બધી વજનવાળી કેમ હોઈ શકે. ત્યારબાદ પહેલા વેપારીએ તપેલીમાં રહેલી ચિઠ્ઠી ઉઠાવી. તેમાં લખ્યું હતું કે “ હે પ્રભુ ! હુ મારી જરૂરીયાતો ની શુ યાદી બનાવુ અને કઈ-કઈ વસ્તુ ની યાદી બનાવુ ? તને મારી બધી જ જરૂરીયાતો વિશે નુ જ્ઞાન છે એટલે તુ મને તેટલુ જોખાવી આપ જે.”

image source

ચિઠ્ઠી વાંચ્યાબાદ પેલો વેપારી તથા ગ્રાહક બંને એકબીજાની સમક્ષ જોઈ રહ્યા. જ્યારે વેપારીએ તપેલીને ઉઠાવીને જોયું તો ત્રાજવા ના પહેલા નો એક બાજુ નો ભાગ તૂટી ગયો હતો. વેપારી કંઈ બોલ્યો નહીં. તે સમજી ગયો કે સાચા હદયથી કરેલી પ્રાર્થનાનું બળ કેટલુ હોય છે. ભગવાન જાણતા-અજાણતા તેના ભક્તો નું દુઃખ દૂર કરવા માટે પહોંચી જતા હોય છે માત્ર ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment