શું તમે પણ પેટની ચરબીથી પરેશાન છો ? આ સૂપ પીવાથી થશે ફાયદો …

આપણે બધા જ ઘરે અથવા તો રેસ્ટોરન્ટમાં સૂપ તો પીતા જ હશું. સૂપમાં ભરપુર માત્રા માં કાર્બન હોઈ છે. તે સિવાય સુપમાં આર્ટિફિશિયલ સેસેન્સ અને ફ્રોઝન શાકભાજી હોય છે. જો તમારે તમારા પેટ ની ચરબી ઘટાડવી હોઈ અથવા તો વજન ઘટાડવો હોઈ તો નીચે જણાવેલા આ ૩ સૂપમાંથી એક નો ઉપયોગ જરૂર કરવો. અને હા આ સૂપ ઘરે જ બનાવો.

સૂપ બનાવવા માટે શાકભાજીનો ઉપયોગ જરૂરથી કરવો –


શાકભાજીમાં ફાઈબર વધારે હોય. જેમ કે, બ્રોકોલી, ગાજર, ટામેટા. તેમાં વિટામિન અને ખનિજ તત્વો વધારે હોય છે. ગાજરમાં કેલેરી ઓછી હોય છે તો ટામેટાં વિટામિન સીથી ભરપૂર હોય છે અને બ્રોકોલીમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે વેટ લોસમાં મદદ કરે છે.

બ્રોકોલી-ગાજર સૂપ

આ સૂપમાંથી કેલેરી ઓછી મળશે પરંતુ વિટામિન તેમજ મિનરલ્સ વધારે મળશે. આ સૂપ પીધા બાદ પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે. જેનાથી વજન અને શુગર કંટ્રોલમાં રહેશે.

સામગ્રી –

1 કપ સમારેલી બ્રોકોલી, 1 કપ સમારેલા ગાજર, 1 કપ લીલા વટાણા, 1 કપ સમારેલા કેપ્સિકમ મરચાં, 1 નંગ સમારેલી ડુંગળી, 6 નંગ લસણની કળી, 6 મરીના દાણા અને સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત –

એક પેનમાં એક ચમચી તેલ લઈને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લો. હવે બાકીના બધા શાકભાજીને તેમાં ઉમેરીને પાંચ મિનિટ સુધી શેકો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મિશ્રણને ઉકળવા દો. પેનનું ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચડવા દો. ઉપરથી સ્વાદાનુંસાર મીઠું અને કાળા મરી ઉમેરો. તો તૈયાર છે બ્રોકોલી-ગાજર સૂપ. તેને ગરમાગરમ સર્વ કરો.

મશરૂમ સૂપ

મશરૂમ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. તે ગ્લૂકોઝને કંટ્રોલમાં રાખે છે અને ચરબીને ઓગાળે છે. મશરૂમ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેનાથી મેટાબોલિઝ્મ વધે છે. જેનાથી વજન ઝડપથી ઘટે છે.

સામગ્રી –

1 ચમચી તેલ, 1 કપ સમારેલા મશરૂમ, 1/2 કપ મકાઈના દાણા બાફેલા, 1 નંગ સમારેલી ડુંગળી, 3 નંગ લસણની કળી, સ્વાદાનુંસાર મીઠું, 1 કપ દૂધ, સ્વાદાનુંસાર મરી પાઉડર અને 2 કપ પાણી.

બનાવવાની રીત –

પેનમાં તેલ લઈને મશરૂમને તેમાં શેકી લો. બાદમાં તેમાં મકાઈના બાફેલા દાણા અને દૂધ ઉમેરો. હવે ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં કરકરૂં ક્રશ કરી લો. પેનમાં થોડું તેલ લઈ તેમાં ડુંગળી અને લસણને શેકી લો અને તૈયાર કરેલું મિશ્રણ તેમાં મિક્સ કરો. 3 મિનિટ સુધી તેને ઉકાળો. ઉકળી જાય એટલે ગરમાગરમ સર્વ કરો.

ફૂલકોબીનું સૂપ

ફૂલકોબી સૌથી વધારે પૌષ્ટિક અને સરળતાથી મળી રહેતી શાકભાજીમાં એક છે. 100 ગ્રામ ફૂલકોબીમાં માત્ર 25 કેલેરી હોય છે. વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે આ બેસ્ટ સૂપ છે. જે ભૂખને પણ કંટ્રોલમાં રાખે છે.

સામગ્રી –

1 કપ સમારેલી ફૂલકોબી, 1 નંગ સમારેલી ડુંગળી, 2 નાના બટાકા સમારેલા, 1 ચમચી ઓલિવ ઓઈલ, 5 નંગ લસણની કળી, ક્રીમ અને વેજિટેબલ સ્ટોક

બનાવવાની રીત –

એક પેનમાં તેલ લો, તે ગરમ થઈ જાય એટલે લસણ અને ડુંગળીને શેકી લો. તેમાં બટાકા, ફૂલકોબી અને વેજિટેબલ સ્ટોક ઉમેરીને ગરમ થવા દો. સૂપ થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને ગરમાગરમ સર્વ કરો. તમે ઈચ્છો તો સૂપમાં મુસલી પણ એડ કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment