સ્વાસ્થ્યને લગતા જુવારના આ 4 અદભુત ફાયદાઓ વિશે કદાચ તમે જાણતા નહીં હોય!!!

Image Source

જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હોય, અથવા સ્વસ્થ રહેવા માટે આહારમાં ફેરફાર કરવા ઇચ્છતા હોય, તો તમારે ભોજનમાં જુવારનો સમાવેશ કરવો જ જોઇએ. જુવારને ક્વિનોઆ જેટલું આરોગ્યપ્રદ માનવામાં આવે છે, તે દ્રવ્ય મુક્ત હોય છે અને મેંદો અથવા ઘઉંના લોટનો ઉત્તમ વિકલ્પ છે. તે વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે, જેમા અદભુત સ્વાસ્થ્ય લાભ હોય છે. વજન ઘટાડવાથી લઈને પાચન તંત્ર સુધી, જ્યારે તમે સ્વસ્થ અને ફીટ રહેવાની ઈચ્છા રાખો છો, તો તમારા ભોજનમાં જુવારનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ.

જુવારનો આપણા ભોજનમાં સમાવેશ કરવાથી કયા ફાયદા થઈ શકે છે.

વજન ઘટાડવા:

ફાઈબરથી ભરપૂર જુવારમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન પણ હોય છે. આ બંને તમને લાંબા સમય સુધી તમારા પેટને ભરેલુ રાખવામાં મદદ કરે છે અને તમને અસ્વસ્થ ખોરાક ખાવાથી અટકાવે છે. જુવારની એક સર્વિંગમાં 12 ગ્રામથી વધુ ફાઇબર અને 22 ગ્રામ પ્રોટીન હોય છે. ઘઉં અથવા મેંદાને બદલે જુવારની રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને સાથે જ પોષક તત્વોનું થોડું વધારે પ્રમાણ પણ મળે છે.

રક્ત પરિભ્રમણમા વધારો કરે છે:

જુવાર આયર્ન અને તાંબાથી ભરપુર હોય છે, આ બંને ખનીજો સાથે મળીને રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આયર્ન લાલ રક્તકણોના વિકાસમાં સુધારો કરે છે અને તાબું શરીરમાં આયર્નનું શોષણ વધારી શકે છે.

હિમોગ્લોબિનની ગણતરી વધારે છે:

જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય એટલે કે એનિમિયા હોય, તો તમારે ભોજનમાં જુવારનો સમાવેશ ચોક્કસપણે કરવો જ જોઇએ. કારણ કે જુવાર આયર્નથી ભરપુર હોય છે, તેથી શરીરમાં હિમોગ્લોબિનની સંખ્યા વધારવા માટે જરૂરી છે. એક કપ જુવરમાં 8.45 મિલિગ્રામ આયર્ન હોય છે. વધુ યોગ્ય શોષણ માટે જુવારને વિટામિન સી સાથે ખાવી જોઈએ.

હાડકાના સ્વાસ્થ્ય અને બ્લડ સુગર સ્તર માટે સારું છે:

જુવાર જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો સ્રોત છે. તે આપણા શરીરમાં ધીમે ધીમે પચે છે જેના કારણે રક્ત શર્કરાનું સ્તર ધીમે ધીમે વધે છે. તેથી જ તે ડાયાબિટીઝથી પીડાતા લોકો માટે ઉતમ છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમની ઉચ્ચ માત્રા હોય છે અને એવા પોષક તત્ત્વો જે શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારવામાં મદદ કરે છે. હાડકાના સારા સ્વાસ્થ્ય માટે આ પોષક તત્વો જરૂરી છે.

અસ્વીકરણ:
લેખમાં જણાવેલ સલાહ અને સુચનો સામાન્ય જાણકારી માટે જ છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ રૂપે ન લેવી જોઈએ. કોઇપણ સવાલ કે સમસ્યા હોય તો હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment