ઘરેલું નુસ્ખા દ્વારા પણ તમારી સ્કીનને તમે બેસ્ટ રાખી શકશો….જાણો કેવી રીતે

મોટાભાગના લોકો પોતાની સ્કીનને બેસ્ટ રાખવા માટે  પ્રયાસ કરતા હોય છે. અમુક લોકો મોંઘા પ્રોડક્ટ વાપરીને પણ તેમની સ્કિન સારી રહે તેનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્કીનને સારી રાખવા માટે તમે જો ખોરાક યોગ્ય લેવાનું રાખશો તે વધારે સારુ રહેશે. જે લોકો ખોરાક યોગ્ય રીતે લેવાનું રાખે છે. તેમની સ્કીન હંમેશા સારી રહે છે.

સારી સ્કીન માટે પૌષ્ટિક ખોરાક ઘણો જરૂરી છે. પરંતુ આજની ભાગદોડ વાળી જીંદગીમાં લોકો ઘરનો પૌષ્ટિક ખોરાક લેવાનું ઓછું અને બહારનું ખાવાનું વધારે રાખે છે. જેના કારણે સ્કીન પર ગંભીર અસર પડતી હોય છે. પરંતુ આજે અમે તમને એવા ઘરેલું નુસ્ખા વીશે જણાવીશું કે જેના દ્વારા તમારી સ્કીન સારી રહી શકશે.

Image Source

લીંબુથી સારી રહી શકશે

દિવસની શરૂઆતમાં તમે એક ચમચી મધ અને લીંબુનો રસ એક ગ્લાસ પાણીને નાખીને તે પાણીને પિવાનું રાખો, જેના કારણે તમને ખીલની સમસ્યાથી રાહત મળશે. લીંબુમાં વિટામીન સી રહેલું હોય છે. જે આપણી સ્કીન માટે તો ફાયદાકારક છે સાથેજ તેના કારણે આપણી ઈમ્યુનીટી પણ વધતી હોય છે. ઉપરાંત તમારું પાચનતંત્ર પણ મજબૂત થશે.

Image Source

નારિયળ પાણીથી સારી રહી શકશે

દરરોજ તમારે એક નારિયેળ પાણી પીવું જોઈએ તેમા કેળા કરતા ચાર ગણું વધારે પોટેશિયમ રહેલું હોય છે. જેમા એંટીઓક્સિડેન્ટ અને સાઈટોકિન્સ રહેલું હોય છે. જેના કારણે આપણી સ્કીન ઉજળી થતી હોય છે. તે સિવાય તમે નારિયેળ પાણીને તમારી સ્કિન ઉપર પણ લગાવી શકો છો. કારણકે તેના કારણે પણ તમારી સ્કીનને ઘણો ફાયદો મળી રહેતો હોય છે.

Image Source

આમળાથી ફાયદો મળી શકશે

સુંદર અને ચમકતી સ્કીન માટે તમે આમળાનું સેવન કરી શકો છે. તેના કારણે આપણું પાચન તંત્ર મજબૂત રહેતું હોય છે. સાથેજ તેમા વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં છે જેના કારણે સ્કીનને ઘણો ફાયદો થાય છે.

Image Source

ઈંડા ખાવાથી ફાયદો મળી શકશે

ઈંડામાં વીટામીન એ રહેલું ગોય છે. જેના કારણે તમારી સ્કીન ઉજળી થાય છે. તેમા બાયોટિન નામનું બી કોમ્પલેક્સ વિટામિન રહેલું હોય છે. જે સ્કિન માટે ઘણું ફાયદાકારક છે. તેમા લેસિથિન હોય છે. જે આપણી સ્કીનને કોમળ બનાવે છે. ખાસ કરીને ઈંડાના સફેદ ભાગમાં સૌથી વધારે પ્રોટીન રહેલું હોય છે. જે સ્કીન માટે ઘણું સારું માનવામાં આવે છે.

Image Source

સફરજન પણ સારુ રહી શકશે

સફરજનમાં એંટિઓક્સિડેન્ડ તત્વો રહેલા હોય છે. સાથેજ તેમા વિટામીન સી પણ રહેલું હોય છે. આપણી સ્કીન અને પેઢા માટે ઘણું સારુ છે. ખાસ કરીને તમારે સફરજનને તેની છાલ સાથે ખાવું જોઈએ. કારણકે તેની છાલમાં સૌથી વધારે પોષણ રહેલું હોય છે.

ઘઉની ઘાસથી પણ ફાયદો રહી શકશે

દિવસમાં જો તમે એક વાર ઘઉની ઘાસનું જ્યુંસ પીશો તો તમારી સ્કીન માટે તે ઘણું ફાયદાકારક રહેશે. તેના કારણે તમારી ઈમ્યુનીટી પણ મજબૂત રહેશે. સાથેજ વરસાદમાં તો તમને ઘણી બિમારીઓ સામે રક્ષણ મળી રહેશે. ઘઉની ઘાસમાં એન્ટિઓક્સિડેંટ તત્વો રહેલા હોય છે. જેના કારણે આપણું લોહી શુદ્ધ થતુ હોય છે.

Image Source

દહી પણ ફાયદાકારક રહેશે

દહીમાં પ્રોબાયોટિક્સ રહેલા હોય છે. જેના કારણે આપણી સ્કીનને ઘણો ફાયદો મળે છે, તે સિવાય દહિનું સેવન કરવાથી કોલેજનના ઉત્પાદનમાં વધારો થાય છે. જેના કારણે વધતી ઉંમર સામે તમારી સ્કીન એટલી સારી રહેશે કે તમારી ઉંમર પણ ઓછી લાગશે.

Image Source

અખરોટ ફાયકારક રહી શકશે

અખરોટ ખાવામાં જેટલી પોષ્ટિક છે. તેના ફાયદા પણ તેટલાજ છે. અખરોટમાં એંટીઓક્સિડેંટ તત્વો રહેલા હોય છે. જેના ઘણા ફાયદા છે. તેને રેગ્યુલર તમારા ડાયટપ્લાનમાં શામેલ કરશો તો તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. જેમા ખાસ કરીને તમારી સ્કીન ઘણી સારી રહેશે

Image Source

ઘઉનો કકરાથી ફાયદો મળી શકશે.

ઘઉના કકરાથી તમને વીટામીન બી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેના કારણે આપણી કોશિકાઓને ઘણો ફાયદો થાય છે. આનું સેવન કરવાથી તમારી સ્કીન ડ્રાય હશે તો તમને ઘણો ફાયદો મળી રહેશે. સાથેજ તમારા શરીરમાં નવી કોશિકાઓનું પણ નિર્માણ થાય છે. જેના કારણે આપણી સ્કીન ઉજળી થતી હોય છે.

Image Source

નારંગીથી પણ ફાયદો મળી શકશે

નારંગીના કારણે આપણા ફેસ પરની કરચલીઓ દૂર થતી હોય છે. તેમા વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. અને એંટીઓક્સીડેંટ તત્વો પણ રહેલા હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી આપણી સ્કીન પહેલા કરતા વધારે ઉજળી થાય છે.

Image Source

સેલ્મનથી ફાયદો મળી શકશે

સેલ્મન અને બીજી માછલીઓમાં ફેટી એસિડ રહેલું હોય છે. જેના કારણે આપણી સ્કીનને ઘણો ફાયદો થાય છે. ફેટી એસિડને કારણે શરીર પર સોજાની સમ્સાયા પણ ઓછી થઈ જાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં સ્કીનને નુકશાન થતું પણ ઓછું થઈ જાય છે. પરંતુ જો તમે શાકાહારી છો તો તમે અળસીનું સેવન કરી શકો છો. કારણકે તેના કારણે પણ તમારી સ્કીનને ઘણો ફાયદો થતો હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *