આ છે દુનિયાની સૌથી ઠંડી જગ્યા – માઈનસ ૪૮ ડીગ્રી થાય છે એટલે તો ખાલી પ્લાસ્ટિક બેગ પણ અહીં જામી જાય છે..

ઉનાળો આવી ગયો ત્યારે શિયાળાની બહુ યાદ આવે. કારણ કે શિયાળમાં તાપમાન નીચું હોય છે સાથે ખાવા-પીવામાં આનંદ અનેરો આવે છે. ઉનાળાના દિવસોમાં દિવસભર થકાન મહેસૂસ થાય છે. શરીરમાં રહેલું પાણી પરસેવા દ્વારા બહાર નીકળીને શરીરને ઠંડું રાખે છે એટલે શરીરને પાણીની વધુ જરૂર પડે છે.

એમ, સખત ગરમી પડે તો આ દુનિયાની આ જગ્યા ખૂબ યાદ આવે કારણ કે, અહીંની જગ્યા પર અદ્દભુત ઠંડક હોય છે. આખું શહેર બરફમાં જામી જાય છે. વાતાવરણ ખુશનુમા થઇ જાય છે અને આખા શહેરમાં સફેદ ચાદર પાથરી હોય તેવું લાગે છે.

દુનિયામાં અમુક એવી જગ્યા છે, જ્યાં બહુ ગરમી પડે છે અને અમુક જગ્યાઓ એવી પણ છે, જ્યાં બહુ ઠંડી પડે છે. પણ ઉનાળાની ગરમી અનુભવીએ ત્યારે દુનિયાના આ લોકેશન જરૂરથી યાદ આવે. કારણ કે, આ છે દુનિયાની સૌથી ઠંડી જગ્યા. અહીંનું તાપમાન માઈનસ ૪૮ ડીગ્રી જેટલું નીચું થઇ જાય છે. ચારેતરફ બરફ જ દેખાય છે.

અમે અહીં જે જગ્યાની વાત કરી રહ્યા છીએ ત્યાં તાપમાન હંમેશા માટે માઈનસની અંદર જ રહે છે. આ લોકેશન દુનિયાની ઠંડી જગ્યામાં નામ સાથે ઓળખાય છે. સાઈબેરીયામાં તાપમાન એટલું નીચું રહે છે કે, અહીં માટલાના પાણીથી લઈને પેનની શાહી સુધીનું બધું જ જામી જાય છે. અહીં ક્યારેક તો તાપમાનનો પારો માઈનસ ૫૦ ડીગ્રી જેટલો નીચો થઈ જાય છે. જરા વિચારો આટલા ઠંડા વાતાવરણમાં લોકો કઈ રીતે રહી શકતા હશે? કેવું હશે અહીંનું માનવ જીવન??

જો માઈનસ ૫૦ ડીગ્રી જેટલું નીચું તાપમાન હોય તો માણસમાં ફેફસાં પણ જામ થઇ જાય છે, પરંતુ ઇન્સાનમાં એટલી અદ્દભુત ક્ષમતા છે કે, તે કોઇપણ પરિસ્થિતિમાં જીવનને સેટ કરી શકે. એન્ટાર્કટીકા પછી સાઈબેરીયાને સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે.

અહીંનું જીવન બહુ મુશ્કેલીથી પસાર થાય છે. પૂર્વ સાઈબેરીયાનું ઓઈયાકનમાં તાપમાન માઈનસ ૭૧.૨ ડીગ્રી નોંધાયું હોય એવો રેકોર્ડ પણ છે. આ જગ્યા પણ એવી ઠંડી છે કે, અહીં ખાલી પ્લાસ્ટિક બેગ પણ જામી જાય છે.

આ જગ્યાને દુનિયાની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવ છે. ક્યારેક તો અહીં બરફના તોફાનો પણ આવે છે. આમ, જોઈએ તો આ જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિનું રહેવું મુશ્કેલ બને છે. બહુ ઠંડુ વાતાવરણ હોવાને કારણે અહીંનું જીવન સંઘર્ષપૂર્ણ રહે છે.

ક્યારેક બહુ જ નીચું તાપમાન હોય ત્યારે સ્કુલ-કોલેજમાં જાહેર રજા ઘોષિત કરી દેવામાં આવે છે. એવા સમયમાં ચારેબાજુ બરફ સિવાય બીજું કંઈ જ દેખાતું જ નથી હોતું. સાઈબેરીયાની લીના નદી ઠંડીની મૌસમમાં એકદમ જામી જાય છે ત્યારે લોકો તેને રસ્તાની જેમ ઉપયોગ કરવા લાગે છે.

પાણીમાંથી એટલો સખત બરફ બની જાય છે કે, આરામથી તેના પર વાહનને ચલાવી શકાય છે. જુઓ આ તસવીરો – તમને અંદાજ આવશે કે, અહીં બરફ પર ગાડી ચલાવવી પણ કેટલી મુશ્કેલ છે.

ઠંડીનો અનુભવ કરવા માટે લોકો દુનિયાના ખૂણેખૂણેથી અહીં આવે છે, પણ અહીં રહેતા લોકો માટે તો અત્યંત ઠંડી પડે તો પણ સામાન્ય વાતાવરણ જેવું જ લાગે છે. ગૂગલમાં સાઈબેરીયાની તસવીરો સર્ચ કરીને જોશો તો પણ અંદાજો આવી જશે કે, કેટલી ઠંડી પડતી હશે અહીં..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment