આ ફેસપેકને ચહેરા પર લગાડતાની સાથે જ કોઈપણ દિલથી પ્રેમ કરવા લાગે તેવી ખુબસુરતી આવી જાય છે…

બજારમાં અત્યારે તો ઘણા સૌદર્ય પ્રસાધનો મળે છે. પણ એ બધામાં સૌથી વિશેષ છે ‘મુલતાની માટી.’ સફેદ માટી એટલે કે મુલતાની માટીના ફાયદા તો અનેક છે એથી વિશેષ તે વાળને સાફ કરવા સાથે ચહેરાના નિખાર માટે પણ અતિઉપયોગી છે. ચહેરા પર તેજ લાવવા અને ત્વચાને સાફ કરવા માટે વિશેષ ઉપયોગી છે. મુલતાની માટીથી ચહેરા પરની ડેડ સ્કીનને દૂર કરી શકાય છે. આ માટીના એલ્યુમીનીયમ સીલીકેટ નામનું તત્વ હોય છે જે ત્વચાને એકદમ સાફ રાખવામાં અને નિસ્તેજ ચહેરા પર ચમક લાવવા કારગર સાબિત થાય છે.

સામાન્ય રીતે બધા માણસો જાણે છે કે, મુલતાની માટીનો બહુઉપયોગી વસ્તુ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે, મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. કારણ કે, જો મુલતાની માટીનો ઉપયોગ બરાબર રીતે કરવામાં ન આવે તો ચહેરા પરની ત્વચા વધુ ડ્રાય પણ થઇ શકે છે. એટલા માટે તેના ઉપયોગમાં પણ કાળજી રાખવી જરૂરી છે. તો આજના આર્ટીકલમાં આપણે મુલતાની માટીને યોગ્ય રીતે વપરાશ કરવાની રીત જાણીશું. આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં. કેમ કે અહીં જાણકારીનો ખજાનો છે.

  • ઓયલી સ્કીન માટે ગુલાબજળ સાથે બનતું મુલતાની માટીનું ફેસપેક

ઘણા લોકો ચહેરા પરની ઓયલી સ્કીનના પ્રશ્નથી પરેશાન હોય છે. તો એ પ્રશ્નની મૂંઝવણ દૂર કરતા તમને જણાવીએ છીએ કે, મુલતાની માટીમાં ગુલાબજળ ઉમેરી એક બાઉલમાં મિક્ષ કરી નાખો. એ રીતે તૈયાર થયેલ ફેસપેકને ચહેરા પર લગાવો. સુકાય ગયા બાદ આંગળીના ટેરવાથી હળવે મસાજ કરીને પાણી વડે ફેસપેકને દૂર કરી નાખો. માત્ર આટલું કરવાથી ઓયલી સ્કીનમાં વધારાનું ઓયલ દૂર થશે. આ ફેસપેક લગાવવાથી ચહેરા પરનું પીએચ લેવલ બેલેન્સ રહે છે.  

  • સેન્સેટીવ સ્કીન માટે મુલતાની માટી, બદામ અને દૂધનું ફેસપેક

જો તમારા ચહેરાની ત્વચા સેન્સેટીવ છે તો રાત માટે બે બદામને થોડા પાણી અને દૂધને મિશ્ર કરીને તેમાં પલાળી દો. પછી સવારે તેને પીસીને મુલતાની માટીમાં મિશ્ર કરીને જરૂર મુજબની તેમાં દૂધ ઉમેરીને ફેસપેક માટેની પેસ્ટ બનાવી લેવી. આ ફેસપેકને ચહેરા પર લગાડવાથી નિખાર આવે છે તથા સ્કીન પર પડેલા દાગને દૂર કરી શકાય છે.

  • ગ્લોઇન્ગ સ્કીન માટે મુલતાની માટી, હળદર અને ચંદનનું ફેસપેક  

જો તમારી સ્કીન નોર્મલ છે અને ચહેરા પર નિખાર લાવવા માટે ઘણા બજારૂ વસ્તુના અખતરા કરીને થાક્યા હોય તો મુલતાની માટી બેસ્ટ ઓપ્શન છે. એક બાઉલમાં ૨-૩ ચમચી જેટલી મુલતાની માટી લઈને તેમાં ટમેટાનો રસ અને ચંદન પાઉડર ઉમેરી સારી રીતે મિશ્ર કરી લો. તેમાં પણ જો તમારે એક્ષ્ટ્રા ગ્લો જોઈતો હોય તો પેસ્ટ બનાવતી વખતે તેમાં હળદર પાઉડરને ઉમેરો. આ રીતે તૈયાર કરેલ ફેસપેકને ચહેરા પર ૧૦-૧૫ મિનીટ સુધી લગાવીને રાખો ત્યાર બાદ હુંફાળા ગરમ પાણી વડે ચહેરાને ધોઈ નાખો.

  • ડાર્ક સ્પોટ માટે મુલતાની માટી, ફુદીનાના પાન અને દહીં

ચહેરા પરના ડાર્ક સ્પોટ અને ખીલ/ફોલ્લીના ડાઘ દૂર કરવા માટે મુલતાની માટીમાંથી બનાવેલ ફેસપેક એકદમ ફાયદાકારક છે. આ ફેસપેકને બનાવવા માટે બાઉલમાં મુલતાની માટી લઈને તેમાં ફુદીનાના પાનનો પાઉડર અને દહીં મિશ્ર કરીને ફેસપેક બનાવી લો. આ ફેસપેકને ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાવીને રાખો પછી ગરમ પાણી વડે ચહેરાને સાફ કરી નાખો. થોડા સમય માટે રોજીદા આ ફેસપેકના ઉપયોગથી તમને અવશ્ય ફાયદો થશે.

મુલતાની માટી સાથે અન્ય ચીજને મિશ્ર કરીને બનાવવામાં આવતા આ ફેસપેકથી ચહેરા પર તેજ આવી જાય છે. સાથે ઘરે જ તૈયાર કરેલા ફેસપેકમાં કોઈ જ પ્રકારના હાનીકારક કેમિકલનો ઉપયોગ થતો નથી જેને કારણે આડઅસરની સંભાવના રહે નહીં. તો તમે પણ ચહેરાને અનુરૂપ હોય તેવું મુલતાની માટીનું ફેસપેક લાગવાનું…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment