યુવતીઓ શા માટે પ્રેમ પ્રસ્તાવનો સ્વિકાર જલ્દી નથી કરતી…વાંચો જાણવા જેવી માહિતી

એવું ઘણી વખત જોવા મળે છે કે જ્યારે કોઈ યુવક કોઈ યુવતી સામે પ્રેમ પ્રસ્તાવ મુકે ત્યારે તે યુવતી તેનો પ્રેમ પ્રસ્તાવ નથી સ્વીકારતી. ત્યારે ઘણી વખત લોકોના મનમાં તે સવાલો થતા હોય છે. કે આખરે શા માટે યુવતીએ તે યુવકનો પ્રેમ પ્રસ્તાવ ન સ્વીકાર્યો

આજે અમે તમને આ વીષય પર વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે. આ લેખ એ લોકોને ઘણો કામ લાગશે કે જે લોકો કોઈ યુવતી સમક્ષ તેમનો પ્રેમ પ્રસ્તાવ મુકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી તમને ખ્યાલ આવી જશે કે તમારે કઈ કઈ વસ્તુને લઈને તૈયાર રહેવું જોઈએ

Image Source

ઉતાવળ ક્યારેય ન કરો

આ સૌથી મોટું કારણ છે કે જેના કારણે યુવતીઓ પ્રેમ પ્રસ્તાવ નથી સ્વિકારતી. મોટા ભાગના યુવકોને ધીરજ નથી હોતી અને તેઓ એવું ઈચ્છતા હોય છે કે યુવતી જલ્દી તેમની ગર્લફ્રેન્ડ બની જાય. આપને જણાવી દઈએ કે કોઈ પણ યુવતીને પ્રેમ અને લગાવ થવામાં થોડોક સમય લાગતો હોય છે. પ્રેમ એક કે બે દિવસમાં નથી થઈ જતો માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યા પછી પણ તમારે અમુક મહિનાઓ સુધી રાહ જોવી જોઈએ.

ખોટું વિચારવું

યુવતીઓ ત્યારે પણ પ્રેમ પ્રસ્તાવ નથી સ્વીકારતી જ્યારે યુવકો ખોટુ વીચારી બેસતા હોય છે. કોઈ યુવતી હસીને વાત શું કરે અમુક યુવકોને એવું લાગવા લાગે છે કે તે તેને લાઈક કરે છે. પરંતું તે તમને એક સારા મિત્ર સમજીને પણ વાત કરતી હોય છે. અમુક લોકોને જ્યારે યુવતી સ્માઈલ આપે ત્યારે તેને એવું લાગે છે કે તે લાઈન આપી રહી છે. એવું નથી હોતું પરંતુ જો કોઈ યુવતી તમને સ્માઈલ આપી રહી છે તો સમજી જજો કે તે તમને પસંદ કરે છે.

યુવતીને સૌથી પહેલા ઈમ્પ્રેસ કરો

જ્યારે પણ તમે કોઈ યુવતી સામે પ્રેમ પ્રસ્તાવ મુકવાની તૈયારી કરો તે પહેલા તેને ઈમ્પ્રેસ કરવાનું રાખો તે ઘણું જરૂરી છે. જો તમે કોઈ યુવતી સામે ઈમ્પ્રેસ કર્યા વગરજ પ્રેમ પ્રસ્તાવ મુકશો તો તે તમારો પ્રસ્તાવનો  સ્વીકાર નહીજ કરે. તેની પસંદ વીશે માહિતી મેળવો તેની પસંદની વસ્તુઓ તેના માટે લાવીને તેને ઈમ્પ્રેસ કરો તે સિવાય તમે લવ લેટર કે પછી શાયરી બોલીને પણ તેને ઈમ્પ્રેસ કરી શકો છો. માટે ક્યારેય પણ કોઈ યુવતી સામે પ્રેમ પ્રસ્તાવ મુકો તે પહેલા તેને ઈમ્પ્રેસ કરવાનું રાખજો.

ઘર વાળા તરફથી દબાણ

ઘણી વખત એવું બનતુ હોય છે કે તમે જેને પ્રેમ કરો છો તે પણ તમને પ્રેમ કરતી હોય પરંતુ ઘરના સભ્યો લવ મેરેજની વિરુદ્ધ હોય જેના કારણે તે તમારો પ્રેમ પ્રસ્તાવ ન સ્વીકારતી હોય. ઘરના સભ્યો યુવતીઓને કહેતા હોય છે કે તમારા લગ્ન ત્યાજ થશે જ્યા અમે નક્કી કરીશું. આજ કારણે યુવતી જો તમને પસંદ કરતી હશે તેમ છતા તે તમારો પ્રેમ પ્રસ્તાવ સ્વિકાર નહી કરે.

તેનો ભરોસો જીતવાનું રાખો

આ સૌથી મોટું કારણ છે તમે કોઈ પણ યુવતી સામે તમારો પ્રેમ પ્રસ્તાવ મુકો તો તેને તમારો ભરોસો આપો. ઘણી વખત યુવતીઓને એવું લાગતું હોય છે કે છોકરો ખાલી ટાઈમપાસ કરવા માટે તેને પ્રપોસ કરી રહ્યો છે. તે તેની સાથે લગ્ન કરવા નથી માગતો. છોકરીનું દીલ જીતવા માટે તમારે સૌથી પહેલા તેનો ભરસો જીતવો જરૂરી છે. છોકરીઓ એ વાતથી ઘણી ડરતી હોય છે કે રીલેશનશીપમાં આવ્યા પછી છોકરો મને છોડી ન દે માટે આ ડરને કારણે પણ યુવતીઓ પ્રેમ પ્રસ્તાવ સ્વીકારતી નથી.

પહેલાથી રીલેશનશીપમાં હોવાનું કારણ

આ વસ્તુ ઘણી જગ્યાએ જોવા મળે છે અમુક લોકો યુવતીના પ્રેમમાં પાગલ થઈને તેને પ્રપોઝ કરી બેસે છે. પરંતુ તે વાતની જાણ રાખવી જરૂરી છે કે તે યુવતી પહેલાથી રીલેશનશીપમાં છે કે નથી. કારણકે જો તે પહેલાથી રિલેશનશીપમાં હશે તો તે તમને નાજ પાડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *