સવારે ઊઠતા જ પેટમાંથી આવા લાગે છે “”ગુડ ગુડ”” નો અવાજ, તો આ ટિપ્સ અપનાવીને મેળવો તેમાંથી છુટકારો

Image Source

કેમ છો મિત્રો, આપણે દરેક વ્યક્તિ જાણતા હોઈએ છીએ કે સવારે ઊઠ્યા પછી જ આપણને હંમેશા કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે. કારણ કે પેટ આપણું યોગ્ય રીતે સાફ થતું નથી અને તેના જ કારણે આપણને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે, અને પેટમાં પણ દુખવા લાગે છે. ઘણી વખત તો પેટમાંથી ગુડ ગુડ જેવો અવાજ પણ આવવા લાગે છે, અને તે આપણા દરરોજના લાઈફની નોર્મલ એક્ટિવિટી કરવી પણ તેના જ કારણે ખૂબ અઘરી થઈ જાય છે. જો તમને પણ આ તકલીફમાંથી છુટકારો મેળવવો છે તો તમારી લાઈફ સ્ટાઈલમાં તમારે બદલાવ કરવો પડશે, અને તેની સાથે જ ખાવા પીવાની આદતોને પણ બદલવી પડશે. આવો જાણીએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે આપણે કયા કયા ઉપાય કરવા જોઈએ.

કબજિયાત દૂર કરવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ

1 ફાઇબર યુક્ત ખોરાક

ફાઇબર યુક્ત ખોરાકને પેટ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે કારણ કે તેના જ મદદથી આપણી પાચન ક્રિયા મજબૂત થાય છે. જો તમે આ ન્યુટ્રીયંટનો 30 થી 35 ગ્રામ સુધીનું સેવન કરશો તો કબજિયાત જેવી સમસ્યા થશે નહીં.

2 દહીં

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે દહીંની તાસિલ ઠંડી હોય છે અને તે આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ કબજિયાતની સમસ્યા ત્યારે જ દૂર થાય છે જ્યારે આપણા પેટમાં સારા બેક્ટેરિયા આવે છે અને તે દૂધના પ્રોડક્ટમાં પ્રોબાયોટિક હોવાના કારણે ડાયજેશન કરવામાં પણ મદદ કરે છે જે લોકોનું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરતું નથી તેમને જરૂરથી દહીંનું સેવન કરવું જોઈએ.

3 ત્રિફળા

ત્રિફળા ને તો આયુર્વેદનો ખજાનો માનવામાં આવે છે અને તેને તૈયાર કરવા માટે આમળા બેહડા અને હરડેનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં ત્રિફળાની ગોળી ઉમેરીને તેનું સેવન કરવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે..

4 લીંબુપાણી

લીંબુ પાણી પીવાથી આપણા શરીરને તાત્કાલિક એનર્જી મળે છે અને ખૂબ જ રાહતનો અનુભવ થાય છે કારણ કે તે ન માત્ર શરીરને ઠંડક આપે છે પરંતુ આપણા શરીરમાંથી ઝેરી કચરાને બહાર કાઢવાનું કામ કરે છે જો તમને પેટની તકલીફનો અનુભવ થતો હોય તો તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને ત્યારબાદ તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

નોંધ : અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી ઉપર આધારિત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment