જ્યારે કોઈ તમારા દેખાવ નો મજાક ઉડાવે છે, ત્યારે તેને નજરઅંદાજ કરવા માટે અપનાવો આ ટિપ્સ 

Image Source

ઘણીવાર અમુક લોકો બીજા ના દેખાવની હંમેશા મજાક ઉડાવતા રહે છે. પરંતુ આવા લોકોને પણ હેન્ડલ કરતા આવડવું જોઈએ.

તમે અમુક એવા વ્યક્તિ વચ્ચે છો જેને તમારા સ્ટાઇલ વિશે સમજ નહીં હોય, અને તે એવું નથી સમજતા કે નાકની વચ્ચે પહેરવા વાળી નથ એ સેપ્ટમ નો એક ક્લાસિક લુક છે. તે લોકોને છોકરી ના  નાના અને રંગેલા વાળ પસંદ નથી આવતા, અને તેવી છોકરીઓ પણ પસંદ નથી આવતી. એવા તો ન જાણે કેટલાય ફેશન અને સ્ટાઇલ છે જેને અપનાવીને તમે લોકો ની હસી અને ગોસિપ નું કારણ બની જાવ છો. ઘણીવાર  લોકોની વચ્ચે મજાક પણ બની જાવ છો.

જો તમને આ બધું તકલીફ આપે છે તો પોતાની વિચારસરણી બદલી નાખો અને તેવા લોકોનો સાથ પણ બદલી નાખો. પરંતુ તમે તમારી સ્ટાઇલ બિલકુલ ના બદલશો કારણ કે આ સ્ટાઈલમાં જ તમે સુંદર દેખાવ છો. આમાં જ તમારી બધી વિચારસરણી દેખાય છે લાગે છે કે તમે તમારી જાતને આગળ વધવા માટે પ્રેરણા આપી છે પરંતુ આ વિચારસરણીથી અન્યને અવગણવું સરળ રહેશે નહીં તેથી તમારે ઘણી ટિપ્સ પર ધ્યાન આપવું પડશે અને તેમને અપનાવવો પડશે.

Image Source

તમારામાં હિંમત છે

તમે એકદમ મામૂલી અથવા તો સાધારણ સ્ટાઇલને અપનાવો છો તો તમે શું મોટું કામ કરો છો. એવું તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ જો તમે કોઈ સ્ટાઇલને અપનાવી છે તો દરેક વ્યક્તિ આવું કરવાથી ડરે છે. જો તમે તે સ્ટાઇલ કરવાથી ગભરાયા નથી તો તમે વિચારો કે તે માત્ર તમે જ છો.  જેમાં રિસ્ક લેવાની હિંમત છે. જે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવા માંગે છે. તેથી જ પોતાની હિંમત માટે આવા મજાક ઉડાવવા વાળા લોકોથી દૂર રહો. તથા તેવા લોકોને ઇગ્નોર કરો.

તે સમજી શકશે નહીં

એક વાત તમારી સમજવી પડશે કે જે લોકો તમારી હજુ પણ બુરાઈ કરે છે તે એટલા માટે કરે છે કારણ કે તે માત્ર આવું જ કરવા માંગે છે,તમે તે લોકોને પોતાની વાત કહેવા માંગો છો અથવા તો સમજાવવાનું વિચારો છો તો તમે ખોટા છો. તમને તેનાથી કોઇ ફાયદો નહીં મળે. તેથી જ તમે પોતાની સ્ટાઈલ માં રહો અને બધું ભૂલી જાવ.

તેમના મજાકમાં તમે સામેલ થાવ

આવા લોકોને શાંત પાડવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે જાતે આવા લોકોની મજાક માં જોડાઈ જાવ. જ્યારે તે તમારા પર હશે ત્યારે નારાજ થવાને બદલે તમે તેની સાથે થોડું હસી લો. વિશ્વાસ રાખો કે આવું કરવાથી તેનું ધ્યાન તમારી બુરાઈ કરવાથી ખસી જશે. અને તે ફક્ત તમને માનવી તરીકે ઓળખવાનું શરૂ કરશે.

ટોકા ટાકી સહન ન કરો

લોકોનો વ્યવહાર ખૂબ બદલાઈ જાય ત્યારે જરૂરી છે કે સામેવાળાને તમે જણાવી દો કે હવે હદ થી વધારે ટોકા ટાકી તમે સહન નહીં કરો. એક મર્યાદા પછી તમે તેમને સાંભળવાનું પસંદ નહીં કરો. આ વાત તમારી સામે વાળી વ્યક્તિ ને કડક શબ્દોમાં કહેવી પડશે જેનાથી સામેવાળા વ્યક્તિ ને પોતાની મર્યાદા સમજમાં આવી શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment