🌅જો તમે ઈચ્છો છો કે તમને લૂ ન લાગે, તો ઘરેથી બહાર નીકળતા પહેલા અજમાવો આ ટિપ્સ

ઉનાળામાં તડકા અને લૂથી બચવું કોઇ મુશ્કેલ કાર્યથી ઓછું નથી. ઘણા લોકો લૂથી બચવાના ઉપાય શોધે છે, તો ઘણા લોકો લૂને નજરઅંદાજ કરે છે. એક તરફ જ્યાં લૂ લાગવાને કારણે ઝાડા, ઉલ્ટી અને ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં નાની નાની વાતો પર ધ્યાન આપીને લૂથી બચી શકાય છે.

અંગ્રેજીમાં એક કહેવત છે – પ્રિવેંશન ઇઝ બેટર ધેન ક્યોર, જેનો અર્થ છે કે સારવારથી ઉતમ બચાવ હોય છે. ખરેખર, આ કહેવત ઉનાળા પર યોગ્ય લાગુ પડે છે. ઘણા લોકો ગરમીથી બચવા માટે સળગતા તડકા અને લૂમાં નીકળવાથી પેહલા કોઈપણ સાવધાની રાખતા નથી, જેના કારણે તેને ફક્ત લૂ લાગવાનું જોખમ વધતું નથી, પરંતુ તેનું સ્વાસ્થ્ય પણ ગંભીર રૂપે ખરાબ થઈ શકે છે.

ખરેખર, ઉનાળાની ઋતુમાં લૂ લાગવી સામાન્ય વાત હોય છે. આવી સ્થિતિમાં ઘણી લાપરવાહીને કારણે ઘણા લોકો લૂનો શિકાર બને છે, જેનાથી ઝાડા, ઉલ્ટી, ડીહાઈડ્રેશન, શરીરમાં દુખાવો, થાક અને નબળાઈ આવવા લાગે છે, સાથેજ વાયરલ ઇન્ફેક્શન થવાની સંભાવના પણ ઘણી વધી જાય છે. અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ લૂથી બચવાના કેટલીક ખાસ ટિપ્સ, જેને અનુસરી તમે લૂને સરળતાથી હરાવી શકો છો.

શરીરને ઢાંકીને રાખો : ઉનાળામાં ઘણા લોકો તડકા અને સળગતી ગરમીના કારણે ઓછામાં ઓછા કપડા પેહરીને બહાર જવાનું પસંદ કરે છે. પરંતુ આવી સ્થિતિમાં લૂ લાગવાનું જોખમ વધે છે. તેથી બહાર નીકળતા પેહલા શરીરને સરખી રીતે ઢાંકીને રાખો.

કપડા પર ધ્યાન આપો : શરીરને લૂથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ફૂલ સ્લીવના કપડા પહેરવાનો પ્રયત્ન કરો. ફૂલ કપડામાં તમને ગરમી વધારે લાગી શકે છે. પરંતુ, તેનાથી તમને તડકો અને લૂ બિલકુલ લાગતી નથી. સાથેજ ગરમીમાં સિંથેટિક કપડાને બદલે ઢીલા હળવા રંગના સુતરાઉ કપડા પેહરો. તેનાથી તમને ગરમી ઓછી પણ લાગશે અને તમે ખૂબ આરામદાયક અનુભવ કરશો.

આંખોને સુરક્ષિત રાખો : તડકા અને લૂની અસર સીધી તમારા આંખ પર પડે છે. જેનાથી તમારી આંખમાં બળતરા, ખંજવાળ અને સોજા પણ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં બહાર જતી વખતે આંખો પર સન ગ્લાસ પેહરવાનું ભૂલશો નહિ.

ભોજન પર ધ્યાન આપો : ઉનાળામાં ખાલી પેટે બહાર નીકળવું બીમારીને આમંત્રણ આપે છે. તેથી હંમેશા કંઈને કંઈ ખાઈને બહાર જાઓ. સાથેજ ગરમીથી બચવા માટે કેરી, શિકંજી અને શેરડીના રસ જેવા પીણા પણ પી શકો છો. તેનાથી તમારું શરીર ઠંડુ રહેશે અને તમારા ઉપર ગરમીની અસર ઓછી થશે.

આ વાતનું ધ્યાન રાખો : ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે રોજ નહાવું અને ઘરને પણ ઠંડુ રાખવાનો પ્રયત્ન કરો. તેમજ તડકામાંથી આવ્યા પછી તરત પાણી અથવા ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી બચવું. આ ઉપરાંત ઉનાળામાં સ્વસ્થ રેહવા માટે બજારમાં મળતી ખુલી વસ્તુઓ અને ફાટેલા ફળને ભૂલથી પણ ખાશો નહિ. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment