શ્રાવણ મહિનો : 23 જુલાઈ થી 22 ઓગસ્ત સુધી નો પવિત્ર મહિનો, જાણો શું ખાવું અને શું ન ખાવું જોઈએ

Image Source

આ વખતે 23 જુલાઈ થી 22 ઓગસ્ત સુધી શ્રાવણ મહિનો ચાલશે… શ્રાવણ મહિના માં અમુક ખાવાની વસ્તુઓ જો ન જ ખાવામાં આવે તો સારું છે. આવા વરસાદી શ્રાવણ મહિના માં અમુક ફળ અને શાકભાજી ન ખાવી જોઈએ કારણકે આવા સમય માં આ ફળ અને શાકભાજી માં વિષ નું પ્રમાણ વધી જાય છે. જે  આપણાં આરોગ્ય માટે સારું નથી.

ચાલો, જાણીએ શ્રાવણ મહિના માં શું ખાવું અને શું ન ખાવું જોઈએ

શ્રાવણ મહિનો એટલે વરસાદ નો મહિનો. સુર્ય નો તડકો પણ ઓછો હોય છે. જેના કારણે પાચનશક્તિ વધારે એવા એંજયમ ની પણ વૃદ્ધિ થતી નથી. ખાસ કરી ને પેપસીન અને ડીસ્ટેસ 37 ડિગ્રી પર ઍક્ટિવ થાય છે.

વરસાદ કે ચોમાસા ના સમય માં તાપમાન ઓછું હોવાના કારણે એંજયમ ની એક્ટિવિટી ઓછી થઈ જાય છે. બીજી ઘણી બીમારીઓ આ સમયે વધી જ વધે છે.

Image Source

વ્રત માં ખાવા લાયક ફળ માં પપૈયું એવું ફળ છે કે જેમાંથી પેપસીન આપણાં શરીર ને મળે છે. વાતાવરણ માં જે પરિવર્તન થાય છે  તેને આપણું શરીર સ્વીકારી શકતું નથી. એટલા માટે જ ઋષિ મુનિઓ ધ્વારા વ્રત રાખવાની પરંપરા શરૂ કરવામાં આવી..  સાથે જ વ્રત કરવાથી  શરીર ને સ્વાસ્થ્યવર્ધક અને સાત્વિક આહાર મળે છે. જેનાથી  રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વ્રત માં લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ

Image Source

વરસાદ માં પાલક, મેથી, લાલ ભાજી,રીંગણ, કોબીજ, ફ્લાવર જેવી શાકભાજી ન ખાવી જોઈએ. તેની પાછળ નું વૈજ્ઞાનિક કારણ એવું છે કે વરરસદ માં જીવ-જંતુ નું પ્રમાણ વધી જાય છે. કીડી-મકોડા ની સંખ્યા વધી જાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી માં  જીવ-જંતુ ની વૃદ્ધિ જલ્દી થાય છે. તે થી જ વરસાદ ની સીજન માં  લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા.

આ દિવસો માં જે લોકો ઓછું ખાય  છે એ લોકો એક દમ ફિટ રહે છે. ઉપવાસ કરવાથી શરીર ને થોડી તકલીફ થાય છે. પરંતુ, સમય જતાં ભૂખ્યા પેટે રેહવાની આદત થઈ જાય છે. જો 12 કલાક સુધી કઈ પણ ખાવામાં ન આવે તો શરીર માં ઑટોફિગી  નામની સફાઇ ની ક્રિયા ચાલુ થઈ જાય છે. બેકાર કોશિકાઓ ને શરીર સાફ કરી દે છે . ભૂખ અને ઉપવાસ નવી કોશિકાઓના  નિર્માણ માં ફાયદાકારક છે.  ટોફિગી ની શોધ માટે 2016 માં જાપાન ના વૈજ્ઞાનિક યોશઈનોરી ઓસઉમિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અત્યારે, કેન્સર નું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે ઉપવાસ ના દિવસે સાત્વિક ભોજન કરવાથી, લસણ-ડુંગળી કે માંસાહાર ની પરેજી પાળી ને , ફક્ત ફાળો નું સેવન કરવાથી તમને  ફક્ત સ્વાસ્થ્ય  જ નહીં પણ કેન્સર નો ભય પણ ઓછો થઈ જાય છે. ઉપવાસ કરવાથી જીવન લાંબુ થઈ જાય છે.  કારણકે ડિયાબિટિસ અને કેન્સર જેવી બીમારીઓ  નો ભય ઓછો થઇ જાય છે.  વ્રત કરવાથી શરીર હળવું ફૂલ જેવુ લાગે છે.

Image source

વ્રત કરવાથી શરીર માંથી એવા હોર્મોન્સ નીકળે છે કે જે ફેટટી ટિસ્યૂ ને તોડવામાં મદદ કરે છે. એટલે કે તમારું વજન ઓછું થઈ જાય છે. રિસર્ચ ધ્વારા એ પણ સાબિત થયું છે કે થોડાક સમય માટે ઉપવાસ રાખવાથી શરીર માં મેટાબોલીજમ વધે છે. જેનાથી વજન ઓછું થાય  છે.

વ્રત રાખવાથી શરીર શુદ્ધ થાય છે. શરીર થી જેહરીલા તત્વો બહાર નીકળે છે. પણ શરત એક જ છે કે તમે વ્રતનાં સમય માં ફળ અને શાકભાજી નું સેવન વધુ કરો.

Image Source

આયુર્વેદ મુજબ, વ્રત કરવાથી શરીરમાં જથરાગ્નિ (ડેજેસ્ટીવ ફાયર) વધતી જાય છે. આનાથી પાચન સારું થાય છે અને ગેસ સંબંધિત સમસ્યા દૂર થાય  છે

વ્રત આપણાં શરીર ને હલકું રાખે છે. હલકા શરીર થી મન પણ હળવું રહે છે. અને મગજ પણ સારી રીતે કામ કરે છે. વ્રત થી આપણું સ્વાસ્થ્ય સુધરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment