ઘરમાં કેવા ચિત્ર લગાવવાથી ભાગ્યોદય થશે ? જાણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યાં આ ભૂલ

Image Source

ચિત્રોની અંદરથી વિશેષ પ્રકારના તરંગો નીકળે છે અને તેના કારણે તેની સીધી અસર આપણા મન પર પડે છે. તે મનને સારું પણ બનાવી શકે છે અને ખરાબ પણ. ચિત્રોથી ફક્ત મનને જ પ્રભાવિત કરી શકાતું નથી.

આપણે આપણા ઘરની સુંદરતા માટે, યાદી માટે અને પૂજા પાઠ માટે જુદા જુદા ચિત્ર લગાવીએ છીએ. તે ચિત્ર રંગીન પણ હોય છે, સાદા, મોટા અને નાના પણ. ચિત્રોની અંદરથી જુદા પ્રકારના તરંગો નીકળે છે અને તેના કારણે તેની સીધી અસર આપણા મન પર પડે છે. તે મનને સારું પણ બનાવી શકે છે અને ખરાબ પણ. ચિત્રોથી ફક્ત મનને પ્રભાવિત કરી શકાતું નથી, પરંતુ ઘણીબધી મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે.

શિક્ષણમાં ફાયદા અને એકાગ્રતા માટે કેવા ચિત્ર લગાવવા?

શિક્ષણ અને એકાગ્રતા માટે ગણેશજીનું ચિત્ર ખૂબ લાભદાયક હોય છે. આ ઉપરાંત ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવું પણ લાભદાયી હોય છે. વિશેષ એકાગ્રતા માટે શ્રી યંત્ર પણ લગાવી શકાય છે. ચિત્ર સ્પષ્ટ અને રંગીન હોય તો વધારે સારું રેહશે. પોતાના અભ્યાસ સ્થાન પર કાર્ટુન અને ફિલ્મી ચિત્ર લગાવવા નહિ. એક જ ચિત્ર હશે તો વધારે સારું રહેશે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે શું કરવું?

તેના માટે તમારા સયુંકત કુટુંબનું ચિત્ર જરૂર લગાવો. તે ચિત્ર પૂર્વ અને ઉત્તર દિશાની દીવાલ પર જ લગાવો. ભલથી પણ આ ચિત્રને દક્ષિણ દિશાની દીવાલ પર લગાવવું નહિ. જુદા જુદા રંગોના ઘણા બધા ફૂલોનું ચિત્ર પણ લગાવી શકો છો. ફૂલોના ચિત્ર લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં જ લગાવો.

દરેક ઈચ્છા માટે અલગ ચિત્ર:

ઘરમાં પ્રેમ વધારવા માટે ડ્રોઈંગ રૂમ અથવા મુખ્ય દ્વારની આજુબાજુ ફૂલો અથવા પાણીનું ચિત્ર લગાવો. આર્થિક સમૃદ્ધિ માટે પૂજા સ્થાન પર બેસેલ લક્ષ્મીજીનું ચિત્ર લગાવો. સંતાનની પ્રાપ્તિ માટે કમળના ફૂલનું ચિત્ર અથવા ગાયનું ચિત્ર શયનખંડમાં લગાવો. સારા સ્વાસ્થ્ય માટે કામકાજના સ્થાન પર ઉગતા સૂર્યનું ચિત્ર લગાવો. દરેક પ્રકારના દુઃખો દૂર કરવા માટે પૂજા સ્થાન પર શિવજી અથવા કૃષ્ણજીનુ ચિત્ર આશીર્વાદની મુદ્રામાં લગાવો.

ક્યાં પ્રકારની સાવધાનીઓ રાખવી?

બને ત્યાં સુધી રંગીન અને સુંદર ચિત્રો લગાવો. જંગલી પ્રાણીઓ, આગ અને કાંટાનું ચિત્ર લગાવવું નહિ. ચિત્રોને સાફ રાખો. તેના પર ધૂળ ન જામવા દો. બેડરૂમમાં દેવી દેવતાઓના ચિત્ર લગાવવા નહિ. ઘરમાં વધારે ચિત્ર લગાવવા નહિ. તેનાથી સંબંધમાં સમસ્યા પેદા થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment