🍹દરરોજ ખાલી પેટ સેવન કરો જીરૂ, વરિયાળી અને ધાણાનું પાણી, મળશે ચોંકાવનારા અને જબરજસ્ત ફાયદા

વર્કઆઉટ કરવું અને યોગ્ય ડાયટનું પાલન કરવું તેની સાથે સાથે લોકો વજન ઓછું કરવા માટે નેચરલ ઉપાયને પણ પોતાના ડાયટ નો એક ભાગ બનાવે છે. અને તેનો સહારો લે છે તેમાંથી સૌથી સામાન્ય છે ડિટોક્સ ડ્રિન્ક. જો તમે પણ વજન ઓછું કરવાના પ્રયાસ કરી રહ્યા છો તો અમે તમને જણાવીશું એક એવા કાયદા વિશે જે જિદ્દી ચરબીમાંથી છુટકારો મેળવવાનું કામ કરી શકે છે, અને તેમાં તમારી મદદ કરે છે.

Image Source

આયુર્વેદના એક્સપર્ટ 3 વસ્તુઓની મદદથી બનતું આ પીણું પીવાની સલાહ આપે છે જે વજન ઓછું કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

Image Source

કેવી રીતે તૈયાર કરવું આ પીણાંને

આ ડિટોક્સ પાણીને તૈયાર કરવા માટે તમને જોઈશે એક ચમચી ધાણા, જીરું અને વરિયાળી. આ ત્રણને એક મોટા ગ્લાસ પાણીમાં નાખીને પલાળવા માટે મૂકો.

હવે તેને આખી રાત માટે રહેવા દો, અને બીજે દિવસ સવારે તેને ઉકાળો. જ્યારે તે ઉકળી જાય ત્યારે તેને ગાળીને ઠંડુ થવા માટે મૂકો. તમે તેના ગુણને વધારવા માટે તેમાં સિંધવ મીઠું અથવા તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

જીરા ના ફાયદા

જીરા માં ઘણા બધા ફાયદા જોવા મળે છે. તે મેટાબોલિઝમને તીવ્ર કરીને પાચનક્રિયાને વધારો આપવાનું કામ કરે છે, અને તેને તેજ કરે છે. તે ખાસ કરીને ગરમીની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે એટલા માટે કારણ કે તે પોટેશિયમ, કેલ્શિયમ, કોપર જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. અને તેની સાથે સાથે જ આ પીણું આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત પણ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જીરું એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાના લીધે સંક્રમણ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે છે.

ધાણા ના લાભ

ધાણા વજન ઓછું કરવા માટે બેસ્ટ ઉપાય છે. તે શરીરમાં જમા થયેલા વધારાના પાણીને બહાર કાઢવામાં મદદ કરે છે. અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે અને માત્ર એટલું જ નહીં ધાણા આપણી ત્વચાને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે. ધાણા બ્લડશુગરને નિયંત્રિત કરવાનું તથા હૃદય અને દિમાગના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વરીયાળી ના ફાયદા

વરીયાળી ગરમીથી સંબંધી ત્વચાની બીજી બધી સમસ્યાઓને દૂર કરવા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. અને તદુપરાંત તે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ પણ કરે છે, તથા તે હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.

વરીયાળી પાચનક્રિયામાં મદદ કરે છે અને ચયાપચયને વધારો આપવાનું કામ કરે છે. વરિયાળી લોહીને શુદ્ધ કરે છે અને અપચા તથા કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે, એવા ઘણા બધા અધ્યયન છે જેમાં કેન્સરના જોખમને ઓછું કરવા માટે તેની ભૂમિકા વિશે જણાવવામાં આવ્યું છે.

તમારા દિવસની શરૂઆત આ પીણાંની સાથે કરો છો તમે એક યોગ્ય ડાયટનું પાલન કરો છો. અને તેની સાથે જ વર્કઆઉટ પણ કરો છો તો તમારું વજન ઓછું કરવામાં તમને ખુબ જ મદદ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment