જો તમે કોઇ પાર્ટીમાં અનારકલી ડ્રેસ પહેરો છો તો એવામાં પોતાના સ્ટાઇલને વધારવા માટે તમે આ પ્રકારની એસેસરીઝ પહેરી શકો છો.
જ્યારે પણ હોય તે ફેમિલી ફંક્શન હોય અથવા તો તહેવાર હોય તેવામાં દરેક મહિલાઓ ઇન્ડિયન વેર પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે. તેમાં પણ ડ્રેસ નો પોતાનો અલગ દેખાવ હોય છે.તેની સાથે એક કમ્ફર્ટેબલ આઉટફિટ પણ છે તેથી જ તે વધુ સમય સુધી પહેરી શકાય છે. આમ તો તમને ઘણા પ્રકારના ડ્રેસ માર્કેટમાં મળી જશે પરંતુ અનારકલી ડ્રેસનો પોતાનો અલગ દેખાવ હોય છે તેમાં તમે ખૂબ જ સુંદર અને ભવ્ય દેખાવ છો.
અનારકલી ડ્રેસ આમ તો પહેરવામાં ખૂબ જ સુંદર દેખાય છે પરંતુ તેની સાથે એસેસરીઝની પસંદગી આપણે સમજી વિચારીને કરીએ તો આપણો લુક વધુ સ્ટાઇલિસ્ટ દેખાય છે. એવી ઘણી બધી એસેસરીઝ હોય છે જે અનારકલી ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે અને તમારો દેખાવ વધારે છે.
તેથી જ જો તમારે કોઈ ફંક્શનમાં અનારકલી ડ્રેસ પહેરવાની ઇચ્છા છે તો આ લેખને વાંચીને એસેસરીઝને સ્ટાઇલ કરવામાં અમુક શ્રેષ્ઠ ઉપાયને અપનાવી શકો છો.
ચાંદબાલી પહેરો
જો અનારકલી ડ્રેસ ની સાથે ખૂબ જ ભવ્ય અને સુંદર એસેસરીઝની વાત હોય તો જરૂર તમે ચાંદબાલીને પોતાના સ્ટાઈલ નો ભાગ બનાવી શકો છો. તે સામાન્ય દેખાવમાં પણ તમને ખૂબ જ સ્ટાઇલિસ્ટ લુક આપે છે.
આ લૂકમાં તમારે નેકપીસ પહેરવાની પણ જરૂર નથી. જો તમે ઈચ્છો તો સ્માર્ટ વૉચ અથવા તો બંગડીને જરૂર પહેરી શકો છો. હાઈ નેક ફુલ સ્લીવ અનારકલી ડ્રેસની સ્ટાઇલ એક ખૂબ જ શ્રેષ્ઠ માર્ગ છે.
ચોકર નો વિકલ્પ પસંદ કરો
અનારકલી ડ્રેસ ની સાથે ચોકર ખુબ જ સરસ લાગે છે. ખાસ કરીને જો તમારે સ્વીટહાર્ટ અથવા તો ડીપ ગળા નો અનારકલી ડ્રેસ પહેરો છો તો તેની સાથે તમે અવશ્ય પહેરી શકો છો. આ લુકમાં તમે ઈયરિંગ પણ પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તે વધુ હેવી ન હોય. જેથી કરીને ચોકર દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચી શકે.
ઝુમખા પણ લાગશે સુંદર
જો તમે કેજ્યુઅલ માં પણ અનારકલી ડ્રેસ પહેરી રહ્યા છો. અને તમે અનારકલી ડ્રેસ પહેરીને એક ખુબ જ હેવી લુક પસંદ કરવા માંગતા નથી તો એવામાં તમે સિલ્વર ઝુમકાને પણ સ્ટાઇલ કરી શકો છો.
જો તમે કોઇ પાર્ટીમાં અનારકલીની સાથે ઝુમકા પહેરી રહ્યા છો તો હેંગિંગ સ્ટાઇલ ઝુમકાને પહેલા પ્રાધાન્ય આપો. કોશિશ કરો કે તે તમારા ખભાને ટચ કરે આ પ્રમાણે તમારો લૂક ખૂબ જ સુંદર દેખાશે.
માંગટીકા સાથે મેળવો સ્ટાઇલિશ લૂક
જો તમે અનારકલી ડ્રેસ માં પોતાના એસેસરીઝની મદદથી એક સ્ટાઇલિસ્ટ સ્ટેટમેન્ટ ક્રિએટ કરવા માંગો છો તો એવામાં તમે માંગટીકો પહેરવાનો વિચાર કરી શકો છો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે માંગટીકા થી તમને ઇન્સ્ટન્ટ હેવી લુક મળશે તેથી પાર્ટી અને લગ્ન પ્રસંગમાં તેને આસાનીથી પહેરી શકાય છે.
લાંબી સ્ટેટમેન્ટ નેકપિસ
આ પણ એક ઉપાય છે કે અનારકલી ડ્રેસ માં તમે પોતાને ખૂબ જ સુંદર દેખાડી શકો છો. જો તમે લગ્ન પ્રસંગમાં અનારકલી ડ્રેસ માં એક રોયલ લૂક મેળવવા માંગો છો તો આ ખૂબ જ સારો ઉપાય છે. તમે તેની સાથે લાંબા લેયર્ડ વાળો નેકપિસ પહેરો અને પોતાના લુકને પૂરું કરવા માટે તમે તેની સાથે મેચીંગ ઈયરીંગ્સ પણ પહેરી શકો છો.
તો હવે તમે અનારકલી ડ્રેસ ની સાથે કઇ એસેસરીઝને પહેરવાનું પસંદ કરશો અમે તમને ફેસબુક પેજના કોમેન્ટ માં જરૂર થી જણાવશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team