અનોખું લગ્ન, આ લગ્નમાં દંપતીને જે પ્રકારની ગિફ્ટ આપે તે પ્રમાણે મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું અને સસ્તી ગિફ્ટ આપનારને  મોકલ્યા ભૂખ્યા

Image Source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક વ્યક્તિએ લોકોને કહ્યું કે એક દંપતીએ તેમના લગ્ન માટે આમંત્રણ આપ્યું,પરંતુ તેની સાથે ગિફ્ટની કિંમત જણાવવાની શરત, ગિફ્ટને આધારે લગ્નમાં મહેમાનોને પીરસવામાં આવ્યુ ભોજન.

જ્યારે લગ્ન પ્રસંગની વાત આવે છે, ત્યારે પ્રથમ વસ્તુ ધ્યાનમાં આવે તે છે સારા કપડાં અને ખોરાક. ખાસ કરીને લગ્નમાંથી પાછા ફર્યા બાદ ખોરાક વિશે ચર્ચા થાય છે. પછી તે સારું હોય કે ખરાબ. સોશિયલ મીડિયા પર આવા જ એક લગ્ન ખાવા વિશે ઘણી બધી હેડલાઇન્સમાં છે.

હકીકતમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક વ્યક્તિએ લોકોને કહ્યું હતું કે તેને એક દંપતી દ્વારા લગ્નમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.  આ સાથે, એક સ્લિપ પણ આપવામાં આવી હતી જેમાં તેઓ જણાવે છે કે તેઓ કેટલી મોંઘી ગિફ્ટ આપશે. ગિફ્ટ વિશેની માહિતી માંગવામાં આવી હતી કારણ કે આ આધારે, લગ્નમાં ભોજન પીરસવાનું હતું. ખાસ વાત એ છે કે આ લગ્નમાં જેની ગિફ્ટ સૌથી સસ્તી હતી તેને ભૂખ્યા પાછા ફરવું પડ્યું હતું.

જરા કલ્પના કરો કે, લગ્નમાં જતા પહેલા, તમારે કહેવું પડશે કે તમે કેટલી કિંમતી ગિફ્ટ આપશો. માત્ર આટલું જ નહીં, તમારે આ માટે એક ફોર્મ પણ ભરવું પડશે.ખરેખર આ લગ્ન સમારંભમાં કંઈક આવું જ બન્યું હતું.  આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક વ્યક્તિએ શેર કરી છે.

આ વ્યક્તિએ લોકોને કહ્યું કે લગ્નમાં આવવા માટે તેને એક દંપતી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બીજી એક પત્રિકા પણ પકડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે કેટલી મોંઘી ભેટ લાવશે. અને ખરેખર, તે ગિફ્ટ મુજબજ તેઓને લગ્નમાં ભોજન પીરસાયું હતું.

તે નોંધમાં લખેલું હતું,

લગ્નના આમંત્રણ સાથેની પત્રિકામાંની નોંધમાં લખ્યું છે કે કૃપા કરીને તમારા ગિફ્ટ ના લેવલ મુજબ સર્કલ કરો.’જેથી અમે તમારું મનપસંદ રાત્રિભોજન તૈયાર કરી શકીએ, 

Image Source 

મહેમાનોને ગોલ્ડન અને સિલ્વર જેવા વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે

લગ્નમાં આવતા મહેમાનોને ગોલ્ડન અને સિલ્વર જેવી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. આ દંપતીના જણાવ્યા મુજબ, 250 ડોલર સુધીની કોઈપણ વસ્તુ લાવનારા મહેમાનોને રોસ્ટ ચિકન અથવા સ્વોર્ડ માછલી પીરસવામાં આવાની હતી, જે ખૂબ જ મોંઘી વાનગી છે.

જો કે, જો મહેમાનો સ્મોક્ડ સેલ્મોન અથવા સ્ટિક ખાવાનું પસંદ કરે છે, તો 500 ડોલર સુધીની સિલ્વર લેવલની ગિફ્ટ ચૂકવવા માટે તૈયાર રહેવુ.

Image Source

ગોલ્ડન લેવલની ગિફ્ટ પર આ વિશેષતા 

એ જ રીતે, ગોલ્ડન લેવલની ગિફ્ટમાં 1000 ડોલર સુધીની કોઈપણ વસ્તુ શામેલ હશે,જે મહેમાનો તેને આપે છે તેને મિગન અથવા લોબસ્ટર ટેઇલ ખાવા મળશે.

અને પ્લેટિનમ સ્તરની ભેટવાળા મહેમાનો સૌથી ખાસ હતા.  તેમને ડિનરમાં બે પાઉન્ડ લોબસ્ટર અને એક સ્મારિકા શેમ્પેન ગોબેલ પીરસવામાં આવનારા મહેમાનો માટે ઉપહારો 1000 ડોલર થી લઈને 2,500 ડોલર સુધીની છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment