હાર્ટ એટેક હોય કે કેન્સર! જો હળદરનો આવી રીતે ઉપયોગ કરશો તો કદી કોઇ જોખમ નહી રહે

નાનપણમાં રમતા-રમતા પડી જતાં અને વાગી જતું તો ફર્સ્ટ એઇડ બોક્સની જેમ દાદીમાં કે મમ્મી રસોડામાંથી દોડીને હળદર લઇ આવી એનો લેપ બનાવીને ભૂંસી દેતા! આખરે હળદર એવી ચીજ છે જે માત્ર વાનગીનો રંગ નથી નીખારતી, જરૂર પડ્યે શરીરના ઘાવો પણ ભરી દે છે!

માટે જ તો કંઇ કેટલાય વર્ષોથી ભારતીયો છૂટમોઢે હળદરનો ઉપયોગ કરતા આવ્યાં છે. આજે હળદર જેવા “બેસ્ટ ફૂડ”ના અમુક અત્યંત ઉપયોગી ગુણ વિશે જાણીશું. જેના ફાયદા આપને જરૂરથી ઉપયોગી થશે :

1) દિમાગી તંદુરસ્તી માટે શ્રેષ્ઠ –

Turmeric improved Brain Health by FaktGujarati

હળદર દિમાગની ઓવરઓલ તંદુરસ્તી વધારવા માટે ઉપયોગી છે. હળદરમાં મોજૂદ Curcumin મગજના કોષોની નિર્માણ પ્રક્રિયાને વેગ આપીને જાણે ઉદ્દીપકનું કામ કરે છે.

2) હાર્ટની બિમારીઓને બાંધી દે છે –

Turmeric Can Help Prevent Heart Attacks by FaktGujarati

હળદરમાં રહેલ Curcumin કોલેસ્ટેરોલ લેવલને પકડમાં રાખશે. લોહીમાં કોલેસ્ટેરોલનું સ્તર જળવાઇ રહેતા હ્રદયરોગનું જોખમ એકદંરે ઘટી જ જશે.

3) કેન્સરને પણ નાથી શકશે –

Turmeric benefits by FaktGujarati

ઘણા બધા સંશોધનો દ્વારા આ વાત સાબિત થયેલી છે કે, હળદરમાં એવા ગુણધર્મો પણ છે જે કેન્સરને ફેલાતું અટકાવી શકશે અને ઘણા કિસ્સામાં હળદરે સર્વોત્તમ ફાયદો આપેલો હોવાના પણ દાખલા છે.

4) માસિકસ્ત્રાવ સમયે આપશે આરામ –

Turmeric can help to prevent heart attacks cancer cold cough by FaktGujarati

એક સંશોધન અનુસાર, હળદર સ્ત્રીઓ માટે મુશ્કેલ કહેવાતા સમય પિરીયડ્સ દરમિયાન પણ ખાસ્સી રાહત આપશે. આ માટે મહિલાઓ પણ તેનો ઉપયોગ કરે એ બહેતર છે.

5) શરદી-ઉધરસ કે મૂઢમાર, બધામાં છે અસરદાર –

Turmeric Milk Benefits by FaktGujarati

શરદી કે ઉધરસ જેવી બિમારીમાં ગરમ દૂધમાં ચમચી હળદર નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે. અજમો, હળદર અને દૂધને કોડિયામાં મૂકી ચુલાની પાળમાં ગરમ કરવામાં આવતું. જેને સ્થાનિક ગ્રામીણ ભાષામાં “કોડિયા દૂધ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

હળદરના ઉપરના ફાયદા જાણીને લાગ્યું જ હશે કે હળદર છે તો બધું છે! કાયમ ઓછામાં ઓછી બે-ત્રણ ચમચી હળદર દૈનિક આહારમાં હોવી જ જોઇએ.

આર્ટીકલ સારો લાગ્યો હોય તો બીજાને પણ શેર કરજો. જેથી અન્ય લોકો પણ હળદરના ફાયદા જાણીને તેનો રોજિંદો ઉપયોગ કરવાને પ્રેરણા લઇ શકે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

Leave a Comment