નિયમિત લસણ અને મધ એકસાથે લઈને જુઓ…

હાલ અત્યારે વરસાદની મૌસમ ચાલી રહી છે ત્યારે આ મૌસમમાં ‘વાઈરલ ઇન્ફેકશન’ થવાની શક્યતા વધી જાય છે. પરિણામે તાવ, શરદી, શરીરમાં કળતર, અવાજમાં ખરાશ વગેરે સમસ્યા સર્જાય છે. એવામાં જો આપણે ખુદ આપણા જ શરીર માટે કંઈક કરીએ તો બીમાર થવાથી બચી શકીએ છીએ.

બીમારીમાંથી બચવા માટે એક સરળ અને આસન ઉપાય છે, જે દરેક ઘરમાં આસાનીથી અનુસરી શકાય એમ છે. પણ મોટાભાગના લોકોને આ બાબતની જાણ નથી હોતી એટલે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફનો શિકાર બની જતા હોય છે.

આજના લેખમાં તમને એક સરળ એવા દેશી ઘરેલું ઉપચાર જણાવવા છે; જેનાથી તમે ખુદ તમારા શરીરને બીમારીથી બચાવી શકો છો. બીમારીને દૂર રાખવા માટે ‘લસણ’ અતિગુણકારી ગણાય છે. લસણમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ છે અને શરીરને સ્વસ્થ રાખવા માટેના ગુણ પણ શામિલ છે. તો જોઈએ લસણ અને મધનું સેવન કરવાથી ક્યાં રોગ સામે રક્ષણ મળી શકે છે :

સાઈનસ અને તાવ-શરદી :

તાવ-શરદી સામે રક્ષણ મેળવવા માટે લસણ અને મધ સાથે ભેળવીને ખાવાથી ફાયદો થાય છે. લસણ અને મધ ખાવાથી શરીરમાં ગરમી વધે છે, તેથી બીમારીને દૂર કરી શકાય છે.

ગળામાં ઇન્ફેકશન :

ગળામાં સોજો હોય, ગળામાં ખરાશ હોય અથવા અવાજ ખરાબ થઇ ગયો હોય તો લસણ અને મધ સાથે ભેળવીને ખાવાથી તુરંત ફાયદો થાય છે.

ડાયરિયા :

બાળકને ડાયરિયા થયા હોય તો લસણ અને મધની થોડી માત્રા આપવાથી ડાયરિયા સામે મદદ મળે છે અને બે-ચાર દિવસ નિયમિત આ મિશ્રણનું સેવન કરાવવાથી રાહત મળે છે.

હદયની બીમારી :

હદયની બીમારીમાં લસણ અક્શીર ઉપચાર છે. ધમનીમાં જમા થયેલ કચરો અને રેસાને દૂર કરવા માટે લસણ અને મધ એકસાથે ખાવાથી ફાયદો થાય છે.

ફંગલ ઇન્ફેકશન :

શરીરમાં ‘ફંગલ ઇન્ફેકશન’ થયું હોય તો પણ તેમાં લસણ અને મધ ફાયદો આપે છે. ત્વચામાં થયેલા ફંગલ ઇન્ફેકશન માટે પણ લસણ અને મધનું મિશ્રણ અતિગુણકારી છે.

આમ પણ લસણ અને મધને ભેળવીને સાથે ખાવાથી શરીરની ગંદગી સાફ થાય છે. આ મિશ્રણ શરીરની ગંદકી ‘ડીટોક્સ’ કરી નાખે છે અને શરીરમાં રહેલા તમામ ઝેરી પદાર્થને દૂર કરીને સ્વસ્થતા આપે છે.

શરીરને લગતી નવી માહિતી અમે અહીં પોસ્ટ કરતા રહીએ છીએ, જો તમે આવી જાણવા ઇચ્છતા હોય તો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

Author : Ravi Gohel

Leave a Comment