તંત્રએ લીધો મોટો નિર્યણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર પ્રવાસીઓને લાગ્યો ઝાટકો

ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયેલું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે.

હાલ વૈશ્વિક મહામારીના કારણે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતનું ગૌરવ વધારનારા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખવા તંત્રએ નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી કોરોના વાયરસના લીધે દસ દિવસ બંધ રહેશે એ વાતનું સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના અધિકારીએ ખંડન કર્યુ હતું.

સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોવા માટે વિશ્વભરના સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો આવી રહ્યા છે અને કોરોના વાઈરસને પ્રવાસીઓનું થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત તબીબોની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ સહેલાણીઓ માટે ચાલુ રહેશે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીનું ઑનલાઇન બુકિંગ બંધ કરાતાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે આવતાં પ્રવાસીઓની સંખ્યામાં આવનારા દિવસોમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત તંત્રએ SoU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એક અફવા એવી ફેલાઈ હતી કે કોરોના વાયરસના લઈને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ને દસ દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે આ બાબતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં નિલેશ દુબેએ જણાવ્યું હતું કે આવું કોઈ જ પ્રકારનું આયોજન છે નહીં અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જે રાબેતા સમય મુજબ હાલમાં ચાલુ છે અને સોમવારે જે પણ હોય છે એ યથાવત રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમને જણાવ્યું હતું કે હાલમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર પ્રવાસીઓનો થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે અને પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓની સંખ્યા પર કોઈ ખાસ ઘટાડો હાલમાં જોવા મળ્યો નથી. અને 10 દિવસ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બંધ રાખવાની વાત જે છે તે એકદમ ખોટી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment