આ મશીન દ્વારા મચ્છરોથી ચપટી વગાડતા છૂટકારો મળશે…ખુલ્લી હવામાં પણ મચ્છરોનો અંત

Image Source

વિશ્વભરમાં મચ્છરોમા ત્રાસને કારણે લોકો હેરાન છે. તેના કારણે ટાઈફોઈડ અને મેલેરિયા જેવી ગંભીર બિમારીઓ પણ ફેલાતી હોય છે. જેના કારણે લોકો ખાસ કરીને વધારે હેરાન થતા હોય છે. મચ્છરોથી છૂટકારો મેળવવા માટે આપણે ઘરમાં પણ અનેક સાધનો વાપરીયે છે તેમ છતા પણ આપણા ઘરમાં મચ્છરોનો ત્રાસ પૂરી રીતે દૂર નથી થતો

પરંતુ કેરળના રહેવાસી મેથ્યૂસ કે મૈથ્યુ એ એક એવું મશીન બનાવ્યું છે. કે જેના કારણે મચ્છરોને અંત તુરંત આવી જાય છે. આ મશીનને તેમણે હોકર નામ આપ્યું છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે હોકરને જો તમે ખુલ્લી જગ્યામાં રાખશો તો ત્યાથી તે મચ્ચરોને પકડીને તેનો ખાત્મો બોલાવે છે.

Image Source

કેરળના કોટ્ટાયમમમાં કાંજરિપલ્લી તાલુકામાં રહેતા મૈથ્યુસે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. તે જ્યા રહે છે તે જગ્યા પર રબરની ખેતી વધારે થતી હોય છે. તેઓ ખેડૂત પરિવારથી જેથી નાનપણથી તેઓ મચ્છરોના ત્રાસને કારણે હેરાન થાય છે. તેમનું કહેવું છે કે મોટાભાગે મચ્છરોના ત્રાસથી છૂટકારો મેળવાવ લોકો ગેસનો ઉપયોગ કરે છે. જે ગેસ આપણા માટે હાનિકારક હોય છે.

મૈથ્યૂસ મચ્છરોને પકડવા એક એવો રસ્તો અપનાવવા માગતા હતા કે જે રસાયણ મુક્ત હોય સાથેજ તેના કારણે કોઈને નુકશાન ન થાય.

એક દિવસ મેથ્યૂસ જ્યારે ઘરે બેઠા હતા ત્યારે એક મચ્છર તેમને કરડ્યો ત્યારે તેના પર ઝાપટ મારી તો તે મરીને પડી ગયો. થોડી વાર રહીને તેમણે જોયું તો તે મચ્છર મર્યો ન હતો તે જીવતો હતો અને સાથેજ તે મચ્છર બહાર જવાનો રસ્તો શોધી રહ્યો હતો. ઘરની છત પર એક પારદર્શીત કાચ લાગ્યો હતો જ્યાથી અજવાળું આવતું હતું જેથી મચ્છરને એવું લાગ્યું કે ત્યા એક ખુલ્લી જગ્યા છે. જેથી ત્યાથી તે બહાર જવાનો રસ્તો શોધવા લાગ્યો.

તે સમયે મેથ્યૂસને ખ્યાલ આવી ગોય કે મચ્છર પ્રકાશ જોઈને આકર્ષિત થતા હોય છે. સાથેજ તે વાતનો ખ્યાલ આવ્યો કે મચ્છરો પારદર્શક વસ્તુઓ પણ ઓળખી નથી શકતા. તે સીવાય તેણે ગામમાં આવેલ બાયોગેસ પ્લાન્ટ પાસે જોયું કે મચ્છરો વધારે ગરમી પણ સહન નથી કરી શકતા. મચ્છરો હંમેશા એવી જગ્યા શોધે છે જ્યા ઠંડક હોય અને ત્યાજ તેઓ પ્રજનન પણ કરતા હોય છે.

બધી વસ્તુઓ જોઈ સમજી વિચારીને મૈથ્યૂસે એક એવું મશીન બનાવાનું વિચાર્યું કે જેનાથી મચ્છરો પકડી શકાય. બાયોગસ ટેંક ઉપર જે પથ્થરો રાખેલા હતા તેની વચ્ચે તેણે એક પારદર્શી ગ્લાસ રાખ્યો. અને તેઓ અંદર જઈ શકે તે માટે એખ નાની જગ્યા રાખી હતી. થોડાક સમયમાં મચ્છરો ત્યા ભેગા થવા લાગ્યા તો તેણે રસ્તો વધારે સાંકડો કરી કાઢ્યો. તેમ છતા મચ્છરો અંદર ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બાયોગેસની ગંધને કારણે મચ્છરો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. જેથી તેણે આજ પદ્ધતી પર એક મશીન બનાવાનું વિચાર્યું

તેણે 2000ની સાલમાં તેના મશીનનું પ્રોટોટાઈપ તૈયાર કર્યું તેમા સફળતા મળ્યા બાદ તેણે પોતાનો પ્રયોગ યથાવત રાખ્યો. જોકે મશીનના ખર્ચ મામલે અને તેની ડિઝાઈન મામલે મૈથ્યૂસને ઘણા પડકારો સામનો કરવો પડ્યો હતો. લોકો તેનો મજાક પણ ઉડાવતા હતા પરંતુ તેણે હાર ન માની અને એક દિવસ તેણે પોતાનું મશીન તૈયાર કર્યું અને તેનું નામ તેણે હોકર રાખ્યું.

Image Source

શું છે હોકર ?

હોકરને બાયોગેસ ટેંક કે સેપ્ટિક ટેંર પાસે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો નીચેનો સ્તર પોલીમીટર અને ઉપરનો સ્તર પારદર્શી પ્લાસ્ટિકથી બનેલો છે. તેમા એક ટ્યુબ લાગેલી છે જે ટ્યુબ બાયોગેસ ટેંક સુધી પહોચે છે. જેના કારણે હોકરની આસપાસ ગંધ આવે છે. જે ગંધને કારણે મચ્છરો ભેગા થાય છે. મચ્છરો મીચેના ભાગથી ઘુસે છે અને પછી ઉપરની તરફ આવે છે જે પારદર્શી પ્લાસ્ટિક છે. કારણકે તેના કારણે તેમને પ્રકાશ મળી રહેતો હોય છે.

મચ્છરો જ્યારે ઉપરની તરફ આવે છે ત્યારે તેઓ એક ચેમ્બરમાં ફસાઈ જાય છે. આ ચેમ્બર સૂર્યપ્રકારના કારણે ગરમ થતી હોય છે. મચ્છરો તે ગરમી સહન નથી કરી શકતા જેના કારણે તેઓ તેમાજ મરી જાય છે. આ મશીનની એક ખાસ વાત એક છે કે એક વાર બનાવ્યા પછી તેમા કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ નથી થતો.

Image Source

શું છે હોકરની વિશેશતા ?

  • બીજા બધા ઉપચારો કરતા હોકર ઘણો સુરક્ષીત ઉપચાર છે. કારણકે તેમા કોઈ પણ પ્રકારનો હાનિકારક ગેસ કે પછી કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો.
  • આ મશીનને કામ કરવા વધારે ઉર્જાની પણ જરૂર નથી પડતી
  • મશીનને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો.
  • જે જગ્યાએ બાયોગેસ હોય છે ત્યા ખાસ આ મશીન કામ લાગી શકે છે.

Image Source

આ મશીન બનાવ્યા બાદ મૈથ્યૂસે “કાઈન ટેકનોલોદીકલ એન્ડ રિસર્ચ” નામની કંપનની શરૂઆત કરી તેણે એવું પણ કીધું છે કે અત્યાર સુધીમાં તેણે હોકરના 1 હજાર કરતા વધારે નંગ વેચ્યા છે. ખરીદનાર લોકોનું કહેવુ છે કે તેમણે જે મશીન ખરીદ્યું છે તેના કારણે તેમને ઘણી રાહત મળી રહે છે.

2009માં મૈથ્યૂસને  “નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન “ વીશે જ્યારે ખબર પડી ત્યારે તેણે એવોર્ડ માટે અપ્લાય કર્યું હતું તે સમયે એનઆઈએફની ટીમ દ્વારા તેને રાજ્ય સ્તરીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

મૈથ્યૂસનું કહેવું છે કે જેને પણ આ મશીને તેણે વેચ્યું છે તે લોકોએ તેને ગણો સારો પ્રતિસાદ આપ્યો છે. હોકરનું એક બીજું મોડેલ બનાવી રહ્યા છે જે ઘરમાં તેમ ઓફીસોમાં રાખી શકાય. પરંતુ તેના પર હાલ તેઓ કામ કરી રહ્યા છે.  તે સિવાય તેઓ માખીઓને પકડવા માટે એક મશીન તૈયાર કરી રહ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *