આ છે ભારતના સૌથી જૂના અને સસ્તા બજાર!!! જાણો તેના વિશે વિસ્તારમાં

Image Source

દિલ્લી જ નહી, પરંતુ ભારતના ઘણા એવા શહેર છે, જ્યાના સસ્તા માર્કેટ ખૂબ પ્રખ્યાત છે. તો ચાલો તેવા કેટલાક માર્કેટ પર એક નજર કરીએ.

જ્યારે શોપિંગનો ખ્યાલ આવે છે, તો સ્ત્રીઓ સૌથી પેહલા એવા માર્કેટ વિશે વિચારે છે, જ્યાં તેઓ દિલ ખોલીને સોદાબાજી કરી શકે. એવી માર્કેટો જે સૌથી ઓછી કિંમતમાં વસ્તુઓ પૂરી પાડે છે. શું તમે જાણો છો કે દરેક શહેરમાં એવા માર્કેટ હોય છે, જેને સસ્તા બજારો તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાં તમને દરેક વસ્તુઓ મળશે. ખાવા પીવાની વસ્તુઓથી લઈને બ્યુટી પ્રોડક્ટ અને ફર્નિચરની વસ્તુ પણ સારી કિંમતમાં મળશે. જી હા, જો તમને લાગે છે કે સસ્તુ બજાર માત્ર દિલ્લીમાં જ છે, તો તે એકદમ ખોટું છે. થોડું દિલ્લીની બહાર જુઓ અને કેટલાક ખાસ બજાર વિશે જાણો. તેવા જ કેટલાક બજાર વિશે જાણીએ આ લેખમાં.

Image Source

ક્રોફર્ડ માર્કેટ, મુંબઈ

72000 વર્ગ યાર્ડમાં ફેલાયેલુ, ક્રોફર્ડ અથવા જ્યોતિબા ફૂલે માર્કેટ કન્ફેક્શનરી હોર્ડર્સ અને ટ્રેન્ડી આઇટમ કલેક્ટર કરવા માટે સૌથી શ્રેષ્ઠ માર્કેટ છે. 1869ની આજુબાજુ સ્થાપિત થયેલ આ બજાર દુકાનદારો માટે સ્વર્ગ જેવું છે. તમે ત્યાં જાઓ અને બેગ ભરીને સમાન ન લાવો તેવું બની જ ન શકે. ઇમ્પોટેડ ચોકલેટ, કટલેરી, કરિયાણાનો સામાન, બ્યુટી પ્રોડક્ટ, સ્પ્રે, શેરી કપડાં, ઘરેલુ સામાન, અને ઘણું બધું તમે આ એક સ્થળ પરથી મેળવી શકો છો. આ મુંબઈનો જથ્થાબંધ અને સોદા બજરોનો મસિહો છે.

Image Source

ચાંદની ચોક બજાર, દિલ્લી

તેવી ઘણી હિન્દી ફિલ્મ છે, જેમાં ચાંદની ચોકને બતાવવામાં આવ્યો છે. ચાંદની ચોક જૂની દિલ્લીનું સૌથી જૂની અને વ્યસ્ત બજારમાંથી એક છે. તે જૂની દિલ્લી રેલવે સ્ટેશનની નજીક આવેલ છે. બજાર કેટલાક નાના બજારોમા વહેચાયેલું છે જે ચોક્કસ વસ્તુઓ વેચવા માટે પ્રખ્યાત છે. અહી સ્થિત નવા રસ્તામાં તમામ સ્ટેશનરીનો સામાન મળે છે. આ રીતે અહી આવેલ અન્ય નાના નાના બજાર જેમકે જ્વેલરી, બ્રાઇડલ લ લેહેંગા અને સુટ, ઇલેક્ટ્રોનિક્સ, મસાલા વગેરે માટે પ્રખ્યાત છે.

Image Source

જોહરી બજાર, જયપુર

આ બજાર જયપુરના હવા મહલ પાસે જ છે અને મીરર વર્ક વાળી જ્વેલરી, ટાઈ અને ડાઈ વર્કસ, રાજસ્થાની હેંડીક્રાફટસ, પારંપરિક મોજડી માટે પ્રખ્યાત છે. જયપુરના લોકપ્રિય જટિલ ભરતકામ માટે પણ આ બજાર જાણીતું છે. આ ઉપરાંત તમને સસ્તા ભાવે અહી ઘર સજાવટ, ફર્નિચરની વસ્તુઓ, જયપુરી રજાઈ, અને રજાઈ વગેરે પણ મળશે. જોહરી બજાર લેહેંગા, ચામડાના ચપલ અને રંગીન બાંધણીઓની સાડીઓ અને ચમકતા સ્ટોન વર્કની ખરીદી માટે એક શ્રેષ્ઠ સ્થળ છે.

Image Source

સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ, સુરત

ભારતનું સૌથી મોટું કાપડ બજાર સુરતમાં આવેલ છે. સુરતનું કાપડ ઉદ્યોગ આપણા દેશમાં સૌથી જૂનું અને લોકપ્રિય સંસ્થાનોમાંથી એક છે. દુનિયાભરના મોટા સમૂહો અહીંના ઉદ્યોગોમાં યાર્ન ઉત્પાદન, ભરતકામ, વણાટ અને જથ્થાબંધ છૂટક વેચાણ માટે રોકાણ કરે છે. તેને સિંથેટીક મેન્યુફેક્ચરિંગ માટે પણ પસંદ કરવામાં આવે છે, જ્યારે શહેર દરરોજ લગભગ 30 મિલિયન મીટર કાચા કાપડનું ઉત્પાદન કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં ઉપયોગ થનાર પોલિએસ્ટર લગભગ 90 % સુરતથી આવે છે.

Image Source

ન્યુ માર્કેટ, કોલકાતા

આ બજાર 1 જાન્યુઆરી, 1874 એ બ્રિટિશ નિવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. 2 ડિસેમ્બર, 1903એ, ન્યુ માર્કેટનું સતાવાર રીતે નામ બદલીને સર સ્ટુઅર્ટ હોગ માર્કેટ નામ આપવામાં આવ્યું. આજે તેને ન્યુ માર્કેટના નામે ઓળખવામાં આવે છે. આ બજારમાં લગભગ 2000 દુકાન છે. કોલકતાનું આ બજાર કાચની વસ્તુઓ અને સૂકા મેવા, મસાલા ખરીદવા માટે એક સારું સસ્તુ બજાર છે. અહી તમે બંગાળની પારંપરિક વણાટ ની સાડીઓ જેમકે ઢાકાઇ, જામદાની, બાલૂચરી, તાંત અને તંગેલ પણ ખરીદી શકો છો.

આ ઉપરાંત પણ એવા બજાર છે, જેનો મોટા અને સસ્તા બજારની યાદીમાં સમાવેશ છે. તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment