ક્યારેય જોવામાં ન આવેલ, આ છે દુનિયાની સૌથી શાનદાર ઓફીસો

દુનિયાની અદ્દભુત ઓફીસ તમે જોય નહીં હોય એટલે આ લેખ પોસ્ટ કરવામાં આવ્યો છે. વધુ વાંચો નીચે અને ફોટોસ જુઓ તો ખબર પડે. આ એવી ઓફિસો છે જેની પાસે તમારી ઓફીસ તો કાંઈ ન કહેવાય અને ખોબા જેવડી લાગે.

() જનરલ મોટર્સ : ગુડગાંવ

ઉપરનો ફોટો જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ હોટેલની અંદર બેઠા છો અથવા તો કોઈ કારની મુસાફરી કરી રહ્યા છો પરંતુ તમને જણાવી દઈએ કે આ જનરલ મોટર્સની ઓફીસની અંદરનો ફોટો છ, જ્યાં મોટર જેવી ડીઝાઇન બનાવવામાં આવી છે.

() સ્પ્રિન્કલર : બેંગ્લોર

ખુબસુરતીથી છલકતો આ ફોટો જોઇને કોઇપણ વ્યક્તિને મન લલચાય એમ છે. આલીશાન અને શાનદાર અતિ મોંઘી એવું કેન્ટીનનો ફોટો લાગી રહ્યો છે પણ આ ફોટો સ્પ્રિન્કલરની ઓફીસનો છે, જેમાં અદ્દભુત ઇન્ટીરીયર ડીઝાઇન બનાવવામાં આવી છે અને ખુબસુરતીથી બધું જ શણગારવામાં આવ્યું છે.

(૫) પરિમલ એન્ટરપ્રાઇઝ : મુંબઈ

મુંબઈને ભારતની જાન ગણવામાં આવે છે અને આ વાત એકદમ સત્ય છે કારણ કે મુંબઈ તો મુંબઈ જ છે!! નાની ચા ની ટપરી થી લઈને મોટી મોટી હોટેલ સુધી અહીં બધું શાનદાર છે. ઉપર જે તસવીર આપવામાં આવી છે એ પણ મુંબઈ શહેરની જ છે. મુંબઈ શહેરમાં આવેલ પરિમલ એન્ટરપ્રાઇઝની આ ઓફીસ છે, જેનું અંદરનું ઇન્ટીરીયર જોઇને એવું થાય કે આપણી પણ ઓફીસ આવી હોવી જોઈએ!! આ ઓફીસમાં એક ઓપન લાયબ્રેરી છે અને કર્મચારીઓ આરામથી કામ કરી શકે એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

(૪) વ્હાઇટ કેનવાસ : બેંગ્લોર

વ્હાઇટ કેનવાસ ઓફીસ જોઈએ તો પહેલા તો એવું જ લાગે કે આપણે કોઈ ફર્નીચરના શો-રૂમમાં ખરીદી કરવા ગયા હોય પણ આ જબરદસ્ત – શાનદાર – આલીશાન જેટલા પણ શબ્દો વાપરો એટલા ઓછા પડે એવી મસ્તમજાની ઓફીસ બનાવેલી છે, જેનું નામ છે વ્હાઇટ કેનવાસ.

(૩) ફ્રેશ ડેસ્ક : ચેન્નઈ

આ ઓફીસ જુઓ કેટલી અજબ-ગજબ બનાવેલી છે. આ એ જગ્યા છે જ્યાં સિનયર કે જુનિયર બધા એક જ સાથે બેસીને કામ કરે છે અને મીટીંગ પણ થાય છે. જુઓ છે ને ખરેખર અમેઝિંગ….!!!

(૨) ગુગલ : હૈદરાબાદ

આલીશાન ઓફીસની ચર્ચા નીકળી હોય અને ગૂગલ કાઈ બાકી રહે ખરું!! આ ફોટો છે હૈદરાબાદમાં આવેલ ગૂગલની ઓફીસનો. ગૂગલની ઓફીસમાં અનેક અન્ય ઓફીસ પણ બનાવવામાં આવી છે જેની ડીઝાઇન અને સાફ-સફાઈ જોઇને કોઇપણ ચકિત થઇ જાય છે.

(૧) હાર્લી ડેવિસન : ગુરગાંવ

બાઈકની દુનિયામાં આ કંપનીનું મોટું નામ છે તો પછી ઓફીસ પણ નામ જેવી મોટી જ હોય ને!! આતળી વિગત અમે તમને જણાવી હવે તમારે ગૂગલમાં જઈને હાર્લી ડેવિસનના ઓફીસ ફોટો સર્ચ કરવાના છે અને કમેન્ટ બોક્ષમાં આ લેખના કમેન્ટ બોક્ષમાં એ ફોટોને અપલોડ કરજો. જોઈએ કેટલાને આ માહિતી પસંદ આવી અને કેટલા લોકોની ઈચ્છા છે કે ભવિષ્યમાં તમારી ઓફીસ પણ આવી હોવી જોઈએ અથવા આવી ઓફીસમાં કામ કરવું છે.

નવી માહિતી તમારા મોબાઈલ ઉપર મેળવવા માટે અત્યાર જ લાઈક કરી લો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment