કરચલીઓની સમસ્યાથી રાહત મેળવવામાં સંતરાની છાલનો પાવડર અને મુલતાની માટીનો પાવડર ખૂબજ ફાયદાકારક છે.
ઉંમર વધવાની સાથે ત્વચાની સ્થિતિસ્થાપકતા પણ ઘટવા લાગે છે. જેના કારણે ચેહરા પર કરચલીઓ ચોખ્ખી જોવા મળે છે. 35 વર્ષની ઉંમર પછી સ્ત્રી હોય કે પુરુષ બંનેના ચહેરા પર વૃદ્ધાવસ્થાના નિશાન જોવા મળે છે. કરચલીઓને કારણે ત્વચા છિદ્રો એટલા ઢીલા થવા લાગે છે કે ચેહરા પર મેકઅપ પણ સારો લાગતો નથી. દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેની ત્વચા હંમેશા યુવાન દેખાઈ. તેના માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જોકે,ઘરેલુ ઉપાયના માધ્યમથી પણ આ ત્વચાની સમસ્યામા રાહત મેળવી શકાય છે.
આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેના માધ્યમથી કરચલીઓ અને ફ્રીકલ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ પેકની મદદથી તમારી ત્વચા ચુસ્ત અને ચમકદાર બની શકે છે.
સંતરાની છાલ અને મુલતાની માટી
આ પેકને બનાવવા માટે એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી સંતરાની છાલનો પાવડર ઉમેરો. પછી તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. આ ત્રણ વસ્તુને સરખી રીતે મિક્સ કર્યા પછી પેસ્ટને તમારા ચેહરા અને ગળા પર લગાવો. 15 મિનિટ સુધી સુકાયા પછી તમારા ચેહરાને સર્કુલર મોશનમા ઘસાતા ત્વચાને ધોઈ લો. ત્યારબાદ ચેહરાને તાજા પાણીથી ધોઇ અને પછી ગુલાબજળનો સ્પ્રે કરી લો. તમે આ નુસખાનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરી શકો છો.
નિયમિત રૂપે મુલતાની માટીથી બનેલા આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા ચુસ્ત થવા લાગે છે. તેમજ સંતરાની છાલનો પાવડર ત્વચાને પોષણ આપે છે. સંતરાની છાલમાં વિટામિન સી, કેલ્શિયમ, સાઈટ્રિક એસિડ અને એન્ટી ઇફ્લેમેન્ટરી ગુણ પણ રહેલા હોય છે, જે ત્વચાને નુકશાન થવાથી બચાવે છે. સાથેજ ત્વચાને ચમકદાર બનાવે છે.
ચણાનો લોટ અને મલાઈનું ફેસપેક
ખીલ અને કરચલીઓથી રાહત મેળવવા માટે તમે ચણાના લોટ અને મલાઈથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 4 ચમચી ચણાના લોટમાં એક ચમચી મલાઈ, એક ચમચી હળદર અને થોડું મધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. આ આ પેકને તમારા ચેહરા પર લગાવો. થોડીવાર સુકાયા પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે આ નુસખાનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team