આ રીતે હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી મળે છે શનિદોષ થી મુક્તિ

શ્રી રામચરિત માનસના રચિત ગોસ્વામી તુલસીદાસે શ્રીરામ ચરિત માનસ લખવા પહેલા હનુમાન ચાલીસા લખી હતી અને પછી હનુમાનની કૃપાથી જ તે શ્રીરામ ચરિત માનસ લખી શક્યા. હનુમાન ચાલીસાને ધ્યાનથી વાંચીને અને સમજીને પછી ખબર પડશે કે હનુમાન જ આ કળિયુગના જાગૃત દેવતા છે, જે ભક્તોના બધા પ્રકારના કષ્ટને દુર કરવા માટે તરત જ પ્રસન્ન થઇ જાય છે. હનુમાનજીની રામ ભક્તિ એટલી અનન્ય છે કે શ્રીરામ કરતા હનુમાનજીના મંદિર વધુ છે. તમને ગલી ગલીમાં હનુમાનજીના મંદિર મળશે.

ખાસ કરી શનિવાર અને મંગળવારે હનુમાનજીની સાધના અને સ્તુતિનું વિશેષ ફળ મળે છે. એકાગ્રતા પૂર્વક શુદ્ધ અવસ્થામાં, ગુગલ કે લોબાનનો ધૂપ કરીને, ચૂરમાના લાડુનો ભોગ ધરાવીને કરેલી સાધના કે ભક્તિનું વિશેષ ફળ મળે છે. યાદ રાખો સંકટ આવ્યા પહેલા કરેલી સાધના કે ભક્તિથી સંકટ રોકી શકાય. સંકટ આવ્યા બાદ કરેલી સ્તુતિ કે સાધના ફળદાયી નથી.

  • શનિવારે હનુમાનજીના પગ પર તેલ, સિંદૂર, અડદ મિક્સ કરીને ચઢાવીને હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી શનિ ગ્રહના પ્રકોપથી બચી શકાય છે.
  • નિયમિત “બજરંગબાણ” નો પાઠ ગુગલ કે લોબાનનો ધૂપ કરીને કરવાથી નેગેટિવ ઉર્જા કે અદ્રશય બાધાથી મુક્તિ મેળવી શકાય છે.
  • “હનુમાન ચાલીસા “નો નિયમિત એકાગ્રતા પૂર્વક પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધારી શકાય અને કુવિચાર, કુસંગતથી મુક્તિ મેળવી શકાય.
  • “સંકટ મોચન હનુમાન અષ્ટક “નો પાઠ નિયમિત કરીને ભવિષ્યમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવી શકાય છે.
  • “ૐ હું હું મહાબલાય હું હું ૐ ફટ” આ મંત્ર નો નિયમિત 15 મિનિટ જાપ કરીને ગમે તેવા ભય માંથી મુક્તિ મેળવી શકાય છે .
  • “નાસે રોગ હરે સબ પીર ,જપત નિરન્તર હનુમંત બલબીરા” મંત્ર 108 નિયમિત કરવાથી કોરોના વાઇરસ કે અન્ય રોગથી મુક્તિ મેળવી શકાય .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment