તમારા હાડકા ને નબળા બનાવે છે આ વસ્તુઓ તો તરત છોડો

Image source

સારા સ્વાસ્થ્ય માટે હાડકા નું મજબૂત હોવું ખુબજ જરૂરી છે. હાડકા ને મજબૂત રાખવા માટે બરાબર ભોજન અને ન્યુટ્રીશન ખુબજ જરૂરી છે. બદલાતી લાઇફસ્ટાઇલ માં પણ આપણા સ્વાસ્થ્ય અને હાડકા પર ખરાબ અસર પડે છે. હાડકા ની મજબૂતાઇ માટે જ્યાં બરાબર ખાવું પીવું જરૂરી છે ત્યાંજ કેટલીક વસ્તુઓ થી દુર રહેવું પણ જરૂરી છે.

જરૂરિયાત થી વધારે મીઠું-

Image source

મોટા ભાગના લોકો જાણે છે કે વધારે મીઠુ ખાવાથી સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચાડે છે. બ્રેડ, ચીજ, ચિપ્સ માં સૌથી વધારે મીઠું જોવા મળે છે, જે હાડકા ને ગંભીર રૂપ થી નુકશાન પહોંચાડે છે. જો કે, તમારે સંપૂર્ણપણે મીઠા થી દૂર રહેવાની જરૂર નથી, પરંતુ જો તમે તમારા હાડકાંને મજબૂત રાખવા માંગતા હોવ તો દિવસ માં બે 2,300 મિલિગ્રામ મીઠા નું સેવન કરો.

ટીવી ની આગળ મોડે સુધી બેસવું-

Image source

લાંબા સમય સુધી ટીવી ની આગળ બેસી રહેવા થી તમારા હાડકા ને નુકશાન પહોંચી શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહો છો તો તમારા શરીર મા વધારે હલનચન નથી થતું, જેથી હાડકા પર ખરાબ અસર પડે છે. કસરત કરવા થી હાડકા મજબુત બને છે. જ્યારે તમારા પગ પર તમારું શરીર નું વજન પડે છે તો તેનાથી હાડકા અને સ્નાયુઓ ગુરુત્વાકર્ષણ થી ઉલટું કામ કરે છે, જે આપણા શરીરના હાડકા માટે ફાયદાકારક હોય છે.

સાઈકલ ચલાવવું-

Image source

એમ તો સાઈકલ ચલાવવા થી હદય અને ફેફસા મજબૂત થાય છે પરંતુ તેનાથી હાડકા ને કોઈ ફાયદો નથી થતો. ખરેખર, સાયકલ ચલાવવું હાડકા ની ઘનતા ને અસર કરતું નથી. જો તમે સાઈકલ ચલાવવા ના શોખીન છો તો તમારે સાઈકલ ચલાવવા ની સાથે સાથે ભાગ – દોડ, નૃત્ય, તરણ જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

ઘઉં નો બ્રાન-

Image source

ઘઉં નો બ્રાન સ્વાસ્થ્ય માટે ખબુજ ફાયદાકારક છે પરંતુ જ્યારે તમે તેને દૂધ ની સાથે ખાવ છો તો શરીર ઓછા પ્રમાણ માં દૂધ નું કેલ્શિયમ શોષે છે. જો તમે કેલશિયમ સપ્લીમેંટ લ્યો છો તો ઓછા મા ઓછું તેને લેવાના ૨ કલાક પછી જ ઘઉં નું બ્રાન લેવું જોઈએ.

સોડા પીણું-

Image source

જરૂરિયાત થી વધારે સોડા વાળું પીણું હાડકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલાક અભ્યાસ માં સામે આવ્યું છે કે હાડકા ને સોડા પીણાં માં હાજર કેફીન અને ફોસ્ફરસ થી હાડકાંને નુકસાન પહોંચાડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત નું માનીએ તો હાડકા ને ત્યારે નુકશાન પહોંચે છે જ્યારે લોકો દૂધ ના બદલે સોડા પીણા નું સેવન કરે છે. જરૂર થી વધારે કોફી કે ચા પીવા થી પણ હાડકા નું કેલ્શિયમ ઓછુ થાય છે, જેનાથી હાડકા નબળા થવા લાગે છે

દવાઓ-

કેટલીક દવાઓ ને લાંબા સમય સુધી લેવા થી હાડકા પર ખરાબ અસર પડે છે. કેટલીક એન્ટી સેઈઝુરે ગલિકોકોટિકકોઇડ જેવી પ્રેડીસોને અને કોર્ટિસો હાડકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આલ્કોહોલ-

Image source

આલ્કોહોલ નું વધારે સેવન હાડકા માટે નુકશાનકારક હોય છે. જો તમારા હાડકા ને મજબૂત રાખવા માંગો છો તો આલ્કોહોલ નું ઓછા મા ઓછું સેવન કરો. સ્ત્રીઓ ને દિવસભર માં એક ગ્લાસ અને પુરુષો ને બે ગ્લાસ થી વધારે આલ્કોહોલ નું સેવન ન કરવું જોઈએ.

ધુમ્રપાન-

Image source

ધૂમ્રપાન કરવા થી શ્વાસ મારફતે શરીર માં ધુમાડો જવા લાગે છે. ધૂમ્રપાન કરનારાઓ ના શરીર માં હાડકા ની સ્વસ્થ પેશીઓ સરળતા થી નથી બનતી. વધારે ધૂમ્રપાન કરનારા લોકો ને હાડકા માં ફેક્ચર થવા ની સંભાવના વધારે થાય છે. સાથે જ તે લોકો માં લાગેલી હાડકા ના ઘા ને સારૂ થવા મા વધારે સમય લાગે છે.

વધારે ઓછું વજન-

Image source

જે લોકો નું વજન નોર્મલ થી ઓછું હોય છે, તેને હાડકા નું ફેક્ચર થવા ની સંભાવના વધારે થાય છે. જે લોકો ના હાડકા વધારે પાતળા હોય છે તેને વજન ઉતારવાની કસરત કરવી જોઈએ. જો તમને હાડકા ની વધારે પાતળા થવા નું કારણ સમજ ન આવે તો તમારા ડોક્ટર નો સંપર્ક કરો.

પડવું-

Image source

જ્યારે આપણે બાળપણ મા પડતા હતા તો જલ્દી થી ઊભા થઈ જતાં હતા. પરંતુ વધતી ઉમર ની સાથે પડવું ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસકરીને જ્યારે તમારા હાડકા નબળા થઈ ચૂક્યા હોય. વધારે ઉમર ના લોકો માં ફેક્ચર ને સારું થવા મા વધારે સમય લાગે છે. એટલા માટે જે લોકો ની ઉંમર વધારે થઈ ગઈ હોય, તે લોકો ને કાળજીપૂર્વક થી ચાલવા ની સલાહ આપવામાં આવે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત દરેક માહિતી ઇન્ટરનેટ ના માધ્યમ થી એકત્રિત કરલે છે.

 

Author: FaktGujarati Team

5 thoughts on “તમારા હાડકા ને નબળા બનાવે છે આ વસ્તુઓ તો તરત છોડો”

Leave a Comment